પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૂજરાતના લેખકે, ६२३ (૧). ગુજરાતના લેખકો વિ. સુદર્શન ” ( ? ) એવા મથાળાથી આજના ( તા. ૪-૧૧ ૮૪ના ) તમારા પત્રમાં એક લેખ જોવામાં આવ્યા, જેમાં બે ગુજરાતના લેખકે ” એ મને થાળાવાળા જુન માસના સુદર્શનને જે લેખ છે તે ઉપર આક્ષેપ કરવાનો યત્ન જણાય છે. અનેક લોકોએ પોતપોતાની ખાનગી લાગણી અનેક પ્રકારે જણાવવા જુદી જુદી રીતે એ વિષય વિષે લખ્યું છે. પણ “ જ્ઞાનસુધા ” માં જે લેખ થયો છે, તે વિનાનું અન્ય કેવલ નિઃસાર છે. “ જ્ઞાનસુધા ” ના લખનારને આશય તમારા પત્રમાં જે કાઢી બતાવ્યો છે તે બીલકુલ નથી, પણ સુદર્શનના કરેલા વિભાગ તથા ઉત્તમ કનિષ્ઠ લેખનપ્રકાર અને તેને લઈ ભાષાને વિવેક તેને અનુસરતા છે, જે અકટોબરના “ સુદર્શન ” માં તેની લીધેલી નોંધ ઉપરથી હરકોઈને જણાઈ આવશે. - તમે ઘણાક ગુજરાતી લખનારાઓનાં નામ ગણાવ્યાં છે, અને આટલા લખનારા રહી ગયા છે એમ કહ્યું છે ને તેજ દેય સુદર્શનના લેખમાં બતાવી, તેટલાજ સંબંધથી જાણે સુદર્શનકાર એટલેજ ગુજરાતમાં લખનાર હોવાનું માન પિતાને હાથે લેવાનો યત્ન કરતા હોય એવું બતાવવા પ્રયાસ કર્યો છે. પણ સુદર્શનના લેખને બરાબર નિષ્પક્ષપાત દૃષ્ટિથી વાંચતાં એ કરો અર્થ નીકળતો નથી. સુદર્શનકારે પાંચ વર્ગ પાડયા છે, અને પ્રત્યેક વર્ગનું લક્ષણ બાંધી બતાવતાં તે લક્ષણ યથાર્થ સમજાય તે હેતુથી, થેડાક લખનારનાં તે તે વર્ગમાં નામ આપ્યાં છે, એથી એમ અર્થ થતો નથી કે એ પ્રત્યેક વર્ગમાં એટલાજ લખનારા છે ને બીજા નથી. વળી જ્યારે ઉદ્ધત, વ્યવહાર, વિવેચક, પ્રાચીન એ ચાર પક્ષમાં અમુક નામે “ અગ્રણી ” રૂપે કહીને આપ્યાં છે, ત્યારે યથાર્થપક્ષ કે જેમાં સુદર્શનકારે પિતાનું નામ ગણાવ્યું છે તેમાં તે તે પક્ષમાંના નામવાળાને માત્ર તે પક્ષના અનુયાયી ” જ કહ્યા છે. ગુજરાતમાં સુદર્શનકારે તથા તમે જે હાલ ગણાવ્યા તે બધા લખનારા હશે, ને તેથી દશગણા બીજા હશે, તો તે સુભાગ્યની વાત છે પણ એ બધાં નામ ન ગણુાવવાથી સુદર્શનકારે કોઈ પણ લેખકની અવગણુના કરી છે એમ અર્થ થવાના લેશ પણ અવકાશ નથી. કેમકે પાંચ વર્ગ પાડી, પ્રત્યેક વર્ગનું રવરૂપ બને તાવી તેણે ચચો પડી મુકી છે તેમાં એજ આશય છે કે આ વર્ગમાં જે લેખક જ્યાં આવી શકતા હોય ત્યાં તેને ગણુ, અને જે લેખકને જે વર્ગ યોગ્ય લાગતો હોય તેને તેણે અનુસરવું આમાં તો સુદર્શનકારના અભિમાન જણાતા નથી. પ્રત્યેક વર્ગમાં જે કોઈ છે, હોય અથવા થાય, તે બધા તે વર્ગના અનુયાયીજ કહેવાય, એટલે સુદર્શનકાર પોતે પોતાની રુચિ યથાર્થપક્ષ ઉપર રાખી તે પક્ષના અનુયાયી હું છું એમ કહે તો તેમાં પણ તેને કાંઈ અપરાધ જષ્ણુતા નથી. અમુક વિદ્વાનોનાં કે લેખકોનાં નામ સુદર્શનકારે રહેવા દીધાં, માટે તેમનું તેરો અપમાન કર્યું” એવી દલીલ લાવવી એ તે સુદર્શનકારને અન્યાય કરી કેવલ કાઈ આડકતરી રીતે અન્ય લેખકેને તેનાથી વિરૂદ્ધ કરવાના અને વિચારવાની વાતના મુદ્દા ઉપરથી વાચકોના લક્ષ અવળે દોરવાનો યત્ન કર્યો જેવું લાગે છે. - ખરી મુદ્દાની વાત એ છે, (૧) જે પાંચ વર્ગ પાડ્યા છે તે ખરા છે કે બેટા ? પેટા હાય તો શા કારણુથી ? અને તેને બદલે કેવા ને કેટલા વિભાગ શા કારણથી માની રોકાય, (૨) જે જે લેખકેાનાં નામ જે જે વિભાગમાં આપ્યાં છે તે બરાબર છે કે નહિ ? Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50