પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૂજરાતના લેખકે, ળા વિષયના આર્થિક સ્વરૂપને ગૈાણ કરી નાખી તેને દર્શાવવાની ભાષા સરળ હોવી જોઈએ એવો આગ્રહ કરે છે; પ્રાચીનપક્ષવાળા વિષયના આર્થિક સ્વરૂપને મુખ્ય માની સંસ્કૃતેતર શબ્દોથી અભડાય છે. ઉભયે પક્ષમાં આવા દોષનો અંશ છતાં સત્યને પણ ઘણે અંશ રહેલા છે, જેને અમને અસ્વીકાર નથી. કઠિનમાં કઠિન વાતને પણ વ્યાવહારિક રીતે દર્શાવી શકાય એ, તે વાતને સારી રીતે સાનુભવ સમજ્યાનું પરિણામ છે, અને તેજ ઈષ્ટ છે; પણ તેટલા ઉપરથી એમજ માનવું કે ગમે તેવી વાત પણ તેની તેજ સરલ ભાષામાં આવવી જોઈએ, રસૈફ અને ઘર તેમ તત્વશાસ્ત્ર અને રસાયન સર્વેને એના એજ દાળ, ચોખા, તપેલી, હાંલી, ગોદડાં, પાટલા ને ખાટલા એવા શબ્દોથીજ દર્શાવવાં જોઈએ તે ભુલ છે. પ્રાચીન પક્ષમાં સંસ્કૃતેતર શબ્દોના અનાદરથી મોટો લાભ એ છે કે ગહન વિષયની જે પરિભાષા છે તે સચવાઈ રહે છે અને આપણી સમજના ભ્રમથી તે વિષયને કદાપિ પણ ક્ષતિ થવાને પ્રસંગ આવતા નથી, પરંતુ સર્વે વાતને અવચ્છેદ્યાવચ્છેદકથી દર્શાવવાનો આગ્રહ કર એ ચેખી ભુલ છે. ઉદ્ધત પક્ષ એ વિભાગ પ્રાયશઃ તે વર્ગના લેખકની શૈલી કે જેમાં વ્યાવહારિક એટલે દેશકાલાનુસાર કરતાં ભિન્ન વિચારે અને તેવીજ ઉછળતી ભાષાનો મુખ્ય વ્યાપાર હતો તેને અને નુસરીને પાડ્યો છે. એ વર્ગના લેખકની કૃતિ રીતિ કે નીતિ ઉપર લેશ પણ ઈશારો નથી. એ પક્ષથી સ્વાતંત્રય અને અનુકરણ રહિત પ્રતિભાનાં બીજને પુષ્ટિ મળી છે એ લાભ સ્પષ્ટ છે; વિચારની મર્યાદા યથેષ્ટ ન હોવાથી અન્યથાગ્રહણ થયાને લીધે એ પક્ષે અનેક જનાનાં મન શિથિલ કરી નાખી આચારમાં હાનિ કરી છે એ પણ સ્પષ્ટ છે. વિવેચક પક્ષ સર્વથા ઇષ્ટ હતા, પણ તે આજકાલ નહિ જેવો છે. છેલો જે યથાર્થ પક્ષ તેનું નામ પાડવામાં તે પક્ષવાળા જ યથાર્થ એટલે વસ્તુમાત્રના સત્ય નિશ્ચયને પહોચી ગયા છે એમ કહેવાને લેશ પણ. - આશય નહતા ને નથી. જે અર્થ હોય તેવી ભાષા સ્વાભાવિક રીતે જ થાય એટલેજ અર્થ “ યથાર્થ ' એ નામથી વિવક્ષિત હતા અને એમાં પ્રાચીન કે વ્યવહાર કે ઉદ્ધત કોઈના આગ્રહ નથી એજ જણાવવાનો ઉદ્દેશ હતા. આ પ્રકારે આ નામે યોજ્યાં છે, અને મારા સમજવા પ્રમાણે એ નામની ઘણે ભાગે સાર્થકતા ને યોગ્યતા છે. એ વિભાગ કરવાથી લાભ નથી ઉલટી દ્વેષ વધે છે એમ કોઈ કોઈ લેખકોએ માન્યું હતું તે વિશે કહેવું જોઈએ કે એમાં સારા સાક્ષરો દ્વેષ કરેજ નહિ; અને લાભ તો સ્પષ્ટજ છે કે પોતપોતાની શૈલીનેજ ઉત્તમ માની લેઈ અન્ય શૈલીમાત્રને તિરસ્કાર કરવાનું જે બાલચાપલ કેટલાક લેખકોમાં જણાય છેતેનો ધીમે ધીમે અરત થાય. માણસને ઘણામાં ઘણુ ગુણકારી ઓશડ તેજ થઈ પડે છે કે જે તેને પિતાના સ્વરૂપ અને સ્થિતિનું ભાન કરાવેઃ એ એશડ ઘણુ કરીને કડવું જ લાગે છે, અને પાનારને ગાળા અને તિરસ્કાર વિના બીજું મળતું નથી; તથાપિ એથી લાભજ છે, હાનિ નથી. પોત પોતાના વિષયમાં લેખકમાત્ર પ્રવર્તે અને તે વિષયને જે ઉત્તમાંશ હોય તેને ખીલાવે તે સહજે તેમાંથી યથાર્થપક્ષ ઉભળ્યા વિના રહે નહિ; પિતાનું જ ઉત્તમોત્તમ માની અન્યને હલકા ગણવામાં તે ઉત્તમતાનો નિર્વાહ માની લે ત્યારે તે તેવા જનોને બતાવવું જોઈએ કે તમે બીન ઉપર પથરા કછો પણ તમારું નિવાસસ્થાનજ કાચનું બનેલું છે. વ્યવહાર પક્ષવાળા કઠિન વિષયોને પણ પરિપૂર્ણ અભ્યાસ કરી તેને થઈ શકે તેટલી સરલ શૈલીથી દર્શાવવા યત્ન કરે, ઉદ્ધત પક્ષવાળા સ્વાતંત્રયથી anahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50