પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ભાષાનું લક્ષણ, કમીટી જે તે કોઈ વિષય લખવાને કે સમજવાને પણ શક્તિવાન ન હોય તેણેજ ધરવું !! આ પ્રમાણેની યોજના થોડે ઘણે કે આખે રૂપે પણ ગુજરાતમાં કોઈ સભા તરફથી અથવા કોઈ ગૃહરા તરફથી અથવા કોઈ રાજાઓ તરફથી અમલમાં મૂકવામાં આવે તેમજ આપણા દેશને હાલમાં લાભ થવાનો સંભવ છે. બાકી અનેક ચીથરાં ઉભરાઈ જાય છે ને જશે તેથી કાંઈ ફાયદો થવાને બદલે હાનિનો સંભવ સ્પષ્ટજ છે. અત્રે જણાવેલી વ્યવસ્થા પ્રમાણે કાઈ પણ કામ ઉઠાવવાની કેe' મંડલી ને કે કોઇ ગૃહસ્થને ઈચ્છા હશે તો અમે બહુ ખુશીથી તેને મદદ આપીશું. મે-૧૯૮૯ ભાષાનું લક્ષણ Re ( ૧૪૮ ) આપણુ ગુજરાતના એક પ્રસિદ્ધ સાક્ષર, ભાષા અને શૈલી સંબંધે એક લેખ રચવાનો વિચાર રાખે છે. તેમણે ભાષાનું લક્ષણ એમ બાંધ્યું છે કે “ વાણીથી વા લિપિથી (વણું અંક ચિન્હ વા ચિત્રથી ) વિચારાત્મક વચન, તથા ઇંગિતથી-ચેષ્ટાથી-અથવા નટન નામ કાઈ પણુ અભિપ્રાયસૂચક અનુકરણથી વિચાર, પ્રતીત થાય તે ભાષા. તેનું વિચાર એ અંતર અંગ છે અને વચનાદિ બહિર અંગ છે. ભાષા એ (૧) અંતઃકરણ (નામ માનસ ) સૃષ્ટિ અથવા અંતર્ જગત, તથા ઈશ્વર સૃષ્ટિ અથવા બહિર્ જગત, એ ઉભયની પ્રતિમા છે.” તેમને ઉદ્દેશ ગુજરાતીમાં સંસ્કૃતપ્રાય શબ્દરચના શબ્દાજના શબ્દરૂપ આદિ થઈ શકે કે નહિ, ને થાય તે કેટલે અંશે સંસ્કૃતની નિકટ રાખી શકાય એ વિચારનો નિર્ણય કરવાનો છે. ઉદાહરણ જોઈએ તો બુદ્ધિને વિમલ એવું વિશેષણ લગાડતાં વિમલા કહેવી કે નહિ, અનુમન એ ધાતુને ગુજરાતીમાં લાવતાં અનુમાનવું, અનુમાન્યું, એમ રૂપ કરવાં કે નહિ; એ આદિ વિચાર કરવાના છે. એટલું જ નથી પણ આવા રૂપ પરિવર્તનમાં સંસ્કૃતથી ગૂજરાતી થતાં કેવા નિયમ ઉદ્ભવે છે તેનું પણ દર્શન કરાવવાનું છે. આ વિષય કેઈ પણ લેખક આ પત્રધારો ચર્ચે એવા ઉદ્દેશથી અત્ર આટલી સૂચના કરી છે. ચર્ચાપત્રને સ્થલ આપવામાં આવશે. અગષ્ટ-૧૮૯૨ ભાષા. (૧૪) ભાષાની ઉત્પત્તિ મનુષ્યોએ અમુક સકતવાળા શબ્દો યોજવા માંડયા ત્યારથી થયેલી માનીએ તે બાધ નથી. દા. મૈક્ષમ્ય લર જેવા સમર્થ પંડિતોએ ભાષાની ઉત્પત્તિ અને વૃદ્ધિ વિષે બહુ બહુ વિચાર કરેલા છે, તેના વિષે અત્ર કાંઈ પણ વકતવ્ય નથી. ભાષા એટલે વિચારને આપેલા વેષ, કેવા કેવા વેધવાળા વિચાર કેવી અસર કરી શકશે એ વિવેકપૂર્વક યોજાયેલી શબ્દરચના, એટલું નિશ્ચયપૂર્વક સમજી રાખવા માટે આપણે ભાષાની ઉત્પત્તિના પ્રકારને સ્મરણમાં લાવવા પડે છે. અને ભાષાનું આ સ્વરૂપ લક્ષમાં ન રહેવાથી બહુ બહુ પ્રકારની ભુલ થાય છે. કેટલાક એમ માને છે કે જે ભાષામાં આપણે જમ્યા છીએ, જે ભાષાની કેળવણી લીધી છે, તે ભાષામાં લખાયેલું" એવું કાંઈ ન હોઈ શકે કે જે આપણા eritage Porta anahi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50