પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 Fundamental Works: સુદર્શન ગધાવલી પર સુદર્શન ગદ્યાવલિ. ઉપજાવે છે, અને એ સર્વમાં આ વાચનથી તમને કેવા કેવા ફેરફાર કરવા યોગ્ય લાગ્યા છે, કેવા કેવા ફેરફાર હજી કયાં કારણોથી થઈ નથી શકતા, કરેલા ફેરફારથી શાં લાભ હાનિ થયાં છે, હવે અધિક શાન્તિ, અધિક ઉન્નતજીવન, શા પ્રકારે પ્રાપ્ત કરવા ઇચ્છો છો, એ આદિ વાત મારે જાણવી છે. એ સંબંધે મને બહુ છૂટથી લખે. તમારામાં ગમે તેવી ખેડ કે ખામી હોય, ગમે તેવી એબ કે દુષ્ટતા હોય, તેને પણ છુપાવશે નહિ, એ તમારી છે એમ જાણીને તમે જ્યાં જાઓ ત્યાં એને પણ સાથે આવવા દે. તમારાં પત્ર કેવળ ખાનગી રહેશે, પણ જનસ્વભાવમાં કેવી કેવી કૃતિ રીતિ પ્રવર્તે છે, તે જાણવાથી આ પત્રમાં ચર્ચવાના વિષાનું સ્વરૂપ વધારે ઉપયોગી થઈ શકશે, અને સામાન્ય ચર્ચામાંથી પ્રસંગે પ્રસંગે પ્રત્યેક વ્યક્તિને પોતપોતાના ખુલાસા મળી રહેશે. ' એમ કહેવાનો આશય નથી કે આ લખનાર સર્વત છે, અથવા સર્વ વાતનું સ્પષ્ટીકરણ કરવા સમર્થ હોવાનો દાવો કરે છે. હું પણ તમારા જેવા અભ્યાસી છું, પણ એકલે બેશી અભ્યાસ કરું તે કરતાં મને ઘણુ સહાધ્યાયીની સાથે બેશી અભ્યાસ કરવામાં વધારે રસ આવે છે; જેઓ મારાથી પાછળ હોય તેમને સહાય થવામાં મારો અભ્યાસ સાથેક થાય છે; અને જેઓ મારાથી આગળ હોય તેમની પાસેથી મને નવું શીખવાનું મળે છે. ગુરુ, શિષ્ય, સંપ્રદાય, ઉપદેશ, સર્વ કરતાં વિશ્વમાં વિચરતાં મનુષ્યો પરસ્પર સાથે પ્રેમભાવ રાખી હૃદ. યની વાર્તાના આ પ્રકારે સ્પષ્ટતાથી વિનિમય કરે તે વધારે લાભ થાય એમ મારું મન માને છે. કોઈનાથી પણ છુટા પડીને ઉભા રહેવા કરતાં સર્વની સાથે રહીને ચાલવામાં મને લાભ દેખાય છે. અને સારા વિષયે લખવા, તેવા લેખને વાંચીને ખુશી થઈ તે ઉપર વિવેચન કરી પાંડિયે બતાવવું, કે કવિતાઓ રચવી અને ભાષણો આપવાં, એવી બાલચેષ્ટામાં મને આ નંદ આવતો નથી; મને એમ લાગે છે કે જે વાચનમાંથી કાંઈક નવી અસર આપણા મનમાં પેદા થાય નહિ, જે અસરથી આપણી બુદ્ધિમાં શુભ આગ્રહના અંશ ઉમેરાય નહિ, જે આચહથી શુભેચ્છા પુષ્ટ થાય નહિ, ને જે ઈચ્છાથી કર્તવ્ય થાય નહિ, તે વાચન, તે અસર, તે આગ્રહ, ને તે ઇચ્છી બધાં ગમે તેવી સારી ભાષાથી કે છટાથી દર્શાવેલાં હોય તો પણ નાટકનાં પાત્રના જેવાં પેલે પાલાં અને વ્યર્થ છે. ઉચ્ચ વન અને ઉન્નતભાવના એની વોસના એજ પ્રધાન છે. એ વાત મારી જાણ બહાર નથી, કે વૃત્તિપ્રભાકર જેવા વિષય ઉપર વાચકવર્ગની અત્યંત અરુચિ છે. એમાં કાંઇજ આશ્ચર્ય કે દોષ નથી. એ વિષય એ છે. અદ્વૈતતાન એ સર્વગ્રાહી, સર્વોપકારક, સર્વમય, જ્ઞાન છે. એમાંથી કોઈ પણ વિષય બહાર નથી. એજ જ્ઞાન ભિન્ન ભિન્ન બુદ્ધિને ભિન્ન ભિન્ન રીતે પ્રાપ્ત થાય છે. જે અધિકારીઓ ઘણા તર્કવાળા છે, તર્ક વિના જેમનું મન રહેતું નથી, પ્રાપ્ત કરેલા નિશ્ચયને પણ જેમના મનના તર્ક કે કુતર્ક તુરત ઉથલાવી નાખે છે, તેવા તર્કપ્રધાન પ્રકૃતિવાળાને વૃત્તિપ્રભાકર આદિ ગ્રંથ ઉપગના છે. તથાપિ એ ગ્રંથના અધ્યયન માટે એક બે સૂચના કરવી યોગ્ય છે. વૃત્તિપ્રભાકર આરંભતા પૂર્વે વિચારસાગર (જેનું ભાષાન્તર સાક્ષરવર્ય રા. રા. મનઃસુખરામભાઈએ બહુ સારી ટીકા સાથે કરેલું છે) તેને સારો અભ્યાસ જોઈએ. એ અભ્યાસ પછી પણ વૃત્તિપ્રભાકરને આજ અહીંથી, કાલ પગેથી, એમ વંચ નહિ. પ્રથમથી પંક્તિએ પંક્તિ મનમાં ઘટાવી ધટાવીને વાંચતા જવું, અને કેટલાક મુખ્ય વિચારને 'મેશને માટે મનમાં andhi Herita e Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850