પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/02 ૬૨૮ સુદર્શન ગદ્યાવલિ, તો બહુ જોસથી ઉક્ત ભ્રમને આધીન રહી લખાણ ચાલતું હતું', કોણ જાણે શા કારણથી અધવચજ બંધ રહી ગયું; સમાપ્તિએ પહોચ્યું જ નહિ. એકાદ પ્રસિદ્ધ સાક્ષર હવણાં પણ, એ, પક્ષપાતી છતાં અધવચજ તૂટી પડેલા લેખને અમને ડર બતાવતા હતા; એમ કેઈ કાઈ સ્થાને હજી પણ આ ચુસ્યોના પ્રતિધ્વનિ દીઠામાં નથી આવતા એમ નથી. આવા સમયમાં ‘ જ્ઞાનસુધા' જેવાં કેટલાંક સાક્ષરાધીન પાએ અમને થોગ્ય ન્યાય આપવા પ્રયાસ કર્યો હતો એ પણ કહેવું જોઈએ, અને તેવા લેખકોનો ઉપકાર માનવો જોઈએ. મને લાગે છે કે એ કંટાળી હવે શમી ગયા છે; એવા વંટાળીઆથી જે સાધવાનું" હશે તે ઇષ્ટ કે અનિષ્ટ એવા કોઈ પણ પરિણામને પહોચી ચૂક્યું છે; રાગદ્વેષની ભ્રાન્તિએ હવે આપણને અવળા તાણી જાય એવા સંભવ નથી. ત્યારે શાન્ત ચિત્તે, નિષ્પક્ષપાત બુદ્ધિથી એકાય મને, આપણે આ વિષયનું પુનરાવલોકન કરીશું ? આરંભેજ કહેવા દે કે કેમને પણુ અન્યાય આપવાની મારી રુચિ નથી, મારી બુદ્ધિના દોષથી ન્યાય અન્યાયમાં જે અન્યથા થાય તે વાચકવર્ગની પરીક્ષામાં યથેચ્છતાને પ્રાપ્ત કરી શકશે. આવી ચર્ચામાં ધણા લાભ છે તેથીજ મારા ઉપર જે આક્ષેપ થાય તેમને પણ સહન કરીને હું' એમાં ઉધત છું. ગુજરાતના અર્વાચીન લેખક વર્ગના મેં પાંચ વિભાગ પાડયા હતા; (૧ ) વ્યવહાર, (૨ ) ઉદ્ધત, ( ૩ ) વિવેચક, (૪) પ્રાચીન, (૫) યથાર્થ. આ વિભાગ પાડવાનો હેતુ ઘણેક સ્થલે અન્યથા સમજાય છે, માટે તેને પુનઃ કહી બતાવવા યોગ્ય લાગે છે. જે નામ પાડ્યાં છે તે વિચાર અને વિચારદર્શક ભાષા જે ઉભય મળીને શૈલી-ઇબારત-ઈત્યાદિ નામે કહેવાય છે તેને અનુસરીને પાડયાં છે. કેવલ વિચારનેજ આગળ રાખીને કે કેવલ ભાષાને આગળ રાખીને એ નામ પાડયાં નથી; તેમ એવાં નામેામાં કોઈ જાતની અવગણનાને આશય નથી, વ્યવહાર એ નામથી કોઈ જાતની અધમતા કે ઉદ્ધત એ નામથી કોઈ જાતની અનીતિમયતા કે યથાર્થ એ નામથી બીજા બધા ચારે વિભાગ યથાર્થ એ આશય ધારીને આ નામે પાડવાં નથી. આ નિષેધ સ્પષ્ટ રીતે કહી બતાવવાનું કારણ એ છે કે આ નામના એવા કપિત અર્થો કરી તેટલા ઉપરથીજ લખનારને અનેક દૂષણો આપવા ઘણાક પંડિતમને નીકળી પડ્યા હતા. તે સમયે ઝનુનમાં તેમ થયું હશે, પણ તેના તેજ પંડિતાના પાછળના લેખામાં તેનાં તે કે તેવાજ અર્થવાળાં નામે તે તે વર્ગને લગાડેલાં અમેએ જોયાં છે, જેથી એ વિષયમાં અત્ર આટલાજ ખુલાસા પૂર્ણ થશે. e વિભાગના હેતુ ભાષા અને વિચારના એકત્ર વ્યાપારરૂપ જે રશૈલી તેને માન્ય છે. વિચાર ગમે તે હોય પણ સાદી કે અધરી કે સામાન્ય કે અમુક ભાષામાં તેને લખી શકો હોય લખી શકાય એવી જે વાત આપણા કેટલાક સાક્ષાના માનવામાં છે તેનો અસ્વીકાર જણાવવાને માટેજ શૈલીનું લક્ષણ વિચાર અને ભાષાના એકત્ર વ્યાપારરૂપ માન્યું છે અને તેને વિભાજકધર્મ ઠરાવ્યું છે. અમારું માનવું એમ છે કે વિચારવ્યાપાર પ્રથમે; પછી તેને માટે ભાષા યોજાય છે એવું માનનારને લખવાનો પરિચય જ નથી. પ્રત્યેક જાતના વિચાર માટે ભિન્ન ભિન્ન ભાષા છે. પ્રત્યેક વય માટે ભાષા છે, પ્રત્યેક સ્થાન માટે ભાષા છે; કિંબહુના તેતે વિચાર તેતે ભાષાઢારાજ બાલનાર કે લખનારના મનમાં ઉદય પામે છે. એટલે વિચારનું સ્વરૂપ લક્ષમાં ન રાખતાં દેવલ ભાષાનાજ આગ્રહ લેઈ બેસ કે સહેલું લખે અથવા સંસ્કૃત વાળ લખે તે ઉભયે દેષ છે. એમાંથીજ વ્યવહાર અને પ્રાચીન પક્ષને ઉભવ છે. ગ્યવહારુપક્ષવાandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 250