પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કાવ્ય, ૬૭૩ ત્યારે એમ કહી શકાય કે કાબુ થવાનું નિમિત્ત અમુક પ્રકારની પ્રકૃતિમાંજ હોય છે. ગમે તેટલા અભ્યાસથી, ગમે તેટલા સાહિત્ય સંગ્રહથી, કશાથી એ પ્રકૃતિ આવતી નથી. એને નૈસર્ગિક પ્રતિભા કહે છે. જે એવી પ્રતિભાવાળા હોય તે કવિ થઈ શકે. કવિ શબ્દોને વાપરે છે પણ શબ્દોની પાર દેખે છે, વ્યવહારના સંબંધમાં ફરે છે પણ તે સંબંધોની પરના વિશ્વને સર્વદા પિતાનું ગણે છે, ગદ્યનો ઉચ્ચાર કરે છે પણ વ્યાકરણની પારના ૫ઘનેજ સાકાર કરતા હોય છે. જગતમાં અવલોકન કરવાની જેને ટેવ હશે તે જોઈ શકશે કે માણસમાં પ્રકૃતિના અનેક અને અનંત પ્રકાર છે. કેટલીક પ્રકૃતિ એવી હોય છે કે સ્થલ પદાર્થ અને તેને સ્થલ શબ્દ તે વિના બીજું સમજીજ શકતી નથી, કેટલીક પ્રકૃતિ એવી હોય છે કે સ્થલની પારના અર્થ અને સ્થલની પારના વિષયેજ સમજી શકે છે તે સ્થૂલ વ્યવહારમાં ભલે કરે છે, કેટલાકને ગદ્યની ભાષાજ સમજાય છે, કોય પણ તેવા લોક છંદશાસ્ત્ર પ્રમાણે ગોઠવેલા અને અનુપ્રાસવાળા ગધનેજ કહે છે, કેટલાકને પજ એટલુ બધુ અનુકૂળ થઈ જાય છે કે તેમને ગદ્ય સમજાતું જ નથી, સૃષ્ટિના એના એજ પદાચૅમાં પ્રકૃતિ પ્રકૃતિ અનુસાર નવાં નવાં વિશ્વ જુદાં જુદાં મનુષ્યને સમજાય છે; તેમાં જે મનુષ્યને પૂલની પારનું દર્શન થતું હોય, સ્થલની પારની રચના ક૯૫નામાં પ્રતીત થઈ જતી હોય, સ્થૂલની પારના સંબંધો ઉપજાવી નવાં વિશ્વ કરવાની શક્તિ સહજ રીતે જ આવેલી હોય, તે વર્ગમાં કવિઓની ગણના થઈ શકે છે. એમ હોવાથી જ ધણુક કવિઓ ભવિષ્યને પણ ભાખી શક્યા છે; ચંદ જેવા વીર ક. વિઓ, વ્યાસ જેવા મહાત્માઓ આગળ આગળથી થવાની વાતોના ઈશારા કરી શક્યા છે, નહિ કે તેમને કઈ દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ હતી; માત્ર એટલું જ કે રડ્યૂલ વિશ્વના વ્યવહાર અને સંબંધની પાર તેમની દૃષ્ટિ પહોચતી હોવાથી તેમને તે તે વ્યવહાર અને સંબંધોના નિત્ય પરિણામ પણ દૃષ્ટિમાં આવી શકતા, ને તેથીજ તેમના કાવ્યને ભવિષ્ય સમયાના રંગ ચઢી જતા. યોગાભ્યાસીઓ અને તત્ત્વો જે રીતે સિદ્ધિબલથી ભવિષ્ય કહી શકે છે તે અને આ રીતિ એકની એકજ છે; ઉભયની તીવ્ર લાગણી, તીક્ષ્ણ દૃષ્ટિ, અને શુદ્ધ બુદ્ધિ, માં સહજ રીતે પ્રત્યેક વાર્તાનાં પ્રતિબિંબ પડી જાય છે. એવાં પ્રતિબિંબ સર્વના અંતઃકરણમાં પડે છે, પણ તેને સમજવાં, તેનો અર્થ કરે, અને તેની સૃષ્ટિ રચી તેનો ઉપયોગ કરવા, એ આવડવાને માટે સાહજિક પ્રકૃતિનું બલ અથવા યોગાભ્યાસની સાધનસંપત્તિ આવશ્યક છે. એથી જ કવિનું સામર્થ્ય જેમ સ્વભાવેક્તિવાળા કાવ્યમાં સ્પષ્ટ જણાય છે તેમ તત્ત્વજ્ઞયાગીનું બલ સહપલબ્ધિની વિશાળતામાં પ્રતીત થઈ શકે છે. આ પ્રકારે કાવ્ય અને તત્ત્વને નિગૂઢ સંબંધ હોવાથીજ ધર્મમા મૂલથી કાવ્યનો આશ્રય કરેલ છે. તર્ક પ્રધાન પ્રકૃતિ, જેનું બુદ્ધિરથાન ભવ્ય અને વિશાલ છે, તેમને આ શક્તિ સ્વાભાવિક રીતે કવચિતજ હોય છે, કૃત્રિમ રીતે પ્રાપ્ત કરવાથી પણ સ્વાભાવિક જેવી વિશુદ્ધિને તે પહોચી શકતી નથી. તાર્કિક પ્રકૃતિઓ આજ કારણથી ઘણી વાર નાસ્તિક કે ધર્મહીન હોય છે, હદય અને હૃદયને રસ એજ આનંદનું નિદાન છે; કાવ્યમાં કે ધર્મમાં પણ જેને આનંદ અથવા પરમ પુરુષાર્થ કહેવાય છે તેનું મૂલ હૃદય છે. કાવ્યથી આનંદ ઉપજે તે ક્ષણિક રહે છે, વીજળીના ઝબકારાની પેઠે પ્રાપ્ત થઈને વિલીન થઈ જાય છે; ધર્મવિવેકથી પરમ પુરુષાર્થ ઉપજે તે નિત્ય રહે છે; પણ ઉભયનું નિદાન એકનું એક જ છે. - andhi He eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50