પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ગુજરાતી ભાષાના ગ્રંથે. ૬૩૭ તેમ તેમ નવી નવી શલિ અને નવા નવા શબ્દોની જરૂર પડે છે; ને જે આ વાત ખરી હોય તે અમુક પુસ્તકમાં છે એજ ગુજરાતી ભાષા ને એથી બીજી થશે તે નહિ એ વાત કેમ સાબીત થઈ શકે ? કેટલાક એમ માને છે કે સંસ્કૃત શબ્દ માત્ર કાઢી નાંખી કેવલ દેશી શબ્દો લખ્યા હોય તો સારું. દેશી શબ્દ જેવા કે “સાણ,” “સાંઇ,” હું 'ગો,“દાય” વગેરે, તથા પારિભાષિક શબ્દો જેવાકે “વાંસલે,” ! ધમણુ” “વટાવ” વગેરે, ગ્રંથકારોએ વાપરવા ન જોઈએ. જે જે માણસે ગુજરાતી ગ્રંથ લખે છે તે આખા ગુજરાત માટે લખે છે, ફક્ત કાઠીયાવાડ કે ચાતર કે સુરત ને માટે લખતા નથી, કે નથી લખતા સુથાર લુહાર કે નાણાવટીઓને માટે. સર્વ લેકને સામાન્ય એવી ગુજરાતી શેલિ સંસ્કૃત શબ્દો વાળી હોયજ એ સ્પષ્ટ છે. આટલા કારણસર આ બન્ને પક્ષકારના વિચાર અમને ખરા લાગતા નથી. - આ વિષય અને દાખલ કરવાની જરૂર ન છતાં પણ તે વિષે કાંઇક લખવું યોગ્ય જણાયાથી કાંઈક લંબાણ થતાં પણ ઘણા ટુંકામાં અમારા મુખ્ય સિદ્ધાન્તો અમે જણાવ્યા છે. ફરીથી અમે કહીએ છીએ કે: ભાષા વિષયને અનુલ હોવી જોઇએ, વિષય વાંચનારની શક્તિને અનુલ હોવા જોઈએ, અને વાંચનારની શક્તિ વિચાર શક્તિથી વધેલી જોઈએ. જે સામયિક પત્ર છે તેમાં સર્વ વિષય એકજ જાતના હોતા નથી, કેટલાક વિચારવા યોગ્ય હોય છે, કેટલાક રમુજ ખાતરના હોય છે, કેટલાક વાચન માત્રથીજ સમજાય તેવા હોય છે. ભાષાના નિયમ કહ્યા તેને તથા સામયિક પત્ર બાબત જે વિચાર જણાવ્યું તેને અનુસરીને અમારૂં લખાણ થાય છે ને થશે; તથાપિ અમને જે કોઈ સૂચના કરશે તે ઉપર પૂર્ણ લક્ષ રાખવા ચુકીશું નહિ. અકટોબર-૧૮૮૫. ગુજરાતી ભાષાના ગ્રંથા. ne (૧૪૬) ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા પેદા થઈ છે; તેમાં કાળના સંરકારવડે ધણુ આરબી, ફારસી, ઉદુ તથા અંગ્રેજી શબ્દો દાખલ થયા છે, તેમ તેવી વાકયરચનાઓ પણ જણૂાવા લાગી છે. આ પ્રમાણે અનાયાસે વિસ્તાર પામતી જતી ગુજરાતી ભાષા ધીમે ધીમે સારી અવસ્થામાં આવતી જાય છે, પણ પ્રેમાનંદ, સામળ, કે ભાલણ અને નરસિંહ મહેતાના વખતમાં જે છટા અને છુટથી એ ભાષાઢારા મનોભાવ પ્રદર્શિત થતા તેમાં કાંઈ ધર્ણો તફાવત પડો જણ્યા નથી. બ૯કે એમ પણ થઈ આવ્યું છે કે અંગરેજી. ભણનારા લોકો ગુજરાતી ભાષાના અભ્યાસ તદન વિસરી ગયા છે, અને તેમને હાથે પ્રસંગ આવતાં એવાં લખાણુ થાય છે કે જેનો અર્થ પણ સામાન્ય ગુજરાતી જાણુનારને સમજાતા નથી, આમ થાય છે તે લખાવટના અર્થગાંભીર્યને લીધે નહિં પણ ભાષાના દુષ્ટ પ્રયાગને લીધેજ. આવા ઘેટાળામાં મુખ્ય મદદ કરનાર પારસી વર્ગના લખનારાઓ છે, પણ સંતોષની વાત છે, કે

  • સમયે, સમયે જેમકે માર્સ, આઠ દિવસે વગેરેએ પ્રસિદ્ધ થનાર. andhi Heritag

de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ન ગધાવલી 31/50