પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૭૮. સુદર્શન ગદ્યાવલિ. આનંદ અનુભવવાનો માર્ગ બતાવનારી, અસર હેત નહિ તો તેના આશ્રય પ્રાચીન કાલથી આજ પર્યતના વિચારવાન જનોએ કર્યો હોત નહિ. આવર્તમાં વેદકાલના ઋષિ મુનિઆ જેમ ગીતના નાદમાત્રને આશ્રય કરી અનેક મંત્રોદ્વારા વિવિધ પ્રાપ્તિ અનુભવતા તેમ અન્ય દેશના લોકોએ પણ ગીત ઉપર એનો એજ પ્રેમ દર્શાવ્યા છે. કોઈ પણ ખરે ઉત્તમ ધર્મ સંગીતની સાહાય વિના પ્રત્યે કે ટકો નથી એ લક્ષમાં લેવા જેવી વાત છે. આજ પણ સુધરેલા દેશમાં “ સંગીત” એ કોઈ પણ શિક્ષણ પદ્ધતિનું અતિ આવશ્યક અને મુખ્ય અંગ ગણાય છે. મનુષ્યજીવન ઉપર સંગીતની આવી અતિભઠ્ય અસર છે. મનુષ્ય માત્રને સંગીત જાણવાની અપેક્ષા છે. પણ સ્ત્રી વર્ગને ખાસ ભલામણ થતી આપણે વારેવાર જોઇએ છીએ, તેનું કારણ એટલું જ છે કે વ્યવહારની પાર એ જે વિસ્તાર સગીત અનુભવાવે છે તે અનુભવનો એક મૃદુતા રૂપ મહા ભંડાર સ્ત્રીના હૃદયમાં છે, અને સંગીત જયારે તે ભંડારમાંથી નીકળે છે ત્યારે વ્યવહારની પારને વિરતાર અનુભવાવા ઉપરાંત, માણુસને સ્વતરવનું ભાન અત્યંત ભુલાવી દેઈ પરજીવનમાં વિલીન કરી ઓગાળી નાંખે છે. આખા વિશ્વને વિલેકે તે તે એક સંગીતમય છે. નાદની અસર વિલક્ષણ છે. ઘડીઆળના ટકટકારાથી કંટાળો આવે છે, વીણાના મૃદુ ધ્વનિથી આનંદનિકા થાય છે. અસ્પષ્ટ અવાજમાત્રથી માંડીને તે પશુ પક્ષી કીટ પતંગ આદિના મૃદુ કોમલ મધુર સુર પર્યંત કે મનુષ્યના ગલામાંથી નીકળતા ભાયામય વર્ણ પર્યત પણ બધા એના એ નાદનાજ પ્રકાર છે. ભાષાનો પરિચય થવાથી આપણને માલુમ પડે છે કે એના એજ વર્ગોનો ઉપયોગ કરી અનત શબ્દરચનાઓ થાય છે, ને તેનાથી અનેક અનેક જાતના અર્થ જણાવી શકાય છે, તથા અનેક અનેક અસર ઉપજાવી શકાય છે. એટલું જ નથી પણ તેના તે શબ્દોને જેવા જેવા ભાવથી ઉચ્ચારીએ, જે જે ભરેડ અવાજના છોકથી તે શબ્દોને આપીએ, તે પ્રમાણે સાંભળળનારના મનને જુદી જુદી અસર ઉપજે છે, ભણ્યા કે શીખ્યા વિનાજ ખુશીને પ્રસંગે કે શાકને પ્રસંગે જે અવાજ માણસ કે જનાવાર કે પક્ષી ગમે તેના ગળામાંથી નીકળે છે તે ખુશી કે શેકની અસર ઉપજાવે છે એ વાત આપણને સારી પેઠે જાણીતી છે. કુદરતની રચનાજ એવી છે કે માણસ, પશુ, પક્ષી, પતંગ, આદિ જે જે ચેતન વાળી વસ્તુઓ છે તેમનો અવાજ જૂદી જાદી જાતને કરેલા છે. જડ કહેવાતી સૃષ્ટિ પણ નાદ રહિત નથી. પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર વગેરે ગેળા આકાશમાં દેડયાં કરે છે, પાણીના પ્રવાહ વહ્યા કરે છે, પવનના ઝપાટા ચાલ્યા કરે છે, તેમાં પણ અમુક અમુક પ્રકારને નાદ સંભળાય છે. આખું જગત એ પ્રમાણે એક નાદની અનેક અનેક પ્રકારની રચનાનું બનેલું છે, અને તે તે નાદની જુદી જુદી અસર પણ કુદરતથીજ નક્કી થએલી છે. તમે કોઈ વાર કબુતર કે પોપટના જોડાને પ્યાર કરતાં યા લડતાં જોયું હશે તે યારના અને ક્રોધના અવાજને કુદરતી રંગ કે યોજાયેલા છે તે સહજે સમજી શા. ધીમે ધીમે વહેતી કેાઈ છછરી નદીના પ્રવાહને ધ્વનિ સાંભળ્યા હશે અને સમુદ્રની મહા ગર્જનાને અનુભવ કર્યો હશે તો કેમલતા અને ભયંકર ભવ્યતાને ધ્વનિ કે હાય છે તે જાણી શકશે. ઉનાળાની શીતલ સાંજે પવનની મંદ લયરમાં ઉભા હશે અને મેધગજના સહિત વીજળીનું તોફાન થાય છે તે દીઠું હશે તો શાન્ત વૃનિ અને રાધ્વનિને ભેદ સમજી શકશો. નાનાં બાલક, મૃગાદિ જનાવર, ઈત્યાદિ પણ ગાનને વશ થતાં જણાય છે. બજાર કે મેદાનમાં સર્ષ રમાડનારા એક મૈવરના મધુર માદક નાદ ઉપર ક્રર એવા મહા anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50