પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - ક્ષદ્ધ લેખકે. ૬૩૩ આપે માત્ર તે બધાના અંતઃકરણની વૃત્તિનેજ ઉદ્ગાર આપે છે; અને વાચકવર્ગને લેખન ‘ગારવ શું છે તે બતાવીને આપે ઉપકૃત કર્યો છે. વાચકવર્ગની રસાભિજ્ઞતા અને સત્ર્યદિવેકબુદ્ધિ એ લેખથી જેટલે અંશે સાંકારિક થાય તેટલે અંશે તે સફળજ છે. ક્ષુલ્લક લેખકે પિતાને સુધારવાની તો આપને કદાચ આશા પણ નહીં હોય, તેથી તેમાં નિષ્ફલતા થઈ હોય તો શોચનીય પણ નથી. આતમજ્ઞાન ખરેજ સર્વથી વિરલ જ્ઞાન છે. આપના લેખમાં ક્ષુલ્લક લેખકોના બાહુલ્ય સંબંધી વિષાદના ઉદ્ગાર ઉપરાંત પ્રચલિત “ તળપદી' શૈલી ઉપર આક્ષેપ પણ હતો. આપે બતાવ્યું હતું કે એ શૈલી ઘણે અંશે સંસ્કૃતના આછા જ્ઞાનનું અને થોડે અંશે વિચારતા લાધવનું પરિણામ છે. આથી એ શૈલીના લેખક અને હિમાયતીઓને બહુ ખાટું લાગ્યું હોય એવું દેખાય છે. ખાટું લાગે તેમાં વિ. સ્મિત થવા જેવું કશું નથી. પણ તળપદી શૈલીના હિમાયતીઓ અને ક્ષુલ્લક લેખકે વચ્ચે કેટલો થોડો અંતર છે એ આપના લેખ ઉપર થએલી કેટલીએક ટીકાઓ ઉપરથી બહુ સારી રીતે પ્રદર્શિત થાય છે. ક્ષુલ્લકતા એ કંઈ અજ્ઞાનનું જ પરિણામ છે એમ નથી. ઉદાહરણ તરીકે, ૯ મી ઓગઅને હિતેચ્છુનો લખનાર કોઈ અંગ્રેજી ભણેલો લાગે છે, તેની થોડી ઘણી વાતો ખરી પણ છે; તોપણ એકંદરે લખનાર ક્ષુલ્લક લેખકોના વર્ગમાં આવે એવાં ચિહે છે:-“ પ્રાસાનુપ્રાસ એ લખાણુને શોભાવનાર ભૂષણ છે. અને તે મેળવી કોઈ માણસ પોતાની કાવ્યશક્તિ બતાવવા યત્ન કરે તેમાં શું ખોટું ? ” “ બજારમાં સારા માલ સધળે પોસાય છે. ખરા ઉપયુક્ત લખાણુના ભાવ કઈ ન પુછે તો સમજવું કે તે ઉપયુક્ત લખાણુજ ન હોવું જોઈ. એ !”- “ સગુણી સ્ત્રી હોવા છતાં તે કાણી કુબડી બેરી બાબડી કે લુલી લંગડી હોય તે તેને ધણી ના પણ મળે, તેમાં બીજી પતિ મેળવનાર સ્ત્રીઓનો દેષ શે ? ” લખનારે વિચારવું જોઈતું હતું કે બજારમાં માલ વેચાય તે ઉપરથી તે ગ્રાહકોને ગમે છે એટલું જ સિદ્ધ થાય; માલ ગ્રાહકોને લાભકારક છે એવું સિદ્ધ ન થાય. અમુક જાતને દારુ પુષ્કળ ખપે તેથી લોકોને તે લાભકારક છે એમ સિદ્ધ ન થાય. લખનારના પિતાનો લેખ પતાને અને મિત્રોને ગમે તેથી તે ક્ષુલ્લક નથી એમ સિદ્ધ ન થાય. સદ્ગુણી પણ કુરૂપ સ્ત્રીના ઉદાહરણની લઘુતા તે પ્રત્યક્ષ છે. e આગળ ઉપર લખનાર ગ્રેજ્યુએટેના કરતાં ટ્રેનિંગ સ્કૂલના જુવાનિયાઓને ભાષાના સંબંધમાં ચડતી પદવી આપે છે, એ જુવાનિયાઓના શિક્ષકે બહુધા ગ્રેજયુએટ અને અંડર ગ્રેજ્યુએટેજ હોય છે, એ ભૂલી જાય છે, અને અપવાદમાં રા. ઈચ્છારામ સૂર્યરામનું નામ રા. નરસિંહરાવની સાથે જોડે છે ! રા. નરસિંહરાવનું મહદ્ભાગ્ય ! | હિતેચ્છુના લેખકે જે જરા વિનય રાખ્યો હોત, અને ગંભીરતાથી બતાવ્યું હોત કે મુદ્રારાક્ષસ અને ઉત્તરરામ ચરિતનાં ભાષાંતરે-અતિ સંસ્કૃત હાઈને સાધારણ વાચકવર્ગને દુર્ગમ્ય છે, તે તેના વિચારને અનુમોદન આપવાનીજ ફરજ રહેત. બેશક, મેરાતુલ અરૂસ અને તાબેહનસૂડના ભાષાંતરકર્તાએ સરલ શૈલીથી એ પુસ્તકે સ્ત્રીઓ પણ વાંચી શકે તેવાં કર્યો છે પણ ઈર્ષ્યા અને દુરાગ્રહથી અંધ થયા વગર એમ તે કેણુ કહી શકે કે “ શેઠ સોરાબજી શાપુરજી બંગાળી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, અને મિ. કામ્રાજી વગેરે ધણા પારસી લેખકાએ ગુજરાતી ભાષાની જે સેવા બજાવી છે તેને દશમે અંશે પણ યથાર્થપક્ષ-ખરૂં' કહીએ તો sanani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50