પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવલિ, થાડી કીમતે વેચી શકે, ને તેથી સર્વને સારા વિદ્વાનના લખાણને લાભ મળે. ! વળી વિદાનાને પણ એક હરીફાઈનું કારણ ઉભુ થાય તેથી સારા વિદ્વાને હંમેશાં ઉમંગે લખવાનું લઈ બેસેપતાનો લેખ કેાઈ આવી રીતે લઈ લે એ માનની અભિલાષા વિદ્વાનોને ઉત્સાહ પ્રેરવામાં બહુ પ્રબલ છે; ને વળી જયારે પિતાને ખર્ચ પેતાને માથે પડવાની અડચણ દૂર થાય ત્યારે તે ઉત્સાહ દશગણો વધી, અનેક ફલ આપે એ સ્પષ્ટજ છે. હાલમાં જેને ગાંઠનું ગોપીચંદન કરવું હોય તેઓ ગ્રંથ રચવાનું કામ એક વ્યસનની પેઠે કરે છે. તેવા વિદ્યાવ્યસનીઓ, કોઈ તેમના ગ્રંથ છપાવવા તત્પર હોય તે, સ્વામિત્વ માટે કાંઈ પણ લીધા વિના પણ દેશસેવામાં તત્પર હોય એમ પણ આશા બાંધી શકાય.' e સ્વામિત્વ ખરીદવા ઉપરાંત એમ પણ થવાની જરૂર છે કે સારા પ્રસ્થાની અમુક પ્રતિ ખરીદી, તેને ખેટ ખાઈ થોડીજ કીંમતે ખરા ઉત્સુક પણ ગરીબ વાંચકોને આપવી. એમાં સર્ક્યુલેટિંગ લાઈબ્રેરીની રીતિ રાખવી લાભકારી છે. કેઇપણ લાયબ્રેરીમાં ૧૦-૨૦ નકલો લેવી ને તે સભાસદેને વાંચવા આપવી, તથા પાછી આવ્યાથી થોડી કીમતે જેટલી વેચવી હોય તેટલી વેચી નાખવી. | (૪) પ્રતિવર્ષે અખા ગુજરાતના વિદ્વાનને સમાજ કર જોઈએ. સમાજમાં સભાસદં થવામાટે પ્રખ્યાત વિદ્વાનોને તથા સમૃદ્ધિવાન ગૃહસ્થને નિમંત્રણ કરવાં જોઈએ. ગૃહસ્થાની મદદ પણ માગવી જોઇએ; ઉપરાંત પ્રતિ સભાસદ પાસેથી કાંઇ લવાજમ લેવું જોઈએ, તથા અનિયંત્રિત ગૃહસ્થાને પણ સભાસદ થવું હોય તો છુટ રાખવી જોઈએ. આ સમાજ બે ત્રણ દિવસ એક સ્થળે રહે; ને ત્યાં ધમ, સાહિત્ય. અને તત્ત્વજ્ઞાન એ ત્રણ વિભાગમાં વહેચાઈ પોતાનું કામ ચલાવે. પ્રતિવિદ્વાન તે તે વિષયનાં પોતાનાં લખાણુ શોધ ઈત્યાદિ ત્યાં રજુ કરે; અને બધી જુદી જુદી શાખાઓની એક સમગ્ર બેઠકમાં જાણવાજોગ બાબતોનો રીપોર્ટ વંચાય, તથા યોગ્ય વક્તાઓને ભાષણ કરવા પણ વિનવાય. આ બધાનો સવિસ્તર રોપાર્ટ પછીથી પ્રસિદ્ધ થાય. આવી વ્યવરથા ને થઈ શકે તે આપણી ભાષાની અર્થાત આ પણી બુદ્ધિની ઉન્નતિ સહજમાં થાય; અને જે નિમૉલ્ય લેખકેથી આપણા લેખકવર્ગ આજ કાલ અધમતામાં અભડાય છે તે લેખકે પશુ તરતજ પરખાઈ આવે. આ સમાજે એક વાર્ષિક પત્ર તૈયાર કરવો જોઈએ જેમાં આખા વર્ષમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની યાદી આવે; એવી રીતે કે દરેક પુરતોના વિષય સારી રીતે સમજાય, ને તેના ગુણ દેષ ધ્યાનમાં આવે. આમાંની ઘણીક વાતો કરવામાં આવેજ છે, એમ સૈસાઈટીવાળા કહેશે પણ તેમને અમારે એટલુંજ જણાવવાનું છે કે તેઓ જે રીતે કરે છે તે રીતિથી લાકે અસંતુષ્ટ છે. તેઓને હવે હરીફાઈથી ગ્રંથ તૈયાર કરાવવાની રસમ છોડી દેવી જોઈએ. એ રીતિ શીખાઉઆને કામની છે, પણ સારા વિદ્વાનો કદાપિ તેવી રીતિએ ગ્રંથ લખે નહિ. અમુક વિષય, તેની પદ્ધતિના સામાન્ય નિયમ, અરે મહેનતાણાની બક્ષીસની રકમ, એ ત્રણે કાઈ પ્રસિદ્ધ અને યોગ્ય વિદ્વાનને જણાવવાં, તથા ગ્રંથ તૈયાર કરવા વિનવવું. જો તેની મરજી હોય તો તે છે. ગ્રંથ તૈયાર થાય તેમાં કાંઈ પણ ફેરફાર કરવાની પછી જરૂર રહે નલ્ફિ. એ કેવી અન્યાયની વાત છે કે દશવીસ પ્રકારના અટપટા ને ઉલટસુલટ વિના ગ્રંથ લખાવી મંગાવવા અને તે બધાયને તપાસવાનું અભિમાન બે ત્રણુ જન્ફાની એક anahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50