પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૩૪ સુદર્શન ગદ્યાવલિ અયથાર્થ પક્ષ બજાવી શકનાર નથી ! ” વળી જેને જરા પણ વિવેક હોય તે કો વાચનાર નિરર્થક પ્રસંગે અને શિથિલ કલ્પનાશક્તિથી સ્થલે સ્થલે દૂષિત થએલા કરણઘેલાને કઠિન ભાષામાં પણ સમર્થ કલ્પનાશક્તિ અને ગંભીર વિચારથી લખાયેલા સરસ્વતીચંદ્ર ઉપર મૂકવાનું પ્રાગ૯ભ્ય કરે ? સરસ્વતીચંદ્રની ભાષા કઠિન છે એ માન્ય છે, પણ તે “શુદ્ધ ગુર્જર ગિરા ” નથી એમ કહેનારને “ શુદ્ધ ' શબ્દનો અર્થ પાઠશાળામાં જઈને શીખવાની જરૂર છે. પણ આ વિષય શરૂ કરવામાં મારે હિતેચ્છના લેખકની કે તારીખ ૧૪ સપ્ટેમ્બરના “ સમશેરબહાદરે’ તેની નકલ કરી છે તેની ક્ષલકતા બતાવાનો નથી. મને બીજા બધા વાચકોની માફ ક, એવા લેખકનું બાહુલ્ય કયે પ્રકારે અટકે તેનીજ ચિંતા છે. ' એક તરફથી એમ કહી શકાય કે આ સ્વતંત્ર જમાનામાં ગમે તે માણસને ગમે તે લખવા અને છપાવવાનો હક છે, અને બેશક મૂર્ખતા એ કંઈ પાપ નથી. બીજી તરફથી સાહિત્ય જેવી નિર્દોષ બાબતમાં તરુણ વર્ગને કાલક્ષેપ થાય તેમાં ફિલસુફને ઈટાપત્તિજ છે. મને તો એમ લાગે છે કે શુદ્ર લેખકેનું બાહુલ્ય એ આપણી ચાલતી કેળવણીનું જ પરિણામ છે. જેમ જેમ લાકોમાં જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તેની છાયારૂપે જ્ઞાન પણ વધતું જાય છે. આશાસ્થલ માત્ર એટલું જ છે કે ક્ષુદ્ર પુસ્તકોની જીવનશક્તિ બહુ ઓછી હોય છે તેથી તે ધીમે ધીમે ઓછાં વેચાતાં જશે અને નાશ પામશે. ઇગ્લાંડ સાથે સંસર્ગ થતાં નવા વિચારો દર્શાવવાને માટે ભાષામાં જે અભિવૃદ્ધિ થવા લાગી છે તે ધીમે ધીમે સામાન્ય જનસમૂહમાં પણ પ્રસરી રહેશે, અને ભાષાકાઠિન્યની ફરિયાદ બે એક જમાના પછી બિલકુલ સંભળાશે નહિ. પચાસ વર્ષ પછી હિતેચ્છુ કે સમશેરબહાદુર જેવાને અંક કોઈ પણ સુજ્ઞ વાંચશે તે તેને લેખકની ધૃષ્ટતાથી આશ્ચર્યજ થશે; કારણ કે જે પ્રકારની ભાષાની તે અવગણના કરે છે તે તે વખતે સર્વમાન્ય થઈ હશે અને જે લેખકો સંબંધી ખરે અભિપ્રાય વાંચતાં તેને ખાટું લાગ્યું છે તેમના લેખો તે વખતે બિલકુલ વેચાતા નહિ હોય. તળપદી ભાષાના દિવસે ભરાઈ ચૂકયા છે, કારણ કે તળપદી ભાષાના દિવસે એ અજ્ઞાનના અને વિચારલાધવનાજ દિવસ છે.

  • * ( ગુજરાતના લેખક ” એ લેખ લખતી વખતેજ અમારા જાણુવામાં હતું કે જે ક્ષુદ્રલેખાને મોટો વર્ગ આપણુ વાચકવર્ગને હાનિકારક થઈ પડે છે તેને ઉધાડે કરવાથી તેને અમે ઘણું જ માર્ડ' લગાડીશુ. પણ જે વાત કરજરૂપે કરવી પ્રાપ્ત થાય તેમાં કોઈને માઠું લાગે કે ન લાગે એને હીસાબ કરવાનું કારણ નથી. વાચકવર્ગને યોગ્ય વિવેક કરી આપવાનું કામ કેાઈએ પણ કરવું જ પડત; અને જે કાઈ તે કરતા તેને અગ્નિ ઉપરથી રાખ ઉરાડવાને ઝુકે મારવાની જરૂર પડત, ને ઉડતી રાખડી શરીર ઉપર કે આખામાં પણ લેવી પડત. એ પ્રસંગ મારે ભાગ પડ્યો તેમાં કાંઈ ગ્લાનિ નથી, કેમકે એમ થશે જ એવું જાણીને આમ કરેલું છે, અને તેની ક્ષુદ્ર લેખકારૂપી રાખ આ પ્રકારે ઉડવા લાગી છે એ જોઈ મને સંતોષ થાય છે. આ બે પત્રના લખનાર જેવા ઉપર દૃષ્ટિ રાખીનેજ ચચો કરેલી છે; અને તેમાં આવા લેખકોના ઉદ્ગારથી ગ્લાનિની અમે જેમ કેવલ ઉપેક્ષા કરીએ છીએ, તેમ આ પત્રના લખનાર જેવા જે ઉત્તમ લેખકેની અમે સેવા બજાવી છે તેમના ઉપકારની પણ અપેક્ષા કરતા નથી. પોતાની ફરજ સર્વેએ કરવી જોઇએ. “ હિતેચ્છુ ” અને “ શમશેરબહાદુર” ના લખાણ ઉપરથી આ પત્ર અમારા ઉપર એક સારા પ્રતિકિત ગ્રેજ્યુએટ તરફથી જે ન આanani Heritage Porta

2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450