પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાર, થકાર' થઈને પ્રાપ્ત કરવાનું સાહસ કરવા લાગ્યા છીએ. જે પાશ્ચાત્ય વિચરિકે ચૈતન્યને પણ જડસંધાત જન્ય ઠરાવી પોતાનું આખું “ ચેતનશાસ્ત્ર' ( ચૈતન્ય અને મનના વિકારાક્રમ સમજાવવાનું શાસ્ત્ર ) પણ જ્ઞાનતંતુ અને સાહચર્યના યોગાયેગમાંથી ઉપજાવવા મથન કરે છે, તે પ્રતિભાને પણ જ્ઞાનતંતુ અને સાહચર્યોના વેગમાંથી ઉપજાવી લે તો તેમાં આશ્ચર્ય જેવું નથી. અમુક કવિ અમુક સવર ઉપર રહ્યા. બાલ્યમાં તેણે અમુક સૃષ્ટિસાંદર્ય જોયું, અને તેના જ્ઞાનતંતુને અમુક સંસ્કારો થતાં તેને મુખે કાવ્યનો ઉદ્દગાર થવા લાગ્યા. એમ પ્રતિભાની ઉત્પત્તિ સમજાવી, આપણા ઉછરતા જુવાનોને કવિ થવાની મૂર્ખ લાલસામાં સરેવર અને લીલેતરીવાળાં મેદાનોમાં પડવાથી કવિત્વ પ્રાપ્ત કરવા મોકલનારા પાશ્ચાત્ય પંડિતાના, આપણા ઉપર આજ વર્ષોની પેઠે વતાં કાવ્ય નામધારી ચીથરાં માટે પરમ ઉપકાર માનવાનો છે. આટલો ઉપધાત કરવાનું તાત્પર્ય એ છે ગ્રંથકાર થયું થવાતું નથી. વ્યાકરણદેષરહિત ભાષા લખતાં આવડે, એટલે કાંઈ પણ લખીને છપાવી, ગ્રંથકારની પંક્તિમાં ખપવાની લાલસા વિદ્યાના પ્રદેશમાં કામ આવતી નથી. પ્રત્યેક ભાષામાં અનેકાનેક નાના મહાટા ગ્રંથ રચાય છે, પણ કાલની કટીમાંથી તેજ પાર ઉતરે છે કે જેમાં ખર સાર હોય છે. જે એક દિવસ, બેચાર માસ, કે પાંચ દશ વર્ષનું આયુષ્પ ભેગવનાર લેખ છે તે સ્વતઃજ વિસ્મરણમાં પડી નિર્મલપ્રાય થઈ જાય છે, જેમાં કાંઈ સાર હોય છે તે બેચાર દશકા કે સે ખા વર્ષ આવરદા ભગવે છે; ને જે જગતના અનેક ઉદયાસ્ત થયા છતાં પણ તેમના તેમ જનસમાજની પ્રીતિને પાત્ર રહે છે તે તો પરમ પ્રતિભાનાજ સંગ્રહ છે. ગ્રંથ કરવાની પ્રવૃત્તિ ગ્રંથ કરવા ધારીને કરવી એથી કશું સાર્થક નથી; ઉત્તમ પ્રકારની પ્રતિભા જેને પ્રેરણા કરે અને કાંઈ પણ લખાવે તેજ લખવાને અધિકારી છે. લખતાં વાચતાં આવડે એ વાં પ્રત્યેક સ્ત્રીપુરુષ કાંઈ પણ લખવા ધારે તે લખી શકે, છાપખાનામાં છપાવવાનું ધન પાસે હોય તે છપાવી પ્રસિદ્ધ પણ કરી શકે, તેમજ આટલા વિશાલ વિશ્વમાં જેવું લખનાર તેવું વાચનાર પણ મળી રહે અને તે લેખની ઉપાગિતા પણ તેટલે અંશે કહી શકાય. વિ. શ્વરચનામાં એવું તો કાંઇએ નથી કે જેને કોઈ ને કોઈ પ્રકારનો પણ ઉપયોગ ન હોય, એ ટલે આવી દૃષ્ટિથી લેખની તુલના કરવી તે યથાર્થ તુલના નથી. જે લખાણમાત્ર ગ્રંથના નામને પાત્ર થતું હોય તો ખાનગી કાગળ પત્રો, હીસાબના ચેપડા, સામાનની નોંધ, એ આદિ પણુ ગ્રંથ કહેવાત; કેમકે તે પણ કોઈને કોઈ સ્થાને ઉપયોગી છે. પણ એવી ઉપગિતા, એજ, ગ્રંથપ્રવૃત્તિની સાર્થક્તા સિદ્ધ કરી શકતી નથી, એમ જણાવવાને ગ્રંથ યોજવાની પ્રવૃત્તિ કરાવનાર મૂલ વસ્તુ અવર્ય એવી પ્રતિભાશક્તિ છે, ને તે જેને પ્રેરે તેજ લેખક થવાને - ગ્ય છે એ વાતનું આપણે દિગ્દર્શન કરી આવ્યા છીએ. - પ્રાચીન સમયમાં પ્રતિભાની પ્રેરણાથી વિશ્વને ઉપદેશ આપનાર મહાત્માઓ, અવતાર, પેગંબર,કવિ, આદિ માનને પામી, જગતની ઉન્નતિને સાધવાના અનેક માર્ગ કરી, આપી ગયા છે. મુખપરંપરાથી ઉપદેશ આપવાના સંપ્રદાય, લખવા તથા છાપવાની કલાએ મંદ પાડશે, ત્યારથી અવતાર અને પેગંબરના પ્રકાશ થતે બંધ પડ્યો છે; પણ જનસામાજને ઉન્નતિ અર્પનાર લેખની પ્રવૃત્તિ જે પ્રતિભાને આધીન છે તે પ્રતિભાના સામ્રાજ્યમાં એક રેખ પણ ઉણી થઈ નથી. પ્રતિભાવાળા લેખોએજ ઈતિહાસમાં નવા નવા પવિતેં કરી આ anahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50