પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ અમુક કર્મ યજ્ઞાદિક કરવાથી અમુક લાભ થાય, સ્વર્ગસુખ મળે, એ અને એવા પ્રકારની જે નાની મહેફટી તૃષ્ણા, તેજ મુખ્ય વિક્ષેપનું કારણ છે. માટે એ તૃષ્ણાના વિષય એવા દ8 ( આ વિશ્વના દૃશ્યમાન ) અને આનુશ્રવિક ( શાસ્ત્રમાં શ્રવણ કરવાથી જાગેલા ) જે જે વિષય છે તેમનો ઉપમેગ કરવાની તૃષ્ણાને અભાવ તેજ પરમ વૈરાગ્યનું સ્વરૂપ છે. a દષ્ટ વિષયેથીજ આપણે આરંભ કરીએ. આહાર, વિહાર, વ્યવહાર, વિચાર આચાર, આદિ અનેક પ્રવૃત્તિ મનુષ્યને પ્રાપ્ત થાય છે તેને આમાનુલ કરવાને શું કરવું? કે અનાતમા ગણી તેને અત્યંત ત્યાગ કરવો ? એ પ્રશ્ન જ પ્રથમ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. અત્યંત ત્યાગ કરીને એકાન્તમાં ભરાઈ રહેવું તે વૈરાગ્ય કહેવાય કે બીજો કોઈ ? એ મહાટા પ્રશ્નને આ પ્રશ્ન પેટા પ્રશ્ન છે. પરંતુ તૃષ્ણાનો અભાવ એજ વિરાગનું તત્ત્વ છે, શરીરથી વિષયને ત્યાગ કરવા કરતાં મનથી વિના ત્યાગ કરવો એજ મુખ્ય વાત છે. ત્યારે ખાવાનું બંધ કરવું કે પરણેલી સ્ત્રીને મૂકી વનમાં વાસ કરવો એના કરતાં મનનેજ એવું રાખવું કે તેમાં અનેક વિષને સંસર્ગ થવા છતાં તે વગડા જેવું જ રહે એટલે વિરાગ એની મેળે સિદ્ધ થાય છે. એક કહેવત છે કે “ ખાવાનેમાટે જીવવું નહિ પણ વવાને માટે ખાવું ” એજ નિયમ ઉપભાગમાત્રને વિષે જાણ. ખાવું તે શરીરધારણને અર્થે એટલે મિતાહારની રીતિથી, શરીરને પેપણ મળે તેવા ગુણના વિચારથી, બલ, વીર્ય, અને આયુને વધારે તેવું ખાવું; વિહારમાત્ર શરીરને સુખ રહે અને બલ વીર્ય ની હાનિ થાય નહિ તેવી રીતે કરવા. સત્ત્વ, રજસ, તમસ, એ ત્રણ કે એ ત્રણના કોઈ મિશ્રણનું જે જે પ્રકૃતિમાં જેવું જેવું પ્રાધાન્ય હોય તે તે પ્રકૃતિને તેવા તેવા આહાર વિહાર વિચાર આદિ ઉપર રુચિ થાય છે, માટે પિતાને જે જે રુચિઓ થાય તેનો વિવેક કરી તે કેવી કેવી પ્રકૃતિની સૂચક છે એ જોતા જ્વ; અને સર્વ કરતાં બીજી પ્રકૃતિ સમજવામાં આવે તે સાત્ત્વિકપ્રકૃતિને અનુ. ફૂલ જે આહાર વિહાર વિચારાદિ કહેલાં છે તેનું સેવન વધારતા જવું અને તેથી વિપરીતને ધીમે ધીમે ત્યજતા જવું. ત્યાગ અને ગ્રહણના આવા જે જે પ્રકાર અભ્યાસીને કરવા પડે તેમાં ઉતાવળ અને સાહસ કામનું નથી. અમુક એક માર્ગે ઘણો વખત ચાલેલી અને તેથી તેવા સંસ્કાર પામી તેમાંજ સુખી અને અનામય રહી શકે તેવી પ્રકૃતિને તે કરતાં અત્યંત વિલક્ષણ એવા આહાર વિહારમાં એકાએક ઉતારવાથી કોઈ વ્યાધિ થવાના કે અચિ થઇ ! આવવાનો પ્રસંગ બને છે. માટે બહુ ધીમે ધીમે, ક્રમે ક્રમે, ત્યાગ અને ગ્રહણના માર્ગ પ્રકતિને ચતે રચતે ચાલી શકે તેવા ધારણથી વિવેકપૂર્વક થાજો. આહાર વિહારાદિ નિર્ણયને પ્રકૃતિઅનુસાર વિવેક શ્રીમદ્ભગવદ ગીતાના સત્તરમા અધ્યામાં આપેલા છે. - આ ઠેકાણે અવૉચીન વ્યવહારમાંથી કોઈ કોઈ સ્થલે દુર્થી સનને લીધે પ્રવેશ પામેલો મધમાંસાદિ વ્યવહાર તે અત્યંત યાજય અપસ્ય છે એમ કહેવાની અપેક્ષા નથી તથાપિ કહીએ છીએ. તન્મયતા પૂર્વક રમäતભાવના કે કોઈ પણ ભાવના પ્રાપ્ત કરવાને અર્થે અંતઃકરણની વૃત્તિઓની એકાગ્રતા થવાની પ્રથમ અપેક્ષા રહે છે, અને આવી એકાગ્રતા થવાનો સંભવ તથા થયા પછી ટકી શકવાને આધાર જ્ઞાનતંતુઓની નિરામય અને વીય. વાળી સ્થિતિ ઉપર રહે છે. એજ હેતુથી બ્રહ્મચર્ય અને વીર્ય રક્ષાનું અતિ સ્તુતિપૂર્વક ઉપ ગીપણું કહેવું છે. માદક પદાર્થોનું સેવન કરવાથી રક્તમાં એક પ્રકારને ઉભરા જેવા જોશ ચડે છે જેથી જ્ઞાનતંતુઓમાં રક્તપ્રવાહ ત્વરાથી દોડે છે, અને જ્ઞાનતંતુઓ સ્વાભાવિક iaman lentage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50