પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, બાલવું તેમ લખવું એ ધારણ સ્વીકારતાં સર્વમાન્ય શિક લેખનપદ્ધતિનો નાશ થાય, અને અમુક દેશ, શહેર કે જ્ઞાતિના બાલવાનેજ સપ્રમાણુ ગણી તે તે પ્રમાણે લખવું એવું હરાવવા જતાં તે સર્વમાન્ય ન થાય એટલું જ નહિ પણ શબ્દનાં મૂલ શોધીને જોડણી આદિ ઉપજાવવાની જે કડાકુટમાંથી છુટવા માટે “ બાલવું તેમ લખવું' એ નિયમને આ શ્રય કરવામાં આવે તે કડાકુટ કરતાં પણ વધારે મુશ્કેલી ઉભી થાય. સંગીત જેવા વિષયો જેને પ્રાણુ ઉચ્ચાર અને બેલવામાં જ રહે છે તેમાં સંજ્ઞા અને ચિન્હાની યોજનાથી તેના તે યથાર્થ ઉચાર એકથી અન્યને સંક્રમિત કરાવવું આવશ્યક છે; ભાષા જેમાં શબ્દરૂપ સંજ્ઞાઓથી સંકેતિક અર્થોધ ઉપજાવ એ પ્રધાન વાત છે તેમાં શબ્દોને જેવા બોલાય તેવાજ સંક્રમિત કરવા કરાવવાનો આગ્ર પ્રધાનતાને પાત્ર નથી. વળી શબદ અને શબ્દોના ઉચ્ચાર કેવલ લખવાથીજ શીખાતા હોય એવી એકે ભાષા અદ્યાપિ વિદ્યમાન નથી, સંપૂર્ણ એવી સંસ્કૃત ભાષામાં પણ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત આદિના ઉચારને અર્થે ગુરુની અપેક્ષા રહે છે; તેમજ લેખનમાત્રથીજ ઉચારપૂર્વક ભાષાજ્ઞાન, ગુર્મનિરપેક્ષ થઈ જાય એવી યેજના શકય છે કે નહિ તે પણ હજી વિવાદિત છે. કોઈ પણ ભાષાની પૂર્ણતાનું એ એક સુચિન્હ છે કે શબ્દોની જોડણી અને ઉચ્ચાર વચ્ચે કશો ભેદ રહે નહિ, પણ ગૂજરાતી જેવી અનેક ભાષાના તત્ત્વથી બંધાયેલી અને હજી નવી નવી વૃદ્ધિ પામતી ભાષાને તેવી કરી લેવાનો યત્ન અકાલે થયેલે ગણાય તે આશ્ચર્ય નથી. આવાં કારણોને લેઈ આ સંબંધમાં અમારૂં મત એવું છે કે “ બેલાય તેવુ લખાય ” એ ધારણ ઇષ્ટ અને લક્ષમાં રાખવા યોગ્ય છે તથાપિ તેનેજ ડણીને નિર્ણય કરવામાં પ્રથમ પ્રમાણુ ગણી શકાય નહિ. ગુજરાતી ભાષાના શબ્દોમાં શુદ્ધ સંરકૃત, પ્રાકૃત તથા અપભ્રંશદ્વારા આવેલા, કેવલ દેશી હિંદી દ્વારા કે સાક્ષાત આવેલા ઉદુ, ફારસી, આરબી, મરેઠી રાજ્યની અસરથી આવેલા મરેઠી, અને છેવટ વર્તમાન સંસ્કારથી પ્રાપ્ત થતા અંગરેજી શબ્દો દીઠામાં આવે છે. આવા સમુદાયને અમુક એકજ પ્રકારે લખવાનો નિયમ છે શક અશકય છે; અને રા. બા. લાલશંકરભાઈ કહે છે તેમ “ ગૂજરાતી ભાષાના શબ્દોની જોડણીના સર્વમાન્ય નિયમ થએલા નથી, અને તેવા નિયમ સંભવિત નથી ” એમજ કહેવું પડે છે. પરંતુ એમ જણાય છે કે થોડાક સાદા નિયમે લક્ષમાં રાખવાથી સર્વને માન્ય થઈ શકે તેવું ધારણુ હાથ આવી શકે. ( ૧ ) સંસ્કૃતમાંથી આવેલા શબ્દો અને સમાને મૂલ સંસ્કૃતમાં હોય તેવાજ લખવા. (૨) પરભાષાના શબ્દોને તેમને જે શુદ્ધ ઉચાર હોય તેવા લખવા. (૩) પ્રાકૃત અને અપભ્રંશદ્વારા આવેલા શબ્દોને પ્રયાગમાં જોવા મળતા હોય તેવા લખવા. (૪) દેશી એટલે જેમનું મૂલ સંસ્કૃતમાં પ્રાકૃતમાં કે પરભાષામાં જણાતું નથી તેવા શબ્દોને જેવા બેલાતા હોય તેવા લખવા. - ૫) ગૃજરાતી ભાષાના વ્યાકરણના નિયમે ઉપરના ચારે પ્રકારના શબ્દોને લાગુ થાય ત્યારે પ્રત્યયાદિને યોગે તેમની જોડણી વ્યાકરણુમાં કરી હોય તે પ્રમાણે કરવી; સંસ્કૃત વ્યાકરણુને નિયમ ગુજરાતીમાં દાખલ કર ન.િ dhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10/50