પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત, ૬૭૭. ગુઢ અને પ્રકટ યોજનાથી કાવ્ય કરવું એ એટલું કઠિન નથી કે જેટલું પાષાણુને કોતરીને કે રંગની યોજના કરીને અર્થ સૂચવવાનું કામ કઠિન છે. પરંતુ એ સર્વ કરતાં વનિ માત્રથીજ, શબ્દમાત્રથીજ, આખી ભાવના સૂચવવાનું કાર્ય અત્યંત વિકટ છે એમ કહેવામાં કશો બાધ નથી. સંગીત એ શબ્દનો યથાર્થ અર્થ ગાન એટલેજ નથી, એના પેટામાં વાઘ અને નૃત્યનો પણ સમાસ છે, પરંતુ સંગીત શબ્દ વડે કરીને આટલે સુધી જે કહ્યું તેમાં આપણે ગીતમાત્રને જ અર્થ માન્યો છે. ગાનનો વિષય ધ્વનિ છે. ધ્વનિ એ શબ્દને કાવ્યમાં જે વ્યંગ્ય એવો અર્થ થાય છે તે અત્ર પણ અનિષ્ટ નથી. શિ૯૫નો ધ્વનિ પાષા થી વ્યજિત થાય છે, ચિત્રને ધ્વનિ રંગથી વ્યંજિત થાય છે, કાવ્યને ધ્વનિ શબ્દાર્થથી વ્યજિત થાય છે, ગીતનો ધ્વનિ શબ્દમાત્રથીજ વ્યંજિત થાય છે. ગીતમાં શબ્દમાત્રને 4 નિજ કહી શકાય. અર્થ સાથે ગીતના રસને કશો સંબંધ નથી, શબ્દમાત્રના પ્રવાહથી અને શબ્દમાત્રની રચનાથી ગીતનું આખું વિશ્વ ઉભુ થાય છે. શબ્દ એજ ધ્વનિ છે. ગીતનો ધ્વનિ શબ્દમાત્રથી જ વ્યંજિત થાય છે એટલું શિ૯૫, ચિત્ર, અને કાવ્ય કરતાં ગીતનું તારતમ્ય છે. એ શબ્દ તે આપણે જે વણમક સાર્થ શબ્દો વ્યવહારમાં પ્રજીએ છીએ તે નહિ પણ જેને શબ્દમાત્ર, ધ્વનિ, નાદ કહેવાય તે, નાદ એજ ગીતને જીવ છે. નાદારાજ ગીતમાંથી અનેક ભાવ, અનેક અર્થ અનેક વનિ વ્યંજિત કરી શકાય છે. નાદની રચનાથી ગીત એક એક સૃષ્ટિ ઉપજાવી શકે છે, અને એમ ગીતના સંબંધ મૂલ શબ્દબ્રહ્મના વિવર્ત પયેત પહોચે છે, ગ્રીક ફિલસુફેએ એથીજ આખા વિશ્વના વ્યાપારને એક મૃદુ સંગીતમય કર્યો છે. આપણામાં પણ સદા અનુણ્યપ માત્રની રચનાવાળી ભગવદ્ગીતાને ગીતા એવું સંગીતને ધ્વનિ નીકળે તેવું નામ આપ્યું છે. સંગીતમાં જેમ નાદથી વિસ્તરેલી સ્વરસૃષ્ટિ યથાર્થ રીતે વ્યાપાર કરી અમુક ફલ ઉપજાવી શકે છે ત્યારેજ સુશ્લિષ્ટ કહેવાય છે. તેમ મનુષ્યના આત્મામાં પણુ જ્યારે ઈચ્છા, વૃત્તિ, ઉર્મિ, આદિ અંતઃકરણના વિકાર અને બUન્દ્રિાના સંસર્ગ સર્વે સુશ્લિષ્ટ રીતે વર્તે ત્યારે અનાદિ નાદના ગીતને અનુભવ થાય છે, અને સમગ્ર વિશ્વમાં તેને તે નાદ વ્યાપી રહ્યો છે એવી એકતા અનુભવાય છે. ગીતની આ વી આત્માનુસંધાન પર્યત લેઈ જનારી અસર લક્ષમાં રાખીનેજ કોઈ કવિએ કહ્યું છે – તંત્રીનાદ, કવિત્તરસ, સરસ રાગ, રતિરંગ, અનખંડે બુડે, તરે જે બડે સબ અંગ એકલા ગત વિષેજ આ ચમત્કાર છે એમ નથી, પણ વાદ્ય, કાવ્ય, અને રસ એમાં પણ છે એવું આ કવિનું જે કહેવું છે તેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે એ સર્વેમાં મનુષ્યને વ્યવહારના નીચ, અધમ, અને સંકુચિત પ્રદેશની પાર લઈ જઈ એક ક્ષણવાર પણ, વ્યવહારની પાર આવા ઉત્તમોત્તમ, અનન્ત, અગાધ, જીવનના અનુભવ કરાવવાનું સામર્થ છે. કાવ્ય, ચિત્ર, શિ૯૫, સંગીત એ * સર્વેના અવરૂપ જે પ્રતિભાજન્ય રસ તેમાં લીન થવાતાં માણસ પોતાના નાના મોટા કલહાને, લાંબી કી આશા અને ઈચ્છાઓને, નિરાશાદુ:ખ અને રાગટું ષના સંકોચાને, સંપૂર્ણ રીતે ભૂલી જાય છે. અને પોતે કોઈ મહાન, સ્વત, સંપૂર્ણ, આનંદમય પદાર્થ છે, અનન્ત જીવનમાંનું એક બિંદુ છે એમ સાક્ષાત અનુભવ કરી લે છે. સંગીત આદિ કલાઓની આવી હૃદયવિરતાર કરનારી, સંસારની પારને અનુભવ આપનારી, અને માણસને વ્યવહારની કુટિલતામાંથી મુક્ત રહી ! tage Porta Gandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27/50