પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત, ૬પ ને શ્યલ રીતે દર્શાવવા મથે છે. અને કવિતા પોતે શું છે. ભાવનામાં આનંદતા આમાનો એક ઉગાર તેજ કવિતા છે, એટલું કહ્યા પછી શાને કવિતા ન કહેવાય તે બતાવવાની અપેક્ષા રહેતી નથી. ફટાબર–૧૮૯૬ સંગીત. (૧૫૮) કાવ્ય, શિ૯૫, ચિત્ર, સંગીત એ ચારે એક જ પ્રકારની કલાનાં ભિન્ન ભિન્ન રૂપ છે એમ અનેક વિચારકોએ વારંવાર પ્રતિપાદન કર્યું છે. એ ચારેના ઉલ્લંભવ ક૯૫ના એટલે જેને પ્રતિભા કહેવામાં આવે છે તેમાંથી થાય છે. કલ્પના અને પ્રતિભા એ બે શબ્દો વચ્ચે એ ભેદ છે કે ક૯૫ના તે સર્વ કોઇ કરી શકે છે. અમુક સ્થિતિ, અમુક કૃતિ, અમુક પ્રદેશ, અમુક વ્યક્તિ, કે એ સર્વનું મિશ્રણ, તે તો સર્વ માણસે યથાશક્તિ કરી લે છે. પ્રત્યક્ષ અનુભવેના સંસ્કાર જેવા દૃઢ કે અદૃઢ હોય તે પ્રમાણે એવી કલ્પના, સ્મૃતિદ્વારા, ઉપજી આવે છે. પ્રતિભા પણ એક પ્રકારની ક૯૫ના છે, કેમકે તે પણ પ્રત્યક્ષ નહિ એવું કાંકૈક ઉપજાવે છે. કલ્પના ક્યારે થઇ અને વિરમી જાય છે, ત્યારે પ્રતિભા તે ઉદય પામતાની સાથે પ્રત્યક્ષ થવા યત્ન કરે છે. પ્રતિભા આવીને ભાન થયું કે તુરત કવિ ભાષાદ્વારા, શિ૯પી પાષા. ગુદારા, ચિત્રકાર રંગદ્વારા, ને ગાયક શબ્દદ્વારા તેને પ્રત્યક્ષ કરી, પોતાની પ્રતિભાને આનંદ પોતાની બહાર કાઢી, સાક્ષાત્ અનુભવી જોવા મળશે. કલ્પના જયારે ધારીએ ત્યારે કરી શકાય, પણ પ્રતિભા ધારીએ ત્યારે આવતી નથી. પ્રતિભાના માનીતા પણ સ્પષ્ટ રીતે કહે છે કે અમારામાં સર્વદા પ્રતિભા રહેતી નથી, જ્યારે આવે ત્યારે અમે કાંઈ પણ કરી શકીએ છીએ. એથીજ શીધ્ર કાવ્ય, ગણી ગણીને ગોઠવેલાં કાવ્યો, ધારી ધારીને કતરેલા કે ચીતરેલા નમુનાઓ, કે ભણી ભણીને ગાયેલાં ગાયને યથેષ્ટ આલ્વાદ આપી શકતાં નથી, કારણ કે તે સ્વતઃ આવેલી પ્રતિભાના પ્રસાદથી નહિ, પણ બલે બલે ખેંચી આણેલી ક૯૫નાથી થયેલાં છે. कविता वनिता चैव स्वयमायाति चेद्वरं हठादाकृष्यमाणा सा सरसा विरसा મ -કવિતા અને વનિતા પિતાની મેળે આવે તે ઉત્તમ, હઠથી ખેંચી આણુતાં તો સરસ પણુ વિરસ થઈ જાય. વળી કલ્પના કરીને કાંઇક કહેવામાં આવે, જોયલી વાત વર્ણવી બતાવાય, કે જોડેલી કહાણી કહેવાય, કે એક રૂમને વૃત્તાન્ત કહેવાય, તો તે સહજે સુગમ હાઈ સર્વથી સમજાય છે; પણ પ્રતિભાનાં જે ચિત્ર છે તે એવાં સર્વ સુગમ નથી. પ્રતિભાનું' જેને એાળખાણ હોય, પ્રતિભાની જેને ભેટ થતી હોય, તેજ સુભાગ્યવાન જનો પ્રતિભાના પ્રયાસને સમજે છે, ને ચાખી આહાદ પામે છે. કલ્પના એ સ્થલ વ્યવહારના પ્રદેશને વળગી રહેલી ભાવના છે, રડ્યૂલમાંથીજ તે તેની પાર જવા યત્ન કરે છે પ્રતિભા થુલ અને ચુમ ઉભયની પારની ભાવના છે, ઉપરથી તે સ્થલમાં આવવા યત્ન કરે છે.' આ પ્રકારે કાવ્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, એ ચારે પ્રતિભાનાં કાર્ય છે, તથાપિ તેમના આવિષ્કારના સાધનને લઈને તેમના ભેદ છે. પ્રતિભાના સંસ્કારવાળા હદયમાં જે ભાવનામય દર્શના ઉફવે છે, અને તે દુશનમાં હૃદયને અમુક કાલ સુધી, અન્ય ભાવ આવે જાય તેમને Gandhi tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50