પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, આપે નહિ તે પણ હાનિ તે કરતીજ નથી. લેકરુચ જેવી અસ્થિર, પલે પલે બદલાતી, અને કોઈ એક નિશ્ચય કે એક વરૂપ વિનાની વસ્તુને આધારે લેખકે પોતાના વિચારને દેરે તે જગતને છે તે કરતાં ઉચ્ચ સ્થિતિમાં લાવવાનો તેમનો પ્રયાસ નેવનાં પાણીને માથે ચઢાવવાના પ્રયાસ કરતાં વધારે સારો ગણાય નહિ. અમુક ભાવનાના ધારણુથી લોકમતને અને લોકચિને દોરવાનો જે લેખકે પ્રયાસ કરે છે તેજ વિજયી થાય છે. નાટકે જન મનને અસર કરવાનાં ઘણાં સારાં અને સરલ સાધન છે, વર્તમાન સમયનાં બગડી ગયેલાં નાટકોએ - પણ જે ખરાબી કરી છે તેજ એનો પુરાવો છે, તે નાટક કંપનીઓને, નાટકકારે ને નાટક - ભજવનારાઓને ઘટે છે કે તેમણે આ ઉત્તમ સાધનનો સારો ઉપયોગ કરી લેકચિને ઉન્નત માર્ગ ઉપર લાવવા યત્નવાન થવું. એમ થવાથી તેમનો શ્રમ કૃતાર્થ થશે ને દેશને લાભ થશે. જુલાઈ–૧૮૯૬ નાટક. ( ૧૫૬ ) - નાટક એટલે શું અને તેનો ઉદ્દેશ અને હેતુ શું છે એ વિચાર વર્તમાન સમયે ઘણી ઘણી રીતે સર્વ કાઇને કરવા જેવા છે. દશરૂપક, ભરતસૂત્ર, સાહિત્યદર્પણ, ઈત્યાદિ સ્થાને નાટકની જે વ્યાખ્યા આપી છે, નાટકના જે વિભાગ કરી બતાવ્યા છે, અને નાટકનાં રચના અને પ્રકાર સમજાવ્યાં છે તેનો વિસ્તાર કરવા અત્રે પ્રસ્તુત નથી; પણ નાટકના વિષયને શાસ્ત્રીય રીતે ન વિલેતાં સામાન્ય રીતે વિચારીએ તો તે શું છે અને તેનો શો હેતુ છે એજ પ્રથમે જોવા જેવું છે; અને આ ચચો આ સમયે બહુ રીતે એટલા માટે પ્રાસંગિક છે કે ‘નાટકોની અધમ સ્થિતિ થઈ છે એમ સર્વ પાસાથી સ્વીકાર થતા આવે છે અને તેના ઉદ્ધારને માટે કહીં' કહીં યત્ન પણ થતા જાય છે. પ્રથમ એજ જાણવાની આવશ્યકતા છે કે કાવ્ય, નાટક, નિબંધ, આદિ લખનારાની પ્રવૃત્તિ શાથી અને શા માટે છે ? જેને અક્ષરે લખતાં આવડે, પોતાના મનમાં આવે તેવા વિચારોને વ્યાકરણ દોષરહિત વાક્યમાં ગોઠવતાં આવડે, તે બધા લેખક કહેવાય ? જેને પિંગલના ઝડઝમક અને પ્રાસાનુપ્રાસવાળી પંક્તિઓ રચતાં આવડે તે બધા કવિ કહેવાય ? અથવા આવું ગદ્ય અને પદ્ય મેળવીને નિબંધો રચી કાઢનારને નાટકકાર કહેવાય ? કવિઓ, લેખકો, તવના, નાટકકાર, અને સામાન્ય જનસમાજ તેમની વચમાં તફાવત શા છે ? સામાન્ય જન જેને વ્યવહાર કહે છે તે તો સર્વને સાધરણ છે, વ્યવહારમાં જે રાગદ્વેષ, કલેષ વિગ્રહ, અધમતા કરતા, સંકોચ મયદા, ઈત્યાદિ વિદ્યમાન છે. તેનાં તેજ કહી બતાવવાં કે કરી બતાવવાં એમાં કાંઈ નવાઈ કે આશ્ચર્ય નથી; બીજી રીતે કહીએ તો તેનું તે કહી કે કરી બતાવવાથી જનસમાજને લાભ નથી. વિશ્વમાં જ્યાં જોઈએ ત્યાં તો તે વિદ્યમાનજ છે. લેખકે તવ, કવિઓ, નાટકકારે એ સર્વ તે એ બધામાં પણ એની પારની કેાઈ ભવ્યતા, ઉચ્ચતા દેખે છે; અને તે દરશનની મદદથી તે મહામાઓ જગતમાં ધૂલતાનું સામ્રાજ્ય થતું અટકાવે છે, કરતાનું ઝેર ચૂસી લે છે, પૈસાને ગર્વ ઊતારી નાખે છે, અધિકારને મદ ઢા પાડે છે, દુઃખના કલેષ ધીરે કરી દેછે, વિપત્તિને કાંટા બુડે! કરી આપે છે, અને ahahHleritage Porta થા તે મહામાયા એની પારના છે તે બા 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 20850