પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/428 ગૂજરાતના લેખકો, ૬૨૫ ઉન્નતિ કેવી રીતે થવાની છે ? ત્યારે વિચારનેજ પ્રાધાન્ય આપીને લખેલા લેખ ઉત્તમ કહેવાય; અમુક દેશી કે ધરગતુ ભાષાને કે સંસ્કૃતમયી ભાષાને પ્રાધાન્ય આપીને લખેલા લેખ ઉત્તમ કહેવાય નહિ, અને ખરેખર મને એમ લાગે છે કે કોઈ પણ ગ્રંથમાં જે કાંઇ પણ નવું વિચારવાનું ન હોય તો તેને ગ્રંથજ કહે નહિ ને તેને એકદમ બંધ પાડી બાળી નાખવિ એ કાયદે જે કઈ કરી શકે તે ગુજરાતમાંથી કેટલા બધા લેખોનો નાશ થઈ જાય એ વિચારવું સહજજ છે, ને એ વિચાર સાથે એવો વિચાર પણ સજજ આવી શકે કે મી. મણિલાલ ત્યારે કેવળ વિચાર પ્રાધા-ય ગ્રથનેજ ગ્રંથ માને છે ત્યારે જેમના ગ્રંથ સદરહુ કાયદાને તાબે થવા લાયક ઠરે, તે લોકો તેમના ઉપર કેટલા નારાજ થાય ને કેટલે ગાળાને વરસાદ વરસાવે. ' પણ એમ કરવાથી સત્ય પ્રયત્ન કદાપિ કાંઈ જતો નથી. મને પોતાને એ ગૃહસ્થના આવા પ્રયત્નને આ રીતે ગેરઇનસાફ થતો જોઈ દિલગીરી થાય છે, અને એવા લખાણમાંથી કાંઈક વિચારવાનું ન લેતાં આપણે તેમાં દેષજ જોવા લાગ્યા છીએ એ આશ્ચર્યની વાત લાગે છે. જો કે જે ખરા વિદ્વાને છે તે તો આ ચર્ચાને મૅન રહી જોયાં જાય છે, તથાપિ જેમણે ન બોલવું જોઈએ તેજ ઘણું બોલે છે માટે મારે આટલું કહેવાનો પ્રસંગ આવેલ છે. મી. મણિલાલ ઉપર આ ચર્ચા ઉઠાવવા માટે શે દોષ ચઢાવવામાં આવે છે તે પણ સાથે સાથે જોઈએ. મી. મણિલાલને પિતાના જ્ઞાનનું અને સંસ્કૃત જ્ઞાનનું અભિમાન છે, તેમણે ઘમંડીથી લખાણ કર્યું છે, પોતાને યથાર્થ પક્ષમાં ગણી આમસ્તુતિ કરી છે, આવા આરોપ મૂકી એમના સંસ્કૃત જ્ઞાનની પરીક્ષા કરી બતાવવાની ધમકી પણ આપવામાં આવી છે. મેં સુદીનના બધા લેખ જોયા છે મને એમાં મી. મણિલાણે આત્મસ્તુતિ કે અભિમાન કર્યો હોય એવું દેખાયું નથી; માત્ર એટલું જણાયું છે કે તેમણે વ્યવહારપક્ષ ઉપર ટીકા કરતાં ઘણું કડવા શબ્દોથી લખ્યું છે જેમ કરવાને એમને શું કારણ હશે તે તો એ પિતે નાણે; પરંતુ અભિમાન એમણે કર્યું છે એ વાત કબુલ કરીએ, એમનું સંસ્કૃત જ્ઞાન એમના ટીકાકારે “ હિતેચ્છુ ” અને “૬ ગુજરાતી ” કરતાં ઘણું ઓછું છે, ને એમનાં સંસ્કૃત ભાષાન્તર વગેરે ભુલાથી ભરપુર છે, એમ કબુલ કરીએ, તોપણ એથી કરીને એમરો જે નિર્ણય બતાવ્યા છે કે વિચાર એજ લખાણમાં પ્રધાન છે, ભાષા નહિ, અને યોગ્ય અધિ. કારીને ઉદ્દેશી વિચારને પૂર્ણ પણે વર્ણવી નવા વિચાર આપતાં સંસ્કૃત કે નહિ સંસ્કૃત જે ભાષા વાપરવી પડે તે વાપરવામાં બાધ નથી, ને તેજ યથાર્થપક્ષ છે, એ નિશ્ચયને શા બાધ આવે છે તે હું બીલકુલ સમજી શકતા નથી. અને ખરેખર એમણે યથાર્થ પક્ષમાં જે નામ ગણ્યાં છે તે જોતાં પણ આ એમની દલીલ મને મજબુત લાગે છે. કવિતાની બાબતમાં જે ઇએ તે પ્રાર્થનામાલા, કુસુમમાલા, કલાન્તકવિ, કુંજવિહાર, પ્રેમજીવન, એની બરાબર અવાંચીન ગુજરાતી લેખક અને મી. મણિલાલના ટીકાકારે બીજું કશું બતાવી શકશે ? ભાપાન્તરમાં જુઓ તે મુદ્રારાક્ષસ, કાદંબરી, ભગવદગીતા, અમરુશતક, ગીતગોવિન્દ, જેવું કાંઈ બતાવી શકશે ? ગાથાઓમાં જુઓ તે સરસ્વતીચંદ્ર કે ગુલાબસિંહ જેવું કાંઇ ઉપજાવી શકછે ? માસિકપત્રમાં જુઓ તે ભારતીભૂષણ કે સુદર્શન જેવું કાંઇ ચલાવી શકસે ? નવીન વિચારવાનું પુરું પાડનારાં ગ્રંથામાં જુઓ તો સિદ્ધાન્તસાર કે પ્રાણુવિનિમય, કે કેળવણીના ઇતિહાસ, કે ચેતનશાસ્ત્ર જેવું એક પણ દેખાડી શકશે ? બુદ્ધિપ્રકાશ કે જ્ઞાનસુધામાં આવતા lahani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી, 25/50