પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રસ્તાવના. કઈ પણ ગ્રન્થની પ્રસ્તાવના લખવાનો એક મુખ્ય હેતુ એ હોય છે કે–વાચકને અમુક દૃષ્ટિબિન્દુ પ્રાપ્ત કરી આપવું, જ્યાં ઊભા રહીને દષ્ટિ નાંખવાથી સમસ્ત પ્રદેશ એકાકાર અને યથાસ્થિત જોઈ શકાય. આ કાર્ય બે રીતે થઈ શકે: ગ્રન્થકારના ગ્રન્થમાંથી સામાન્ય વિચારસૂત્ર તારવી આ પીને, અગર તો પ્રત્યેકારનો જીર્વનવૃત્તાન્ત આલેખીને. આમાંની પ્રથમ પદ્ધતિએ કરવાનું કામ મેં, યથાશક્તિ,, મણિલાલના દેહત્યાગ પછી તુરતજ કર્યું હતું, અને “A man may once say a thing as he would have it said,...—he cannot say it twice. એ મતલબની મિ. જોન મેલિએ એક સ્થળે ટાંકેલી ગ્રીક ઉકિતને માન આપી, તે કામ કરી આદરતાં હું અટકું છું. બીજી પદ્ધતિ જે જીવનવૃત્તાન્ત આલેખવાની, તે માટે જોઈતાં સાધનો હજી પૂરાં મેળવાયાં નથી, અને જે થોડા ઘણાં ઉપલબ્ધ છે તે ૯૧ ઉપયોગમાં લઈ શકાય એવી સ્થિતિમાં નથી. તથાપિ, મણિલાલના કેળવણીકાળની થોડીક હકીકત-જે જાણવાજોગ જણાઈ તે-જેવી મળી તેવી–એમની એક જયેન્તીને પ્રસંગે મેં બહાર મૂકી હતી, અને એમની કેળવણીના એમના મન્થા સાથેના આન્તર સંબંધ પણ તેજ પ્રસંગે મેં બતાવ્યો હતો. પૂર્વોક્ત બંને લેખ આ પુરતકમાં દાખલ કર્યો છે, અને હું આશા રાખું છું કે શબ્દાન્તરથી કરેલી પુનરુક્તિ કરતાં મુદ્રણાન્તરથી કરેલી આ પુનરુકિત વધારે ક્ષમ્ય ગણાશે. - જળની શોધમાં ફરતા તૃપિત પાન્થ આગળ અમુક જળાશયના ગુણ વર્ણવવા બેસવું તે કરતાં એ જળાશય તર અંગુલિનિર્દેશ કરવો તે વધારે ઈષ્ટ છે; તથાપિ છેલ્લાં સાઠ વર્ષનો આપણા સાહિત્યનો ઈતિહાસ વિલાતાં એટલો ઉફાર કાઢ્યા વિના રહેવાતું નથી કે ખરેખર આપણી ભૂમિ ઉપર પ્રભુની મહેર છે! આ સમયને આપણે સાહિત્યપ્રદેશ પૂર્વ ભાગ કરતાં ઉત્તર ભાગમાં જરા પણ ઓછો રસાળ નથી. આપણે આપણી વાટમાં નર્મદ અને નવલરામરૂપી જે જળાશયો પાછળ મૂક્યાં તે કરતાં ગેવર્ધનરામ અને મણિલાલનાં જળ કાંઈ ઓછાં મનેટર નથી. આ ચારમાં જે નર્મદના જળધોધ સૌથી વધારે વેગ અને જુસ્સાવાળો હતો અને નવલરામનું શાન્ત તળાવ વધારે નિર્મળ હતું–તો મનુષ્ય-બુદ્ધિ અને હદયના અસંખ્ય તરગેથી છવાએલ ગોવર્ધનરામને “મીઠે મહેરામણ” સાથી વધારે વિશાળ અને ગંભીર, અને મણિલાલની મહાનદી આડા અવળાં વહેતાં અનેક ન્હાનાં ઝરણાંને પાતામાં ખેંચી લઈ આસપાસનાં ખેતરને વધારે ફળદ્રુપ કરતી જોવામાં આવે છે. મણિલાલના સાક્ષરજીવનનું આ સ્વરૂપ “ પ્રિયંવદા ” અને “સુદર્શન' ના એમના લેખમાં બહુ સારી રીતે પ્રકટ થાય છે. “ સુધારા ' નાં જે જે હેણ એમને ઉદ્દેશ વિનાનાં કે સુન્દર વનસ્પતિને ઉખેડી નાંખે એવી વિનાશકારક રીતે વ્હેતાં લાગ્યાં તેને, પ્રાચીન મૂળમાંથી વહેતી Gandhi Heritage Porta