પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. કરીએ તો કરાય તેમ છે. આવી સ્થિતિ ચાલે છે તેવામાં રા. સા. માધવલાલભાઈના આકારતા ઉચ્ચારાને તથા અનુનાસિકના ઉમૈયારાને સ્પષ્ટ કરાવવા નવાં ચિહો ઉપજાવવાની ભલામણ કરે છે. આ અને અના બે પ્રકારના ઉચ્ચાર અંગરેજી આદિ શબ્દો ગૂજરાતીમાં ભળવાથી બહુ આવશ્યક થઈ પડેલા છે, તેમજ અનુનાસિકની સ્થિત્તિ તો ગૂજરાતી ભાષામાં એવી થઈ! ગઈ છે કે કેટલેક ઠેકાણે માત્ર અનુસ્વરાજ ઉચ્ચાર થાય છે. અને કેટલેક ઠેકાણે પાછળના અક્ષરનો સવર્ગીય અનુનાસિકજ ઉચ્ચારાય છે એટલું જ નહિ પણ તેથી ઉલટું થતાં ઉચ્ચારની વિકૃતિ થઈ જાય છે. જુદા જુદા ઉચ્ચાર દર્શાવવાને જુદાં જુદાં ચિન્હ ઉપજાવવા જઈએ તો અનેક અનેક પ્રકારના ઉચ્ચારે માટે ચિન્તા ઉપજાવતાં આપણને ઘણી અડચણ આવી પડે અને બાલવા પ્રમાણે લખવાના નિયમને અનુસરતાં જે મર્યાદા રાખવાની જરૂર છે તેની પાર નીકળી જઈ આપણે સરલતાને બદલે નવી અને નિપ્રોજન ગુંચવણ પેદા કરીએ. ઉચ્ચાર ગુરુમુખે શીખવા દેવા અને કોશમાં કૈસ કરીને અમુક ધારણથી સમજાવવા એજ સારે માર્ગ છે. રા. સા. માધવલાલભાઈ અનુનાસિક સંબંધે જે કહે છે તે તો ભાષાના સ્વરૂપમાંજ હવે સુદઢ રીતે ઘડાઈ ગયેલું છે એટલે તેની વ્યવસ્થા થવી ઉચિત છે. એમાં એ નિયમ રાખ્યો હોય તો સારું કે જ્યાં પાછલા અક્ષરનો સવર્ગીય અનુનાસિક ઉચ્ચારવાથીજ યોગ્ય ઉચ્ચાર થતો હોય ત્યાં અનુનાસિક લખવાનો વહીવટ રાખવે અને તે વિના સર્વત્ર માત્ર માથે મીંડું મૂકીને ચલાવી દેવું. માર્ચ–૧૮૯૮. એક પ્રાચીન લેખ. (૧૫૩) ઉના ગામના એક બે લેખનું અક્ષરાંતર અમારા જેવામાં હાલ આવ્યું જે ઉપરથી કેટલીક જાણવાજોગ હકીકત નીચે પ્રમાણે આપીએ છીએ, પ્રાચીન લેખે ઉપરથી અનેક પ્રકારની વાતો જાણવામાં આવે છે તેમાંની આ, જે અત્રે જણાવીએ છીએ, તે પણ છે. ઉના ગામના તળાવને સુરાષ્ટ્રના સુબા મહમુદશાહના વખતમાં કોઈએ સમરાવેલું તેની પ્રશસ્તિને આ લેખ છે. તેમાંનું વર્ષ સંવત ૧૫૮૨ ને માસ તિથિ શ્રવણ શુકલ ૮ એમ છે. e વાલ્મીકિકાયસ્થ, એમાં વાલમીકિ કાયસ્થાની ઉત્પત્તિ કાઈ વાલમીકિ નામના બ્રાહ્મણથી (કે પછી વાલમીકિ ઋષિથીજ) સ્થપાયેલા વંશદ્વારા કહી છે, ને તેમાં કાયસ્થાને અનેક રાજકાજમાં કુશળ બતાવવા ઉપરાંત “ લેખન કળા ”માં વિશેષ ચતુર બતાવ્યા છે, વાલમીકી કાયસ્થાની જ્ઞાતિ આમ જોતાં ૩૬ ૩ વર્ષ જૂની જણાય છે, ને તેમની વરતી મૂળ ઉના દેલવાડા તરફ હશે એમ પણ સમજાય છે. ત્યાં હાલમાં કાયા છે નહિ, ને આપણે તેમને ઘણું કરી માત્ર મુંબઇ સુરતમાંજ દેખીએ છીએ 'ઉત્તર હિંદુસ્તાનમાં એ કામ ધણી છે, પણ તે વાલમીકિ કાયસ્થની નથી. એક બીજો લેખ શ્રીમાળ ગામમાં કોઈ દેવને દાન આપ્યાના અમારા જોવામાં આવ્યા છે. તે પણુ કાયસ્થને ઉદ્દેશીને છે, ને તેનું વર્ષ સંવત્ ૧૩૩૦ છે, જે હીસાબે કાયસ્થ જ્ઞાતિ ૬૧૫ વર્ષથી તે હેજ એમ સમજાય. and Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850