પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. કાવ્યની વાણી નીકળી શકતી જ નથી. કવિ માત્રનો આમા, તેમનું આખું જીવન, એક મૃદુ, મધુર સંગીતમય હોય છે.. e કાવ્યનો પણ સંગીતે ઘણો ઉપયોગ કર્યો છે. કાવ્યમાં જેને વનિ, લક્ષણ, રસ, નાયિકા, ઈત્યાદિ માનવામાં આવે છે તે ગીતની પ્રત્યેક ચીજમાં હોઈ શકે છે એવું સંગીતશાસ્ત્રીઓ માને છે, અને એમ પ્રત્યેક ચીજ એક એક કાવ્ય છે એવું કરે છે. ગીત અને કાવ્ય આમ પરસ્પરોપકારક છે અને કવિયો જ્યારે સંગીત સમજશે તથા સંગીત શાસ્ત્રીઓ જ્યારે કાવ્ય સમજશે ત્યારે મનુષ્ય હદયને વિનીત અને આર્ટ કરી ઐહિકની પારનો આનંદ અનુભવાવનાર આ કલાયુગ્મને પૂર્ણ ઉદ્ધાર થશે. કાવ્યનો આત્મા ધ્વનિ તે શબ્દથી વ્યંજિત થાય છે, ગીતનો આત્મા નાદ તેજ બધા ભાવ અને અર્થને સૂચવી શકે છે. નાદની કેટલી કેટલી અસના વિશ્વવ્યવસ્થામાંજ વિદ્યમાન છે એ આપણે કહી ગયા છીએ. કૃત્રિમ એવા સંગીતની પણ અસર જોવા જેવી છે. સંગીતની અસરથી માણસના મન ઉપર ગમે તેવી છાપ ઉપજાવી શકાય છે. કેટલાક રાગ અમુક રાગ સાંભળવાથી મટાડી શકાય છે; યુદ્ધને વખતે અમુક રાગ ગાવાથી શર પેદા કરી શકાય છે એ વાત તે અસલથી આજ સુધીના ઇતિહાસમાં મશહુર છે. ઘરમાં બેશી સંગીતનો વિનાદ કરવાથી માણસનું મન નરમ અને રસિક થઈ દુનીયાંની અનેક ખુ. બીઓ સમજવાને શક્તિવાન થાય છે; સ્વાર્થની બુદ્ધિ માણસના મનમાંથી ઓછી થઈ જાય છે; અને ભક્તિરસમાં લીન થતે થતે તેને પરમેશ્વરની પણ પીછાન થાય છે. કવિ લોકે, ભક્ત લેકે, જ્ઞાની લોકા, તેમણે અસલથી આજ સુધી પણ પોતાનાં કવો, ભજનો, કે આ નુભવ કવિતામાં યાને કોઇ પ્રકારની રાગદારીમાંજ ગોઠવેલાં છે, તેનું કારણ પણ એ છે કે રાગ જેટલી અસર કરી શકે છે તેટલી અસર સાધારણ ગદ્યનું લખાણ કરી શકતું નથી. સંગીતના આટલા બધા લાભ છે તે ઉપર લક્ષ રાખતાં માલુમ પડશે કે સંગીત શીખવાની કેટલી બધી જરૂર છે. કુદરતી રીતે જે અવાજ આપણા ગળામાંથી નીકળે છે તેને કાયદા ઉપર લાવી જે વખતે જે જોઈએ તે વનિ, ઇષ્ટ અસર ઉપજાવે તે રીતે, કાઢી શકાય એટલા માટે કેળવણીની જરૂર છે; જેટલાં જેટલાં વાદ્ય છે તે પણ ગળામાંથી જે અવાજ કાયદેસર કાઢી શકાય તેની નકલ કરવાના પ્રયત્ન છે; કોઇ પણ બે વાદ્ય મળતાં આવી શકે પણ કુદરતે કોઈ બે ગળાં એક સરખા અવાજવાળાં કરેલાં નથી; ને એટલાજ માટે “ ગળું તે બાદશાહછે એવું ગાશ્કલકામાં કહેવાય છે. ત્યારે એ સંગીતના સ્વરૂપને ઉપર ઉપરથી સમજવા માટે હવે આપણે તત્પર થઈએ; કેમકે જે શાસ્ત્ર કેવલ અનુભવગમ્ય છે તેની પૂર્ણ સમજ લખાણમાં આપવી બહુ વિકટ કે અશક્ય કામ છે. આ સંગીતવિદ્યાને પરિચય સૃષ્ટિની શરૂઆતથી માણસને વિષે દીઠામાં આવે છે, અસલના ગ્રીક, રોમન, આદિ લેકેમાં તે જણાય છે તેમ આપણા આર્યાવર્તમાં તે અનાદિકાલથી માલુમ પડે છે. વેદમજ સંગીતરૂપ છે, મંત્રમાં જે ગાન છે તેની અસરથીજ તે મંત્ર સ્વાદિષ્ટ દેવતાને પરિતાપી શકે છે. સામવેદ કેવલ ગાનરૂપ છે અને ગંધર્વવેદ એ સામવેદનો ઉપવેદ મનાય છે. શંકર, બ્રહ્મા, કૃણુ, નારદ આદિ દેવતાઓને પ્રિય એવી સંગીતવિદ્યાના આચાર્ય ભરતમુનિ ગણાય છે. તેમનાં સૂત્ર ઉપરથી ઘણાક આચાઓએ ગ્ર રચ્યા છે. સંગીતરત્નાકર, રસકૈમુદી, સંગીતપારિજાત, સંગીતસાર, નારદીશિક્ષા, વગેરે ianchi Hentage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50