પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૪ સુદર્શન ગવાવલિ, સાધવાનું સાધન કરી શકાય એમ છે, એ વાત વર્તમાન સમયના પ્રયોગ કરનારા કેવલ વિ. સરીજ ગયા છે. જે કલાને શેકસપીઅર અને ગરિક જેવા પ્રયોગ કુશલ નરોએ સ્વીકારી આખા દેશના હૃદય ઉપર અસર કરી હતી, તેનેજ આજની અધમાધમ સ્થિતિમાં જોઈ કીયા સહદયને ખેદ થયા વિના રહે ! કાણુ જાણે અમારા હૃદયને અતિ ઉચ્ચતમ ભાવનાઓ ઉપર અત્યાસક્તિ થઈ ગઈ છે, કે વર્તમાન રંગભૂમિજ દિવ્ય સ્થાન ત્યજી કોઈ અધમ સ્થાનમાં ઉતરી પડી છે તે સમજાતું નથી; પણ વર્તમાન સમયના નાટક પ્રગાના સતત દર્શનથી, અભ્યાસથી, તરુણ વયનાં બાલકા ઉપર જે અસર થતી જણાય છે, તેમની નીતિમાં જે શિથિલતા પ્રવેશ પામે છે, તેમના વિદ્યાભ્યાસમાં જે અનાદર જણાય છે, તેમની મર્યાદામાં જે ઐહત્ય સમજાય છે, તે કોઈ પણ વિવેકવાનને તે વર્તમાન નાટક પદ્ધતિ ઉપર અર્મચવિના બીજું કાંઈ ઉપજાવી શકે નહિ. આજથી પંદર વર્ષ ઉપર મુંબઇમાં રા. રણછોડભાઈના નાટકોના પ્રયોગ થતા હતા, ત્યાંથી માંડીને તે વચમાં દાદી કંપનીના, વીકટારીઆ કંપનીના, અને હાલમાં મારબી તથા વાંકાનેર કંપનીના પ્રયોગ અમે લક્ષપૂર્વક જોયા છે, અને એટલીજ વાત સખેદ અંતઃકરણે અમારે સ્વીકારવી પડે છે કે નાટકોની પદ્ધતિ દિનપ્રતિદિન ઉતરતી ચાલે છે, અધમ થતી ચાલે છે. કોઈ પણ કલ્પિત વાર્તા રચવાને ઉદ્દેશ એવો હોવો જોઇએ કે કઇ અમુક ભાવનાનું એક પ્રત્યક્ષ દૃષ્ટાન્ત ઉભુ કરી આપવું; એવું કરી આપવું કે વાચનારની નજર આગળ તે એક પ્રત્યક્ષ સ્વરૂપે રહીને તેને પોતાને તેવા થવાનો ઉત્સાહ નિરંતર પ્રયા કરે. જે આવું ન હોય તે વસ્તુ વ્યર્થ છે, હાનિકારક છે એમ કહેવું જોઇએ. તાદશ વર્ણનપદ્ધતિ જેને અંગરેજીમાં રીએલિસ્ટિક પદ્ધતિ કહે છે તેને ભજનારા આ વાત ઉચિત નહિ ગણે; પરંતુ અમારું એમ માનવું છે કે સંસાર જેવો છે તેવી ચીતરી બતાવવા કરતાં તેમાંથી કાંઈક ઉચ્ચતા, મહત્તા, ઉદારતા, શીખાય એવો વિન્યાસ કરવો વધારે લાભકારક છે. અને લેખકનાં શ્રમ તથા ચાતુર્યને શોભા અને અમરત્વ આપનારો છે. જ્યારે વસ્તુમાત્રને હેતુ ઉચ્ચતાની ભાવનાનાં દૃષ્ટાન્ત ઉભાં કરી આપવાનો ઠર્યો, ત્યારે નાટકનો હેતુ તેથી પણ અધિક હોવા જોઈએ, નહિત ચક્ષભિઃસત્ય કરાવી આપવાની માથાકૂટ વ્યર્થ પડી જાય. લેખમાત્રમાં રસ તે હોય જ છે, પણ કેટલાક રસ ક૫નાગમ્ય હોય છે, કેટલાક બુદ્ધિગમ્ય હોય છે, કેટલાક વિચારગમ્ય હોય છે; નાટકને રસ તેવા નથી. એ રસના અનુભવ માટે કપના, કે વિવેક કે વિચાર, કરવાની અપેક્ષા રહેતી નથી, જે જે પ્રસંગ આવે છે તે એવી તાદૃશતાથી આવે છે કે પ્રેક્ષકના હદયનું વસ્તુગત રસ સાથે સાક્ષાત એકતાનત થઈ જઈ, તુરત રસાસ્વાદ થતાં હુંદયના દ્રાવ થાય છે; અને એમ ઈષ્ટ એ જે ઉચ્ચભાવનાદિ દષ્ટાન્તાધ તે દિધા સફળ થાય છે, દિધા એટલા માટે કે વસ્તુના સ્વરૂપથી બુદ્ધિદ્વારા સફલ છતાં, પ્રત્યક્ષ રસાસ્વાદ) દૃઢ સંસ્કારથી તે હૃદયમાં સુબદ્ધ થઈ વધારે સમય પહોચે એવા અધિક સફલ થાય છે. ત્યારે એમ ફલિત થાય છે કે નાટકમાણ કરનાર પાસે ત્રણ વાતની યથાર્થ સામગ્રી હોવી જોઈએ. ( ૧ ) વસ્તુ( ર ) રસજ્ઞતા ( ૩ ) અભિય. પ્રકૃત નાટક–પ્રેમચંદ્રિકા-તેનું' આ ત્રણે પ્રકારે અવલોકન કરતા પૂર્વે એટલુકહેવું ઉચિત છે. કે આ સ્થલે જે કાંઈ લખવામાં આવ્યું છે તે બધુંએ એકજ નાટકને લાગુ પડે છે એમ નથી. પ્રેમ ચંદ્રિકાનું' વસ્તુ ઠીક છે; ડીક એટલા માટે કે પડદાઓની ખુબી બતાવવાના હેતુથી , andini Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 14850