પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - સુદર્શન ગદ્યાવલિ, વિવેચક' ના લખનારને વિષયનું સ્વરૂપ કે તેનો ઉદ્દેશન સમજાયું નથી એટલું જ નહિ પણ તેણે પોતાને અનુકુલ ન હોય તેવા ભાગના અમારા લેખમાંથી એકજ ત્યાગ કર્યો છે, કેવી શૈલી ઉત્તમ એ નિર્ણય તે કરવાનાજ છે, પણ જે વસ્તુ ઉત્તમ હોય તે એકજ હોય છે, એક કરતાં વધારે હોતી નથી એ વાત લક્ષમાં રાખતાં, તથા ઉત્તમ કરતાં ઉતરતાકે જુદા એવા પણ ઘણા પ્રકાર હોય છે તે વાત પણ લક્ષમાં લેતાં, અમે યથાર્થ પક્ષને ઉત્તમ માની બાકીના વર્ગમાંથી પણ યથાર્થ પક્ષ ઉપર શી રીતે જવાય તે બતાવી, સર્વ પક્ષની યથાયોગ્ય વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા ઉપર ‘ વિવેચક” ના લખનારે ધ્યાન આપ્યું નથી, અને ઉત્તમતાનો નિર્ણય થીજ અશકય છે, બધુ ચિચિય છે, માટે ચચોજ વ્યર્થ છે, એવી વિતંડાનો આશ્રય કરવામાં ઢંતાર્થતા માની છે. પોતાને સામાના ઉપર આક્ષેપ કરતાં સરલ પડે એટલા માટે કેટલાક અંશે ઉપર આંખમીચામણી કરી જવાના વિવેચક ને પરિપાટજ પડી હોય એમ લાગે છે. એજ માર્ચ માસના અંકમાં ‘‘આપણા વાચકવર્ગ ” એ વિષય સુદર્શનમાં ચર્ચાય છે “ અભ્યાસ ” એવા મથાળાં હેથળ • ધમ :’ વિષયમાં જે લેખ ચર્ચાય છે તેના ઉદેશથી એ વિષય લખાયા છે, પણ તેનું દુર્લક્ષ કરી, તે ઉપર ગમે તેવી અસ્તયરત વિતંડા વિસ્તારી. એ વિષયના ઉદ્દેશ અને હેતુ ન સમજી, વિવેચક પિત.ની બુદ્ધિના દોષ ભેગા પિતાની દૃષ્ટિના દોષ પણ પ્રસિદ્ધ કરે છે; કેમકે એ લેખમાં સ્પષ્ટ રીતે “હું આચાર્ય થવા ઇરછતા નથી, મારામાં આવી યોગ્યતા પણ નથી, મને સર્વની સાથે રહીને અભ્યાસ કરવો ગમે છે, કાઇથી છૂટા પડીને ઉભા રહી મને અભ્યાસ કરો ગમતા કે ફાવત નથી ” એ અને એવી મતલબનાં અનેક વચના છતાં તેઓ એવી મતલબનું લખે છે કે “ સુદર્શનકાર હવે આચાર્ય થવા ઈચ્છે છે ” આટલાથીજ સંતોષ ન માનતાં તેમની પ્રકૃતિ પ્રમાણે ‘ આચાર્ય' ના ઉપર બેચાર ગાલી પ્રદાન પણ કરી લે છે, આચાર્ય થવાની ઇચ્છાનો દોષ અમારા ઉપર એટલાજ માટે આવ્યા છે કે અમે વાચકોને ‘ઉનતજીવન શીખવવા યત્ન કરવા માંડયો છે.' વિચાર અને લેખકની પ્રવૃત્તિ ઉન્નતજીવન શીખવવા માટે નહિ તે શાને માટે છે એમ વિવેચક માને છે ? આ પ્રકારે જન્મતાની સાથેજ નબળી બુદ્ધિ ભેગી નબળી દૃષ્ટિના રોગથી પણ આ બાલક પીડાતું જણાય છે એ દયાપાત્ર દશા છે.

  • વિવેચક ' ની વિતંડાથી ભ્રમમાં ન પડતાં, ગૂજરાતી' ના તંત્રીએ જે વિદ્વાનોને ગુજરાતના લેખકે ” નો વિષય ચર્ચાવાનું નિમંત્રણ કરવામાં અમારી સાથે એકમત દર્શાવ્યું છે તેને સહેદાએ અવશ્ય લક્ષમાં લેવું એવી પ્રાર્થના છે.

જુલાઈ–૧૮૮૬ ક્ષુદ્ર લેખકો. (૧૪૪) (મળેલું. ) મેહેરબાન સુદર્શનના તંત્રીસાહેબ, - ગુજરાતના લેખકો ઉપર આપનો લેખ વાઓ તે વખતથીજ મને લાગ્યું ઉતું કેક્ષુલ્લક લેખકોને આત્મસ્વરૂપનું ભાન કરાવવાને આપે જે પ્રયાસ આદર્યો છે તે કદાચ નિલ થશે. ક્ષુલ્લક લેખકોના બાહુલ્યથી સારા વાચકોને જે વિષાદ થવો જોઈએ તે પ્રગટ કરીને Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50