પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત, વિષધરને કે નચાવે છે તે સર્વેએ દીઠું હશે; એ ધ્વનિના તાનમાં વખતે સાંભળતાં સાંભળતાં આપણે પણ ડોલી જઈએ છીએ. નાદશાસ્ત્ર ( accoustics )ને જે અર્વાચીન શોધ છે, અને આકાશ તત્ત્વના જે રૂપે નાદ માત્રનું પૃથક્કરણ કરવામાં આવે છે તેનો ઉદ્ભવ પણ એક ચમચા જેવા ધાતુના પદાર્થના રણુકારાના અધ્યયનમાંથી થયો છે એ સુવિદિત છે. આ પ્રકારે અવકન કરતાં સમજાશે કે કુદરતથી જે જે અસર ઉપજે છે તે બધામાં નાદની યોજના કુદરતેજ બહુ બારીક રીતે કરી રાખેલી છે. એમાં ૫શુ જ્યારે જયારે કોઈ પણુ સચેત જીવન’ મન કોઈ ઉગ્ર ભાવથી રોકાઈ જાય છે, ત્યારે ત્યારે તેને અવાજ એક જાતના ગાન રૂપેજ ચાલે છે. એ તમે વારંવાર જોયું હશે; સંગીતના અનભિજ્ઞ લેક પણ ગાતા જથ્થાય છે, બાલક રૂવે છે તેમાં પણ કોઈક ક્રમવાળું ગાન હોય છે. લોકેામાં એમ કહેવાય છે કે મનુષ્યમાત્ર પોતપોતાની ખુશી પ્રમાણે ગાયન કરે છે. જે નાદને આવી રીતે સર્વ ઉપર અસર કરવાનું સામર્થ્ય છે તેને નયમમાં લાવી વિસ્તારવાનું નામ સંગીત શાસ્ત્ર કહેવાય છે. કેવા કેવા નાદ જોડવાથી કેવી કેવી અસર થાય, તે અસર ઉપજાવવા માટે કેવા કેવા નાદ એક એકથી મળતા આવી શકે, એ નાદની જેડમાં કેવી કેવી વિશેષ રચના કરવાથી નાદની અસર વધારે સ્પષ્ટ કરી શકાય, એ આદિ વિચાર કરીને જે નિયમે કરવામાં આવે છે તેને સંગીતશાસ્ત્ર કહે છે. એ નિયમ પ્રમાણે કોઈ પણ વાત ગળાથી કરી બતાવવી તેને સંગીતની કલા કહે છે. એકલા સંગીતમાંજ નહિ પણ હરકોઈ વાતમાં તે વાતના મુકરર કરેલા નિયમ તેને શાસ્ત્ર અથવા વિદ્યા કહે છે, અને તે વિદ્યા પ્રમાણે કામ કરી બતાવવું એને કલા કહે છે. e ગીતનો ધ્વનિ જે નાદ તેનીજ એ આખી સૃષ્ટિ છે એમ પ્રતિપાદિત થયા પછી કાવ્યો અને ગીતના જે સંબંધ છે તે ઉપર પણ સહજ દષ્ટિ કરવાની આવશ્યક્તા છે. અમુક જાતના નાદથી મનુષ્ય હૃદયને અમુક અસર થાય છે, અમુક રસની પુષ્ટી કે ક્ષતિ થાય છે, એ આદિ સૂમ વાત વિષે બહુ વિચાર થયા છે; અને સાહિત્યમાં રીતિ, ગુણ, આદિની વ્યવસ્થા એ કલ્પનાને અનુસારે યોજાઈ છે. નાદના અમુક અમુક આવિષ્કારથી અમુકજ અસર નીપજે એ નિયમ ઉપર લક્ષ રાખી છ દે અને રાગનાં સ્વરૂપ રચાયાં છે; એથીજ અમુક છંદ અમુક વિષયને અનુકૂળ આવે છે, અન્યને નહિ, એ આદિ ભાવના બંધાય છે. આટલું જ નથી પણ પ્રત્યેક કાવ્યની ભાષામાં નિયમાનુસાર કાવ્ય ચિત શબ્દો ગોઠવવાનું એક માપ હોય છે, ને બીજું માપ કવિના હૃદયમાં જે ગાનને ધ્વનિ નાદ રૂપે રમત હોય તેમાંથી ગુઢ પ્રકારે નીકળે છે તે છે. કોઈ પણ કાવ્ય છંદઃશાસ્ત્રાનુસાર હોય, તેમાંના ભાવની અભિવ્યક્તિ સાહિત્યના નિયમાનુસાર હોય, તે પણ તેમાં ‘ગાન’ હોય નહિ તે તે કાવ્ય ફીક, કિષ્ટ, કર્ણકટુ, ઈત્યાદિ દોષને પાત્ર થાય છે. ગાન જેવો વ્યવહારની પાર અને અતિ વિશાલ વિરતાર અનુભવાવનારા શહૈ, તેવી શબ્દ રચના, ને તેવી વાય યેજના એને કાવ્યમાં ગાન ' એ નામથી ઓળખાય છે; એની ખોટ પૂરી પાઠવાનેજ ઝડે, ઝમક, પ્રાસ, અનુપ્રાસ આદિ કૃત્રિમ નિયમે થયેલા છે. વળી કાવ્યમાં પ્રદશિત કરવાનો જે ધ્વનિ તે અને ગીતમાં પ્રદર્શિત કરવાનો જે નાદ ધ્વનિ તે, આ બેનું એવું સામ્ય છે કે તેમના બહિભોવનાં સાધન પણ ઘણે ભાગે એકનાં એક જેવાં છે. કાવ્ય અને ગીતને પ્રદેશ બહુ નિકટ છે, સંગીતના રસથી ભરપૂર એવા હદય વિતા અન્યત્રથી ખરા sanani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50