પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ગુજરાતી ભાષાના ગ્રંથે. ૬૯ એટલી વાત કબુલ કર્યાવિના ચાલે તેમ નથી કે હિંદુસ્તાનમાં વિદ્યાદ્ધિના કામમાં આગળ ૫ડેલા લોકોમાં આપણે છેલ્લા છીએ. આપણી સ્વાભાવિક ઉત્કંઠામાં આપણુ પારસી ભાઈઓના સમાગમથી ઠીક વધારે થયો છે, પણ તેમની ને આપણી જોઈએ તેવી વિચાર તથા ભાષા સંબંધ એકતા નથી. e આવા વિદ્યાસંસ્કાર મળતાં જે વર્ગ થઈ આવ્યા છે તેના પણ ભિન્ન ભિન્ન વિભાગ છે. ગુજરાતમાં હાલ કોઈ એવો એક પણ વિદ્વાન નથી કે જે કેવલ વિદ્યાનેજ આશ્રયે બેઠેલા હોય. નહિ કે તેવા વિદ્વાનો હાલમાં મળવા અશકય છે, પણ: તેવાને ઉદરપષણની યોજનાને માટે પરસેવો ઉતારી મહેનત કરતાં સરસ્વતીને વિસરવાની ફરજ પડે છે. જે કોઈ કોઈ એના ખરા ભક્ત છે તે તેનાં દર્શન ખુણે ખાચરે કરતા રહે છે, પણ તેના પૂર આનંદ અનુભવી શકતા નથી. આવા પ્રસંગે લખાયેલા થાડા ઉત્તમ ગ્રંથ આપણા દેશમાં થયા છે; પણ હજુ ઘણું કરવાનું બાકી છે. જે પ્રથા આજપર્યત લખાયા છે તે ઘણાખરા કેાઈ પરભાષાના ઉ તારા, કે તરજુમા કે અનુકરણુ છે; પણ મૂલ વિચાર કરીને પિતાનાજ યોજેલા એવા તે ભાગ્યે 'એક કે બે જણ જડી આવે ! લગભગ ૫૦ વર્ષના પ્રયત્નનું આવું પરિણામ આવવાનું કારણ વિદ્યાના શોખના અભાવ નથી, પણ તેવા શેખવાળાને ઉત્તેજના અભાવ છે. લેખકવર્ગમાં કોઈ સારે લેખક થયો ને તેની પ્રતિષ્ઠા બંધાઈ કે તે કોઈ સારી નોકરી ચાકરી પામી કૃત. કૃત્ય થયા જાણી વિરમી જાય છે. હાલમાં અંગરેજી ભણી ઉસ્તાદી પામેલા ‘ગ્રેજ્યુએટ’ વગેરે તો ગુજરાતી ભાષાને સમજી પણ શકતા નથી, તો પછી લખે તે શાના ? આમ જેને ખરા દીલથી લાગણી હોય તેવાજ કેાઈ વિરલ વિદ્વાન કેવળ “ગાંઠનું ગોપીચંદન’ કરીને બે ચાર ગ્રંથ લખવા પામે છે, છતાં પણ તેમના લખાણની કોઈ ગણના કરનાર મળતું નથી તે જોઈ ધીમે ધીમે કંટાળતા જાય છે. આ ગુજરાતમાં કોઈ વિલક્ષણ સમય વર્તી રહ્યો છે. એ અરસામાં કેટલાક મૂર્ખ લેકના સમજવામાં એમ આવ્યું જણાય છે, કે જે કાંઈ ધંધે ન હોય તે જેવી તેવી ગમે તે એક ચોપડી લખી નાંખવી ને પછી તેને બગલમાં મારી લે ચાપડી'! કરતા કરતા રહેવું કે બે પૈસા મળે ! એમજ માને છે કે કાંઈ પણ લખવું કે પ્ર. સિદ્ધિ તે થાય ! આવા લેકના વિચારથી ઉત્પન્ન થયેલાં ચેપાનિયાં ને પુસ્તકો પ્રતિવર્ષ હજાર પાંચસે નીકળે છે. કાણુ શુ કમાય છે તે તો કહી શકાતું નથી, પણ સારા લખનારના અને ભાવે આવાં ઘણુ થવાથી લેક કેવળ કંટાળી ગયા છે. દરરોજ કોઈને કોઈનું હેંડબીલ કે એકાદ ચોપાનિયું કે પુસ્તક આવીજ પડવાનું અને તેમાં પણ દમ કાંઇજ નહિ ! સારા લે. ખાની કદર જરા જરા થવા માંડી હતી તેવામાં આવું બનવાથી તેમની પણ કદર જેમ એક તરફથી ઓછી થતી ગઈ છે, તેમ તેવામાંના ઘણાકે બેલિવું' પણું બંધ કર્યું છે. આ યોગ ઘણે અનિષ્ટ થયું છે ! e આ સંધિએ મુખ્ય જરૂર એક વાતની છેઃ સુપ્ત તપાસ કરે તેવી દરેક પુસ્તકની ચર્ચા થવી જોઈએ. ચચો કરનાર સામયિક પત્રના આપણામાં અમાવ છે, પણ તેનીજ હવે ખરી જરૂર છે. કોઈ ગ્રંથકારનાં લખાણુની કીમત તે વિના થતી નથી; ને તેમ ન થાય ત્યારે શ્રીમાન લેક તેમને મદદ કરતા નથી. ઇંગ્લંડ જેવા દેશમાં આમ થવાથીજ ગ્રંથકારની સંખ્યા વધે છે, ને ખરા લેખકે તયાર થઈ સરસ્વતીના ભજનમાં ને દેશસેવામાં જ જન્મ ગુજારે છે. ૨ કામ-લખ શુ કરતા અટકે છે. Ganahi ortal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50