પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૪૮ સુદર્શન ગધાવલિ. લેખથીજ કે તે લેખ વિસ્તારનારના અન્ય પ્રયતનથી આવવી જોઈએ એ તે અશકય છે. લેખાના પણ અનંત પ્રકાર છે, પોતાની બુદ્ધિને અનુલ પ્રકારના આશ્રય કરતે કરતે, અધિકારાનુસાર જે લેખનું હદય ગૃહવાની શક્તિ આવે તે ગૃહી શકાય છે. અર્થાત લેખકે પોતે પોતાના લેખને ગૃહવાનું સામર્થ્ય પણ ઉપજાવી આપે એવું કદાપિ થઈ શકતું નથી; સામર્થ્ય ઉપજાવી આપનારા લેખકે પણ હોય છે, ને તે તેમનું કાર્ય કરે છે. અને સમાનરસવાળાં હૃદય પણ પરસ્પરના રસકલેલના વિનિમયથી અતિ અલૈકિક પ્રસાદને પામતાં જણાય છે. ૨સના સ્વરૂપને સીમા નથી, એકની એક વાત અનંત રીતે, અનેક હૃદયને સ્પરે છે. એટલે સમાનરસવાળાં હૃદયને પરસ્પરના રસપ્રવાહના વિનિમય વ્યર્થ કે નિરુપયોગી હોઈ શકતા જ નથી. એજ નિષ્કર્ષ છે કે વિચાર અને ભાષા ભિન્ન થઈ શકતાં નથી; વિચારને અનુલ વાણી સ્વતઃજ ઉદ્દભવે છે, તેને સરલ કે કઠિન કરવાની દૃષ્ટિથી ફેરવતા રહેવી એથી વિચારમાં વિકૃતિ ઉપજી, વિરસતા થતાં : લેખનો હેતુ વ્યર્થ થાય છે. આ ફલિતાર્થ યથાર્થ હોય તો, આજ કાલ, જે એક પવન ચારે પાસા વ્યાપેલે જણાય છે તે ઉપર અરુચિ થયા વિના રહેવી જોઈએ નહિ. ગૂજરાતમાં અંગરેજી રાજ્યસત્તાને અંગે શિક્ષણપ્રકાર અને લેખનપદ્ધતિ યોજાવા લાગી ત્યારે એ અભિપ્રાય સર્વોપરિ વર્તતો હતો કે સરલ, તલપદી, ભાષાજ લખવી, અને સર્વથી સમજાય તેવા લેખ વિસ્તારી, દેશોન્નતિનો માર્ગ કરતા જ. આ વિચાર કેટલાક સમય સુધી સારી રીતે વિજયી થયા, તેનામાં જેટલું બલ હતુ તેટલું કરી શકો; અક્ષરજ્ઞાન અને વાચનની ચિ ઉપજાવી શ; પરંતુ જયારે પારમાર્થિક વિષયે, શાસ્ત્રીય રચનાઓ, સમજવા અને સમજાવવાનો પ્રસંગ આવ્યા ત્યારે આ વિચાર નિર્બળ થઈ મરણપ્રાય થઈ ગયો. એ સમયે સરલ ભાષાના પ્રત્યાઘાતરૂપે કઠિન ભાષાને, સં તમયી વાણીને પક્ષ ઉદ્ભવ્યો. પારમાર્થિક અને શાસ્ત્રીય વિષયની ચર્ચા કરવામાં સ્વાભાવિક અને અપરિચિત શબ્દ આવી જાય છે, ને તે આપણા દેશમાં સંસ્કૃત ભાષાનાજ હોય છે. એટલે સંસ્કૃતમયી કઠિન ભાષાના પક્ષને એક રીતે સંપૂર્ણ ટેકે મળવા જેવું છે. તથાપિ એ આગ્રહ મર્યાદામાં રહી શક્યો નહિ, જેમ સરલ ભાષાવાળા મહેતા ફિલસુફીનાવિષયને કે આયુર્વેદને પશુ તલપદી ભાષામાં દર્શાવવાનો મિથ્યા આગ્રહ કરતા હતા, તેમ સંસ્કૃતમયી ભાષાના પક્ષવાળા પણુ “પા ણી પીવું છે' એને સ્થાને, “ જલપાન કરવું છે અને હવણાં હવણાં તો “ જલપાન કાર્ય છે' એટલે સુધીના આડંબરમાં ઉતરી પડ્યા. તલપદી ભાષાને પક્ષ એમ માને છે કે વિચારની સુગમતા રહેવાથી વિચારનો વિનિમય તુરત સુરત થઈ જતાં, જે સાધ્ય હોય તે તે સહજે અને સત્વર સિદ્ધ થાય છે. આમ માનવામાં બહુ તથ્ય રહેલું છે, કેઈ પણ વિષયનું તલસ્પર્શી જ્ઞાન હોવાનું એક ચિન્હ છે કે તે વિષયને સાદામાં સાદી રીતે પણ દર્શાવી શકાય. આથી ઉલટી રીતે સંસ્કૃતમયી ભાષાના પક્ષનું એમ માનવું છે કે ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી થઈ છે, આપણા પ્રાચીન કવિએ સંસ્કૃત શબ્દાજ પ્રત્યેજી ગયા છે, આપણાં' શાસ્ત્ર સંસ્કૃતમાં છે, આપણાં ખરાં અને ગ્રામ્ય ખેડુતે ઘણુ સંસ્કૃત શબ્દ જ વાપરે છે, જે થોડા ઘણા ફારસી, અંગરેજી, શબ્દો પેઠા છે તે પરદેશીય સંસર્ગથી વિકારરૂપે પેઠા છે; –માટે આપણે જે આ પણી ઉન્નતિ ઈચ્છતા હોઈએ, તે સંસ્કૃત શબ્દ વિના બીજા શબ્દ પ્રયોજવા નહિ; એમજ આપણે આપણી ભાષા અને આપણા દેશ માટે સાભિમાન થઈશું, આપણાં વેદ અને શાસ્ત્રાGanani Heri tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50