પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - શબ્દકોશ, ६५७ પ્રવૃત્તિનું મુખ્ય નિદાન છે. ભાષાની અલંકૃતિ, શુદ્ધતા, સંસ્કારમયતા, એ સર્વ શૈણુ સાધન છે, તેટલામાંજ ગ્રંથ કે કાવ્યનું ગ્રંથત્વ કે કાવ્યત્વ નથી; ને એકલી ભાષાની ટાપટીપ કરનાર તે ગ્રંથકાર કે કવિતા નામને પાત્ર નથી. પ્રતિભાના પ્રસાદથી જે ઉન્નત ભાવપૂર્ણ પ્રવાહ વહે છે તે તદનુકૂલ વાણીમાંજ વહેશે એ સ્વાભાવિક અને યોગ્ય છે; પણ પ્રતિભા હેત વા ન હૈ તથાપિ શબ્દરચનાના આડંબરમાંજ જે લેખનું લેખવ છે તે તે જાતમૃત બાલક જેવા અત્યંત નિષ્ફલ જ છે. ગુજરાતી ભાષામાં આજકાલ અનેક અનેક ગ્રંથ, કાવ્યો, નિબંધો, નાટકે, પ્રસિદ્ધ થાય છે, ને ‘ ગ્રંથકાર' થવું એ જેમ એક બંધ હોય તેમ લોકો તેમાં. પ્રવૃત્ત થયા છે તે સમયે ખરા ઉત્તમ ગ્રંથ કોને કહી શકાય અને ગ્રંથકાર થવુ' કયારે સાર્થક થાય તે વિષે આટલી સૂચના અપ્રાસંગિક નહિ ગણાય. “ કાર ” એ પ્રત્યય જેને અંતે આવે તે બધું ધંધો, વેપાર, હાથ પગે સિદ્ધ થાય તેવી વસ્તુના વર્ગમાં છે; આપણામાં ‘ના’’ અને ‘કા’ કહેવાય છે ને સૂત્રકાર ( સૂતાર ) કાંસ્યકાર ( કાંસાર ) ઈત્યાદિ “ કારુ ' કહેવાય છે, તેવા ગ્રંથકાર પણ કારુ ” થઈ શકતો નથી; સૂતાર આદિ જેમ કરપાદાદિસાધ્ય ધંધા કરીને દ્રવ્યોપાર્જન કરે છે, તેમ ‘ગ્રંથકાર” પણ ‘કારું” થઈને દ્રવ્યોપાર્જન કરવાને બંધ કરી શકે એ બનવા જેવું જ નથી, જે કાર્ય કોઈ નિયમને વશ નથી, પણ સર્વથા સ્વતંત્ર અને સ્વછંદી એવી પ્રતિભાને સ્વાધીન છે તેને ઉપાર્જન કરવાના ધંધાનું નિયમિત સ્વરૂપજ આપી શકાય એમ નથી. લેખક અને કવિઓ ધનાઢય થઈ શક્યા હોય તે આકસ્મિક પ્રારબ્ધગ છે, સામાન્ય ઉત્સર્ગ તે એજ છે કે પ્રતિભાના પુત્રે સર્વદા નિધન ને નિર્ધનજ રહ્યા છે. અને તેનું કારણ બીજું કાંઇજ નહિ પણ પ્રતિભાને યંત્રવત નિયમી શકાય નહિ તેજ છે. જે વસ્તુ નિયમિત રીતે આપી કે લેઈ શકાતી નથી તેનાથી ધંધા ચાલતા નથી, તે એક સટ્ટા જેવી છે, ને સટ્ટામાં ઉપાર્જન થવું ન થવું આકસ્મિક દેવાધીન છે. અર્થાત ગ્રંથકાર , થઈને ‘ કારુ ”નો જે ધંધા આજકાલ પ્રવર્તવા લાગ્યો છે, જેને કાંઇ ધંધા ન હોય તે તુરત ગ્રંથકાર થઈ ઉપાર્જન કરવા પ્રવર્તે એવી જે અતિ ક્ષદ્ર રીતિ પ્રચલિત થઈ છે; તે આપણા યુવકને કુમાર્ગ દેરનારી, દેશને હાનિ કરનારી, મનુષ્યના અતિ ઉત્તમ બલ અને પરાક્રમને અન્ય સ્થાને ઉપયોગી થવાનો અવકાશ ન આપતાં અસ્થાને ક્ષીણ કરનારી અને પ્રતિભાના પવિત્ર નામને લજજા પમાડનારી છે. સપ્ટેમ્બર-૧૮૯૭ શબ્દકોશ (૧૫૨) ગુજરાતી ભાષાની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી, પ્રાકૃત અને અપભ્રંશદ્વારા, થઇ; ને તેમાં જૈન સાધુઓ તથા નૃસિંહ, મીરાં, ભાલણ પ્રેમાનંદ, શામલ, અખે, અને બીજા અનેક ભકત, કવિઓ, આદિનાં વિરચના આરંભાયાં ત્યારથી તે સાકાર થતી ચાલી. ગુજરાતમાં કાન્સરચનાને પરિચય હિંદીની મારફતે આવેલા હોય એમ માનવાને કારણ છે, અને હિંદી ભાષાના ધણુક શબ્દો, નિયમ અને આખી વાક્યરચનાઓ ગુજરાતીમાં દાખલ થઈ છે. હિં. દીદ્વારા કે સાક્ષાત સંબંધથી ઉર્દૂ ફારસી, આદિ શબ્દો અને તે સાથે હવણું હવષ્ણુ પુરિચયમાં આવતા અંગરેજી શબ્દોને અંગેરેજી વાકયરચનાઓ પણ ઉમેરાઈ છે, શાલા ખા andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 1850