પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગુજરાતી ભાષાની ઉન્નતિ, સિદ્ધ વાત છે. હાલમાં જ વિચારો કે સુધારાવાળાઓની પુનર્લગ્ન વગેરે બાબત સરકાર પાસે કાયદે કરાવવાની ધાંધળ, તથા હાલમાં ચાલતી રકમાંબાઈ સંબંધી ગરબડથી કેટલા દેશીઓ વાકેફ છે? સુધારા અને કુધારાની લડાઇનું મુખ્ય કારણ અન્યના વિચાર ન સમજી શકાયાને લીધેજ છે. જે બધી વાત સ્પષ્ટ થતી હોય ને સર્વે સમજી શકતા હોય તો એક તરફનો નીવડે સહજમાં આવે, આમ આપણા સર્વ સુખનો આધાર આપણા ભાઈઓ સમજે તેવી ભાષા બતાવવામાં રહેલો છે, ને તેવી ભાષા બન્યા પછી બધી જરૂરની બાબતો પર તન-મનથી મંડી પડી લખાણ ચલાવનાર વિદ્વાનોને ઉત્તેજન મળવાની જરૂર છે. પણ વિદ્વાનોને ઉત્તેજન આપી વૃદ્ધિ પમાડવા એટલીજ વાતમાં ભાષાનું સુધરવું, ગહન વિષયનું લોકોના ધ્યાનમાં આવવું, નવા શોધ ને નવા વિચારનું સર્વત્ર પ્રવર્તવું, તથા દેશના સુખમાં વૃદ્ધિ થવી એ સર્વ સમાયેલું છે. રાજા રજવાડાઓ તથા કઈ કઈ શ્રીમાન લોકે આજકાલ વિદ્યાને ઠીક માન આપે છે, પણ લોકો તરફથી ત્યાંસુધી મદદ થતી નથી ત્યાંસુધી તે ઝાઝા ઉપયોગનું નથી. તેને ખાવાનું તે મળે છે, સર્વ એશઆરામ કરે છે, તે વર્ષ દિવસે જે મળતું હોય તેમાંથી સે બસે ભાગ પણ બચાવી વિદ્યાના ઉત્તેજન માટે અર્થાત સારા વિદ્વાનોનાં લખેલાં પુસ્તક લેવામાં–પ્રતિવર્ષ ખર્ચો હોય તે કેટલું પુણ્ય થાય, કેટલે પરોપકાર થાય, અને કેટલી દેશની આબાદી વધે ! દક્ષિણમાં આવીજ કાંઈક પેજના થઈ અને પાર પડી તેથી આજે આપણુ દક્ષણિ ભાઈબંધ આપણાથી ધણુ આગળ થઇ ગયા છે. આપણે પણ એવો ઠરાવ કરીએ કે દરમાસે ૧૫ ના પગાર, અથવા ગમે તે રીતે તેટલી કમાણી સરેરાશ કરનાર માણસે વર્ષે બે રૂપૈયા; અને તેથી જેમ વધારે શ્રીમાન હોય તેમ વધારે–તે હાલ એમ માનીએ કે ધણામાં ઘણા પાંચ, દર વર્ષે સારા વિદ્વાનનાં પુરતક લેવામાં વાપરવા ગુજરાતનો દિવસ પાંચ વર્ષમાં જુદેજ ઉગવા માંડે ! ફરી ફરી કહીએ છીએ કે આ વાત લક્ષમાં આવ્યાવિના વિદ્યાના લાભ મળવાના નથી, તે વિના ઉન્નતિ થવાની નથી. છેવટે પ્રખ્યાત કવિ કાલીદાસે કહેલીજ ઈચ્છા અમે પણ ધરાવીએ છીએઃ परस्पर विरोधिन्यो रेक संश्रय दुर्लभः । संगमः श्रीसरस्वत्यो भूवाद्भूतये सताम् ॥ પરસ્પરને વિરૂદ્ધ એવાં લક્ષ્મી અને સરસ્વતીનું એકજ સ્થળમાં મલી રહેવું કઠિન છે, છતાં સજજનોના સુખ માટે તેમ થાઓ. જુલાઈ-૧૮૮૭ ગુજરાતી ભાષાની ઉન્નતિ, (૧૪૭) સામાન્ય રીતે એવો સહજ સંપ્રદાય પડી ગયો છે કે પ્રત્યેક ગ્રંથની ભાષા ઉપરજ લેકે લક્ષ આપે છે; અને આની ભાષા કઠિન છે કે એની સરલ છે એટલે જ અભિપ્રાય બાંધે છે. પૃથ્વી ફરે છે એ વાત જેમ અજ્ઞાની લેક સૂર્યને આપે છે તેવું આ વિષયમાં પણ થાય છે. વિચારની ગૂઢતાને લીધે જે વિષયમાં વાંચનાર ઉતરી શકતા નથી, તે વિષયના પુસ્તકની ભાષાને માથે દોષ મૂકી તે અળગો રહે છે. ઘણી વખત તે એવીજ ભૂલ બને છે anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750