પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ઉ૫ થઈ જશે. એક સરલ રેષા ઉપજાવવી છે એમ ધારે. રેષા શાની બનેલી છે ? ઝીણું ઝીણાં બિંદુનીજ રેષા બને છે. આવા ક્ષણિક અનુભવો તે એક એક બિંદુ છે, એવાં ઘણું બિંદુ ભેગાં થવાથી એક આખી રેષા બનશે, રેષા બનતાં આકૃતિ બનશે, ને આકૃતિ બનતાં તમને તમારે પોતાના આત્મા તે આકૃતિમાં દેખાશે. આ રીતે કહેવું છે તે સમજાવવાના એક પ્રકાર છે. વાસ્તવિક વાત એ છે કે મલવિક્ષેપને નાશ થયા પછી જે કર્તવ્ય અવશિષ્ટ છે તે અજ્ઞાનનાશ છે. એ અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. આમાનું આવરણ કરી દેઈ, આત્મા છેજ નહિ, હશે કે નહિ, હાય તાપણુ જણાતા નથી, ઇત્યાદિ કાર્યને ઉપજાવનારી આવરણશક્તિ છે; અને આત્માનું આવરણ થતાની સાથે અનેક શરીર, વિચાર, વ્યવહાર આદિ ભેદમય વિશ્વાકારે આત્માને બતાવનારી જે અજ્ઞાનશક્તિ છે તે અજ્ઞાનની વિક્ષેપશક્તિ છે. વિવેકાદય થતાની સાથે આવરણશક્તિ નિર્બળ પડતી જાય છે, અને જેમ જેમ વિવેકનો પરિપાક થાય છે તેમ તેમ આવરણશક્તિ જ્યારે જ્યારે ખશી જાય છે ત્યારે ત્યારે આત્માનાં પ્રકાશાનંદાદિ સ્વરૂપનો અનુભવ આવે છે. એ અનુભવ ઉપર કહ્યા પ્રમાણે યદ્યપિ ક્ષણિક કે વિદ્યુતપ્રકાશ કરતાં પણ ન્યુનકાલ સ્થાયી હોય છે, તથાપિ વિવેકાદયનું એ સ્પષ્ટ લિંગ છે, અને આખા રાજગાભ્યાસની શ્રેણિનું પ્રથમ પગથીયું છે. જે હદયપ્રાસાદમાંથી તન્મયતારૂપી સ્પર્શ મણિને પ્રાપ્ત કરી વિશ્વમાત્રને તે સ્પર્શાવી એકાકાર એકરસ નિર્વિક૯૫ સ્વરૂપાનુસંધાનરૂપ સુવર્ણ કરી લેવાનું છે તેના દ્વારની એ કુચી છે. ભેદમાત્રને ભસ્મ. કરી સર્વત્ર સ્વપ્રકાશે પ્રકાશનાર જ્ઞાનાગ્નિને એ પ્રથમ ચિનગારે છે. આ પ્રકારે અભ્યાસ કરનારને કોઈજાતના હઠ પ્રકારની અપેક્ષા નથી; યોગમાત્રનો રાજા આ રાજયોગ છે. સિદ્ધિ આદિક જે જે ક્ષુદ્ર વાસનાઓથી જનો યોગાભ્યાસમાં લલચાય છે તેતો આ રાજગની દાસીઓ છે: એકલા વિકાદય સુધી અભ્યાસી આવી શો હશે તે તેટલાથીજ તેને આ વાતની કાંઈક પણ પ્રતીતિ થશે. અણધારી રીતે અનેક વાતો તેના આત્મબલલથીજ સિદ્ધ થતી જણાશે, ને નજીવી જેવી સહજ સહજ વાતોમાં પણ કોઈ નવા ચમત્કાર સમજાશે. કમ ઉપાસનાદિ પ્રકારથી સર્વથા આ વિવેકેદય સુધી આવવું એજ તત્ત્વ છે; એમાં અમુક પંથ, સંપ્રદાયાદિદ્વારા વર્તવાથી લાભ છે કે હાનિ એ વિષયે પણ કાંઈક વિવેક કરી બતાવવાની અપેક્ષા છે. - આત્મા અને અનામાના નિશ્ચયને જેમ જેમ વિવેક થતો જાય તેમ તેમ અનામ ઉપરથી દૃષ્ટિ પાછી ખસતી જાય અને આત્માકાર થવામાં વધારે આનંદ આવે એ તે સ્વભાવિકજ છે. કેાઈ શાસ્ત્રના અભ્યાસી હોય, રસાયનશાસ્ત્રનાજ ચાભ્યાસી હોય તેને જેમ જેમ એ શાસ્ત્રના સિદ્ધાન્તોનો નિશ્ચય મનમાં દઢ થતો જાય તેમ તેમ એથી અન્ય નિશ્ચય ઉપર અરુચી થવા લાગે, અને છેવટે સર્વત્ર એનાએ શાસ્ત્રના નિશ્ચયેનું ભાન થવા જેવું થાય, એ સ્વાભાવિક છે. વિવેકાદયથી પણ કાંઈક એના જેવું જ થાય છે; વ્યવહારમાત્રમાં, એક એક વિચારથી તે કોઈએક કાર્ય સુધીમાં પણ, આમાનાત્મવિવેક થતાજ આવે છે; અનાત્મા ઉપર અનાદર થાય છે. અનામાના અનાદર થવે એજ વૈરાગ્યનો આરંભ છે જેથી આમભાવ પુષ્ટ થતા નથી, આત્માની એકાકાર એકરસતાના અનુભવમાં વિક્ષેપ થાય છે, તેવી વાતમાત્રના ઉપર વિરાગ આવી જાય છે. આ ભાકારતામાં વિક્ષેપ ઉપજાવનાર મહા વસ્તુ તૃષ્ણા છે; અમુક ભાગ સુખાદિક મને પ્રાપ્ત થાય, Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.