પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 રર સુદર્શન ગદ્યાવલિ, તે પણ જાણે અમે માન્ય ન કરી હોય ને પિતે નવી બતાવીને “ વ્યવહાર ”—પક્ષને બચાવ કરવા નીકળ્યા હોય તેવો ઘાટ કર્યો છે, તથા કાંઈ પણ મર્મ લક્ષમાં લીધા વિના અંગરેજી ફકરાઓ ટાંકી બતાવી, સેક્ષન અને લાટીન અને અંગરેજી જેમના ગૂજરાતી અને સંસ્કૃત પર દૃષ્ટાંતરૂપે કશો મેળ બેસતા નથી એમ વિદ્વાને જાણે છે, તે ભાષાનાં નામ આપી મોટો આડંબર ગેહવ્યા છે, અને છેવટે અમારા સંસ્કૃત જ્ઞાનની ને એકંદર બધાએ જ્ઞાનની ક્ષુદ્રતા અને નિયતા બતાવવાની ધમકી પણ આપી છે. “ ગૂજરાતી ” માં લખનાર કોણ છે તે અમે જાણતા નથી, પણ એ પત્રના માલીક પોતેજ આ લખાણુ કરે છે એમ દેખાય છે ત્યાં સુધી તે એમ કહેવાને કરશે આચકે અમે ખાતા નથી કે કહેલી વાતની સત્યાસત્યતા શાંત રીતે તપાસવા કરતાં, અમુક યોગ્યતાવાળા માણસ કહે તેમજ તે ખરી કહેવાય એ ધારણે ચાલવામાં, ગુજરાતીના માલીકને તો આ વિષયે બાલવાને પણ હક મળે તેટલી યેગ્યતા આવવાને હજી બહુ વાર છે; જે વિવેચકપક્ષમાં દાખલ થઈ જવાની લાલસા રાખી તે ઇશારો કરે છે તે તરફ દૃષ્ટિ કરવાને પણ તેમને હક નથી એ વાત હાલની તેમની પ્રવૃત્તિએજ સર્વ નિષ્પક્ષપાત સજજનોને સ્પષ્ટ કરી આપી છે. અમે અમારા લેખમાં આખા ગુજરાતના અન્યકારેનું પત્રક બનાવવું ધાર્યું નહતું', અમે તો માત્ર અમુક વર્ગ પાડી તે તે વર્ગનાં ઉદાહરણ તરીકે બે બે ચાર ચાર નામ આપ્યાં હતાં; પછી જેને જે વર્ગ બંધ બેસતા હાય તેમાં તેણે પોતાને કે અન્યને ગણવાના છે; પરંતુ અમુક નામો રહી ગયાં હોય એવી બુમી પાડવામાં “ ગુજરાતી ” ના અધિપતિને જે તે વર્ગમાં તે નામને ગોઠવતાં ન આવડતાં હોય તે અમે આગળ ઉપર ગેઠવી આપીશું, એમ કરવા માટે જ આ આરંભ અમે કરેલ છે, એટલે ઉતાવળનું કામ નથી. પણ હાલ તુરત “ ગુજરાતી ” ને પોતાને માટે અમે કયાં જગા રાખી છે તે જાણુવું હોય ને તે જાણવાથી અમારી જાત ઉપર બીજા ઉપર બીજા વધારે વાફ પ્રહાર કરવાની રુચિ હોય, તો કહીએ કે વ્યવહારપક્ષના અનુકરણ કરનારમાં તેમનું સ્થાન અમારા અભિપ્રાય પ્રમાણે આવી શકે, જો કે તેમના પોતાના અભિપ્રાયમાં તે અમારા પાંચે પક્ષની પાર સાક્ષાત ઈશ્વરના પક્ષમાં પિતાને માનતા હોય તેની ચિંતા નહિ. ધણા આગ્રહ, ધશે અભિમાન, વ્યવહારપક્ષ અને તેમના અનુકરણ કરનારાઓનેજ છે, અને જોકે અમે તે તેમને પણ તેમણે જે જે કર્યું છે તે માટે પૂર્ણ માન આપીએ છીએ, તથાપિ તેમના જેવું બીજા કરી જ ન શકે, તે પક્ષવાળા જ બધાંના ગુરુના ગુરુ છે, એમ કહેનારને માટેજ અમારે આ ઉપક્રમ છે. યથાર્યપક્ષને સ્થાપનાર ઉદ્ધત પક્ષ, તેને ભાષાને માર્ગ બતાવનાર પ્રાચીનપક્ષ અને સર્વનિયતા વિવેચકપક્ષ તેમને સર્વથા પૂજ્યબુદ્ધિથી વંદન કરવામાંજ અમારી પ્રવૃત્તિની કૃતાર્થતા છે, પણ યોગ્યતા કરતાં અધિક માગનારા વ્યવહારપક્ષના હીમાયતીઓને કેટલીક વાતોનું અમારે સ્મરણ કરાવવું પડે એ સ્વાભાવિક જ છે. અને તેમના તરફથી અમને આ બદલો મળે એમાં પણુ કાંઈ નવું નથી. પરંતુ અમારા મિત્ર ગુજરાતી ” ને હજી જે કહેવાનું છે તે પૂર્ણ થયા વિના બેલવું યોગ્ય નહિ ગણાય, માટે હાલ તુરત તેમણે પોતાના પત્રમાં છાપવાને ના પાડેલી એવું એક ચર્ચાપત્ર જે તા. ૧૮ -૧૧-૫ ના “ હિંદુરતાન ” માં છપાયું છે, તથા ત્યાર પછી તા. ૨૫-૧૧-૮૪ ના " હિંદુસ્તાન ” માં એક બીજુ' ચચોપત્ર છપાયુ’ છે, તે બેજ અમારા વાચા આગળ મૂકી " દ્વિદુસ્તાન ” વગેરે માં જે ચર્ચા આવે છે તે જોવાની પણ ભલામણુ કરી, “ ગુજરાતી ”ની પ્રવૃત્તિ ની સારાસારતાને વિચાર કરવા સાંપીએ. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2050