પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગધાવલિ. મકરંદ ”ની સહીવાળા કાળાદિ ચર્ચાના વિષયે લખી શકશે ? વડોદરામાં સ્થપાઈ આખી દુનીયામાં સર્વત્ર પ્રખ્યાત થયેલા કલાભવન જેવું કે ત્યાંજ ઉદ્ભવેલી સયાજ્ઞાનમંજુષા જેવું કાંઈ વિચારી શકો ? એ બધું એક બાજુએ રાખતાં પણ જે ઊઠતપક્ષ આ યથાર્થ પક્ષનું બીજ વાવનાર રૂપે મી. મણિલાલે માન્ય છે તેમના જેવું પણ કાંઈ જણાવી શકશે ? નર્મકવિતા, કે નર્મગદ્ય; કરણઘેલો કે ઈગ્લાંડના પ્રવાસ; લાયબલકેસ કે ડાંડીયા; ધર્મવિચાર કે સુધારાના ઇતિહાસ, એવું કશું દેખાડી શકશે? એમને મુકી મી. મણિલાલ જેને પ્રાચીન પક્ષ કહે છે તેને લે તે ત્યાં પણ અસ્તેય, વિચારસાગર, મનુસ્મૃતિ, શાકુંતલ, લલિતાદુઃખદરક, આદિ એવાં છે કે જેની બરાબર મી. મણિલાલના અત્યારના ટીકાકારો પાસે કશું નથી. બુહકાવ્યદેહને ને પ્રાચીનકાવ્યના ત્રીશ ચાલીશ ગ્રંથે, અરેબીયનનાઈટ અને ગર્ધવસેન તથા બે બહેનો, એકાદ વ્યાકરણ કે હિંદુ અને બીટનીઆ અથવા ભાગવત રામાયશુદિ ભાષાન્તર કેમ ભુલી જવામાં આવે છે ? પણ હું એમાનું કશું ભુલી જતો નથી; જેટલાં ભાષાન્તરે છે તે કોઈ શાસ્ત્રીઓએ કરેલાં છે, કાવ્યદેહનો ને પ્રાચીનકાવ્યમાળાઓથી એક સંગ્રહ થાય છે તે ઠીક છે એ કરતાં વધારે સંતોષ ભરેલા અભિપ્રાય, અભિપ્રાય આપવાની યોગ્યતા ધરાવનાર કોઈએ આપેલ નથી; એ વિનાનાં અન્ય પુરતકામાં નવું વિચારવાનું મળે તેવું કાંઈજ નથી, માત્ર સારી રીતે અમુક હકીકતોનો સંગ્રહ કરવાની મહેનત કરેલી છે. તો વ્યવહાર પક્ષનાં અને યથાર્થ પ્રાચીન તથા ઉદ્ધત પક્ષનાં કામ સર્વ આગળ વિદ્યમાનજ છે, અને રા. નવલરામભાઈવાળા વિવેચકપક્ષની યોગ્યતા તો કોઈને પણ અમાન્ય નથી. આવી રિથતિ છતાં મી. મણિલાલ જેને યથાર્થપક્ષ કહે છે તેને ખોટો પાડવાની જે પ્રવૃત્તિ હાલ થાય છે તે કેવી રીતે સફલ થશે એ જોવાનું છે. હાલ તુરત તા મી. મણિલાલમાં અમુક દોષ છે ને એમને આટલું ઓછું આવડે છે કે વધારે આવડે છે એ બતાવવાની નકામી માથાકુટ ચાલે છે, પણ તેથી આખી તકરારનો જે પાયા છે તે જરા પણ ડગતા હોય એમ લાગતું નથી, અને મી. મણિલાલ પણ એવી અંગત તકરારની આ પ્રસંગે ઉપેક્ષા કરે તે યોગ્ય જ ગણાય. યથાર્થપક્ષવાળા જ્યારે વિચારને પ્રાધાન્ય આપે છે ને ભાષાને ગાણુ માને છે ત્યારે નવાવિચારો પૂરા પાડતાં તેમને જ્યાંથી જોઈએ ત્યાંથી તેઓ ભાષા લે છે, તે વિશે સંસ્કૃતનો આશ્રય કરે છે. અને હું પુછું છું કે કાણુ એમ નથી કરતુ' ? સેક્ષન સાથે લેટિનનો સંબંધ ખેાળાવવાની ભલામણ કરનાર “ ગુજરાતી ” પણ સંસ્કૃત શબ્દો વાપરવાને કેટલું આતુર છે ? પણ તે વાપરવામાં વારંવાર કેવી હસવા જેવી ભલે કરે છે એ વાત તેની અને રેબીયનનાઈટ, હીદ અને બ્રીટેનિયા, કાવ્યદેહન વગેરેની તપાસ કરતાં “ પ્રિયંવદા'માં બતાવાઇ ગયેલી છે, તેમ તેમના પેપરમાં દર અઠવાડીએ જણાય છે. વ્યવહારપક્ષના હાલના અને ગ્રણી મી. હરગોવનદાસ પાંચાલી પ્રસાખ્યાનની પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે પ્રેમાનંદનાં વખાણું કરે છે કે તેણે ગુજરાતીને સંત જેવી કરવા યત્ન કર્યો તે બહુ ઉત્તમ કામ કર્યું છે. પોતે તે કામને પસંદ કરી પ્રસ્તાવનામાં તથા ટીકામાં અનેક ભારે સંસ્કૃત શબ્દ વાપરે છે ને કેટલાક પ્રયાગમાં ગાથાં પણ ખાય છે. ત્યારે યથાર્થપક્ષવાળા જે કહે છે કે નવા વિચારે દ. શૉવતાં સંસ્કૃત શબ્દો લેવા પડે છે તે વાત ખોટી નથી એટલું જ નથી, પણ સંસ્કૃત શબ્દ વાપરવાની મરજી તો યથાર્થપક્ષને વખોડનારાને પણ ઘણી જગ્યાય છે એટલુંજ આ ઉ. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50