પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ચંદ્યાવલિ, જાનો, આખા દેશનાં, ઇતિહાસ રહેલે હોય છે. અમુક શબ્દને અભાવ અને તે પછી થા- ડે સમયે તે શબ્દોનો પ્રાદુર્ભાવ એ પણ એ દેશના માનસિક ઇતિહાસને સૂચક થઈ શકે છે. સંસ્કૃત ભાષા જ્યાં સુધી આ દેશમાં ચાલતી રહી ત્યાં સુધી ગ્રંથ ‘કરી ' શકાય છે; જેમ ધર કરી શકાય છે, કામ કરી શકાય છે, તેમ ગ્રંથ પણ કરી શકાય છે; એ વિચાર ઋષિઓ અને આચાર્યોના મનમાં આવ્યા નથી, જેમ બીજી વ્યાવહારિક વસ્તુઓ હાથ પગના વ્યાપારથી કરી શકાય છે તેમ કાગળ કલમ અને શાહીને વેગ કરીને મુકાયંત્રમાં મુદ્રાઓ ગોઠવી તેને છાપી પૂડું બાંધીને બહાર લાવી ગ્રંથ પણ કરપાદાદિવ્યાપારસાધ્ય છે. એ વિચાર મુદ્રાયગ્રાનો પ્રાદુર્ભાવ પછીના સમયના છે. આપણા જીવનમાં જેમ પાશ્ચાત્ય સંસર્ગોને લીધે, આપણે બધી પ્રવૃત્તિને પ્રાયશઃ યંત્રવત કરી લેવા ઈચ્છા રાખીએ છીએ, તેમ ગ્રંથ રચવાની પ્રવૃત્તિ પણ યંત્રવત કરવાની લાલસામાં આપણે “ગ્રંથકાર ' એ શબ ઉપજાવે છે. અને કાગળ તથા શાહીના વેગથી યંત્રવત રચાયેલા ગ્રંથો અને ગ્રંથકારે પણ એવી માનવતી ગ્રંથકાર પદવી લેવાને આજકાલ ઉભરાઈ રહેલા છે. સંસ્કૃત ભાષાના ઋષિઓ અને આચાયો જાણતા હતા કે શરીરવ્યાપારો યદ્યપિ યંત્રવત્ ચાલી શકે, મનોવ્યાપારની પણ કવચિત બહુ અભ્યાસના બલે યોગાદિમાર્ગથી યંત્રવત્ થઈ શકે, તથાપિ મનોવ્યાપારની સામાન્ય સંકલનાના ક્રમમાં જેનો સમાસ થઈ શકતા નથી, જેના ઉદ્દભવ અને પ્રાદુર્ભાવના તેમ સ્વરૂપના નિયમે કરી શકાતા નથી, એવી સ્વતંત્ર અને સ્વલક્ષણ જે પ્રતિભા ( genius) તે કદાપિ પણ યંત્રવત થઈ શકતી નથી. એ પ્રતિભાનું આવાગમન આકરિમક, અશુચિંત્યુ થાય છે; મહાપ્રતિભાવાન ઋષિ, ક્ષણમાં અતિ પ્રાકૃત મનુષ્ય થઈ રહે છે, અતિ પ્રાકૃત જંતુ ક્ષણમાં પ્રતિભાને પ્રસાદ પામી આચાર્યને પ્રાપ્ત કરે છે. વાલ્મીકિ જેવા એબ્રાહ્મણને, તપઃપ્રભાવે કરી, કાંચમિથુનને પારધીએ હણુતાં. જેઈ, જે આર્દ્રતાનો ક્ષાભ હૃદયમાં વ્યાપો તેથી પ્રતિભા દેવી પ્રસન્ન થઈ તેના મુખ માંથી વાણી રૂપે સાકાર થયાં: | મા નિપાટુ જ્ઞતિg વમન: શબવતીઃ સTI: | यत्क्रौंच मिथुनादेकमवधीः काममोहितम् ।। અને એ અમર વાણી અનુષ્કપરૂપે પ્રવત મહાપ્રતાપવતી એવી પવિત્ર રામકથાની જ નની થઈ. વેદનાં મંત્ર અને સૂક્તના ઉચ્ચારનાર ઋષિએ પણ મંત્રકાર, સૂત્રકાર, કે ગ્રંથકાર કહેવાયા નથી, “ મંત્ર દ્રષ્ટા' જ કહેવાયા છે; પ્રસન્ન પ્રતિભાએ તેમને તે તે મંત્ર, સૂક્ત, સૂત્રાદિનાં ‘ દર્શન ' જ કરાવ્યાં છે. વ્યાકરણ જેવા મહાશાસ્ત્રના પ્રણેતા પાણિનિને પણ શ્રીમહાદેવની તપશ્ચર્યા ફળીભૂત થતાં શંકરને સાક્ષાત્કાર થઈ તેમના તાંડવ સમયે નિનાદ કરતા ડમમાંથી અષ્ટાધ્યાયીના જીવભૂત ચતુર્દશત્ર પ્રાપ્ત થયાં છે. કિંબહુના 'કાઈ પણ ઋષિ, આચાર્ય, કવિ, પંડિત, આ આર્ય દેશમાં પ્રતિભા દેવીના અપર નામરૂપ કઈ ઇષ્ટ દેવીની ઉપાસના અને પ્રસન્નતા વિના શાસ્ત્ર કે કાવ્યનું દર્શન પામી શક્યો નથી. જેમાં તરવજ્ઞાનના અને જીવિતના ઉત્તમોત્તમ પુરુષાર્થના પરમ વિચારનો સંગ્રહ છે એવા લેખને પણ આચાર્યો, શાસ્ત્ર, ગ્રંથ, રીલારી, ઇત્યાદિ કાઈ નામ ન આપતાં, ‘ દર્શન ' એટલું જ નામ આપેલું છે. વર્તમાન સમયમાં પાશ્ચાત્ય યંત્રબલનો વેગ આપણને એટલા બધા લાગી ગયા છે કે પ્રતિભાના પ્રસાદ વિના અત્યંત અસાધ્ય એવી શાસ્ત્રષ્ટિ કે કાવ્યશક્તિ પણ આપણે ‘પ્ર. Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50