પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ગોઠવે, અને જ્યાં રસનું કેન્દ્ર ન હોય ત્યાં પણ ગાયનજ ગવરાવ્યાં કરે, સાપ કરડવાના વિષથી મરતી અબલા પણ ગાયનજ ગાય, એ અસ્વાભાવિકતા, અને સંગીતના અતિ અધમ પરાભવ જોઈ આ નાટકના પ્રયોગ વખતે અમને તે સખેદ હાસ્યઆવતું હતું. નાટકના કે કોઈ પ્રસંગે હૃદય દ્રાવ પામતું, પણ રસજ્ઞતાને આ પરાભવ જોઈ કાઈ પણ સ્થાયિભાવ હૃદયમાં જામતો નહિ, જ્યાં ત્યાંથી, દરેક ભાવ, સખેદ હાસ્ય રૂપે પરિણમતા હતા. પરંતુ આપણે જે કહેવાનું છે તે નાટક ભજવનારની રસજ્ઞતા વિષે કહેવાનું છે. પોતે શું ભજવે છે તેના હાર્દનું ગ્રહણ કર્યા વિના ભજવવાનો વેષ ખરે ભજવાતા નથી. આખા નાટકના પ્રયોગમાં પોતાના વર્ષનું હાર્દ સમજીને વેષ ભજવતાં હોય એવાં તો માત્ર ધનંજય, માલિની, પ્રેમકુમાર, અને રાજાના માલીને છાકરે, એ ચાર વેષ લેનારજ જણાતાં હતાં - કે તેમનામાં પણ ન્યૂનતા ન હતી એમ નથી. બધાં પાત્રો સાથે સેળ આના એવી ખાતરીથી વેષ ભજવતાં હતાં કે અમે આ એક વેષજ ભજવીએ છીએ; તે વેષ સારા' ભજવાય છે કે ખાટો તેની તેમને કાળજી રહેતી હતી, અને જે વાત તે ભજતાં હતાં તે વાતરૂપ થઈને નિષ્કાળજીથી તેમનું વર્તન થતું ન હતું. આથી કરીને પ્રેક્ષકોના મનમાં કોઈ પણ પ્રકારની એકતાનતા થતી નહિ, પ્રેક્ષકે માત્ર અમુક શબ્દ, અમુક ચાળા, અમુક તોફાન, તેનેજ “ વન્સમોર ” કરી વધાવવામાં ખુશી માનતા હતા. પ્રેક્ષક વર્ગનો વાંક નહિ એમ કહેવાનું નથી, પણ ગમે તેવા પ્રેક્ષકો એ તાદશ રસજ્ઞતાથી વેષ ભજવનાર આગળ સ્તબ્ધ ન થાય એમ નથી, એ સારી પેઠે લક્ષમાં રાખવું, તથા એવા હલકા પ્રેક્ષક વર્ગને ખેંચી લાવનાર તેમની ચિને અનુસરી લખનાર પતેજ છે એ પણ ભુલી ન જવું., e અભિનય એ ત્રીજી વાત તો કેવલ ભજવનારનેજ લાગુ પડે છે. જે રસજ્ઞ ભજવનાર છે તે તે અવશ્ય કરીને યથાર્થ અભિનય કરી શકે છે, પણ જે અરસજ્ઞ વેષ ધારી છે, તે જોઈએ તે કરતાં વધારે અભિનય કરે છે, અને એમ પ્રેક્ષકોના મનમાં કૃત્રિમતા-" નો ભાસ જણાવી સ્વાભાવિક સંસ્કાર પડવા દેતા નથી. આ પ્રેમચંદ્રિકાના પ્રયોગમાં એકદરે અભિનય ઠીક હતા પણ બધા ભજવનારાની મુખ્ય ખામી એ હતી કે કેમ કરીને આ નાટકને છેડે જઈએ એવી આતુરતાથીજ હોય તેમ સર્વે બહુજ ઉતાવળથી પિતાને ભાગ ઉચારતા હતા અને તેથી અભિનયની મુખ્ય જંતુરાઈ જે યથાર્થ ઉક્તિચિય તેને કેવલ બને ગાડી નાંખતા હતા. આજ કાલ ફટ ફટ ફટ દોડી જવાની ઝડ૫થી બોલવાનું નામ સારું વર્તાવ કહેવાય એવી પ્રાકૃત લેાકની ગાંડી સમજ છે, તેને કાંઇક ભાસ આવા અભિનયમાં થાય છે એ શોચનીય છે. ' - એકંદર જોતાં આ સ્થાને પ્રેમચંદ્રિકાનેજ ઉદેશીને અમે આટલું લખ્યું છે, તેમાં એ નાટકની અવગણના કરવા કરતાં સ્તુતિ કરી છે એમ અમારું માનવું છે; કેમકે જેટલાં જેટલાં નવાં નાટકો આજ કાલ ભજવાય છે તેમાં આ નાટક કાંઈક સારું છે અને તે સારું સ્ટી ઉત્તમ થાય એવા ઉદ્દેશથી અમે તેને અવલંબીને આટલી ચર્ચા કરી છે. જો એ ચર્ચામાં અન્ય નાટકમયેગોને પણ ઉપયોગી એવી વાર્તા ન હોત તો આ પ્રકારે આ ચર્ચા પ્રસિદ્ધ કરવાને બદલે પ્રેમચંદ્રિકાના પ્રવેશ કરનારને એક પત્ર લખીનેજ. અમે સંતોષ માનત. નવેમ્બર-૧૮૯૩. Gandhi eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50