પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, અતિશય ચંચલ, અને અનિશ્ચિત દશા ભોગવે છે તેનું કારણ શ્રદ્ધાની દઢતાનો અભાવ છે. કમ તથા ઉપાસનાથી મલ વિક્ષેપ દૂર થતાં સ્વચ્છ અને સ્થિર એવા અંતઃકરણરૂપી કાચમાં તુરત આત્માનું પ્રતિબિંબ પડે છે, ચૈતન્યનું ભાન આવે છે, અને વિવેકનો ઉદય થાય છે. આમા અને અનાત્મા અથવા ચેતન્ય અને જડ તેના આ પ્રકારે વિવેક થયે એટલેજ થયું એમ ન જાણવું; આવા વિવેકને આત્માનામવિવેકજ કહે છે, જડચતન્ય વિવેક કહેતા નથી, જડચતન્ય શબ્દો તો આપણે સ્પષ્ટતાને અર્થે વાપર્યો છે. આમાં શબ્દનો અર્થ જૈતન્ય તો ખરા, પણ એમાં પ્રત્યેક વ્યષ્ટિશ્ચતન્ય અથવા અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય ( ફૂટસ્થ ) જે એક એક વ કહેવાય છે તે અર્થ ને પણ ભાસ છે; અને આમાં જે સ્વશરીરથ સાક્ષી તેના કશા પ્રકારના ભેદ નથી, જે આતમા એક શરીર અંતઃકરણદિને પ્રકાસે છે તેજ અન્ય શરીર અંતઃકરણાદિને પ્રકારો છે, જે રીતે પ્રકારો છે, તેજ રીતે પ્રકાસે છે એ નિશ્ચય વિચાર કરવાથી થઈ શકે છે. એ આત્મવિવેક થયો. અનામવિવેક એ છે કે આવા સર્વત્ર એકરસ એકરૂપ સાક્ષી કરતાં વિવિધ ભેદ ઉપજાવનાર, વિવિધ નાનાત્વના વિસ્તા૨ કરનાર, જે શરીર ઈદ્રિય અંતઃકરણાદી તે બધાં આભા નથી, પ્રતિશરીરભિન્ન છે, અને અનિત્ય તથા વિકારી છે એમ સમજાઈ નિશ્ચય થશે. આ પ્રકારે આત્માનામવિવેક થવાથી આ ભભાન વૃદ્ધિ પામે છે, અનામભાન ઓછું થતું જાય છે, જેટલી જેટલી પ્રવૃત્તિ-કાયિક વાચિક માનસિક-થાય છે તેમાં આત્મા ઉપર લક્ષ રહે છે, અનાત્મા ગાણુ થઈ જાય છે. અનાભાના વિકારથી થતાં દુ:ખકલેધાદિ પણ અનિત્યના અનિત્ય ધર્મરૂપે સમજાઈ પ્રથમના જેટલી તીવ્રતાથી હૃદયને ચલાવી શકતાં નથી; અને રમ અંતઃકરણની ચંચલતા ન્યૂન થતે તે જ્યારે એકાગ્રતાનો ક્ષણ આવે છે ત્યારે ત્યારે આત્માના આનંદ સ્વરૂપનું પ્રતિબિંબ એકાગ્ર અંતઃકરણમાં પ્રકારો છે, અને કાંઈક ઝાંખા સરખા પણ આત્મસાક્ષાત્કાર થાય છે, સુખમાત્ર અંતઃકરણની એકાગ્રતાથી આત્માના માનંદનું તેમાં પ્રતિબિંબ પડવાથીજ અનુભવાય છે, અને વિષયાદિને વિષે સુખ છે એમ કહેવાને પ્રચાર તે એક આરોપ માત્રજ છે, એવો અનુભવ આવવા લાગે છે. - વિવેકેદયના આરંભે અનાત્મા ગાણ થતાં કવચિત ક્વચિત અંતઃકરણ સ્થિર થતું જાય છે, એકાગ્ર થતું જાય છે, ત્યારે આત્મસાક્ષાત્કાર અનુભવાય છે; પણ તે એક વીજળીના ચમકારા જેટલી વાર પણ ટકતા નથી; એક નિમિષમાત્ર એમ લાગી આવે છે કે જ્ઞાતા જ્ઞાન-ય-ત્રિપુટીમાત્ર-કાઈ એકત્વના એકરસમાં ઓગળી ગઈ છે, અવર્ય એવા પરમ આનંદની, ઉન્મત્ત જેવા ઉલ્લાસની, પ્રાપ્તિ થઈ છે. પણ આવા અનુભવે એક નિમિષમાત્રજ રહે છે. મહાટા મોટા મહાત્માઓ પણ પિતાની અભ્યાસદશામાં આવા અનુભવોની વિરલતાજ જણાવે છે. પરંતુ સાધકને આ માર્ગ માં શકા, કલેપ, દુ:ખ, લાગતાં હોય, અનેક વર્ષો પત આ માર્ગનો વિચાર અને આચાર કરતાં પણ પ્રત્યક્ષ ફલ પ્રાપ્ત ન થવાથી મનમાં નિરાશા આવતી હોય, તો તે સર્વને મટાડનાર, ઉત્સાહ વધારનાર, અને માર્ગ બતાવનાર આ ક્ષણિક અનુભવેજ છે એમ જાણવું. અતિ વિદુર આકાશપ્રદેશમાં ચળકતા, વખતે વાદળાંથી, વખતે જેનારની સ્થિતિના બદલાવાથી, દૃષ્ટિબહાર જતા રહેતા, એ એક ઝીણો તારે છે; અનેક વહાણા એના ઉપર દૃષ્ટિ રાખીને સંસારસમુદ્ર તરી જાય છે. એક વાર એનું દર્શન થાય એટલે એ દર્શનની દિશા ચૂકવી નહિ, એક વાર, અનેકવાર, ચેત થતે સતત દર્શન andinn Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14/50