પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત, સ્કૃત ગ્રંથ પ્રસિદ્ધ છે. મુસલમાનોમાં પણ હજરત અમીર ખુશરે, તાનસેન, બયજુબહાવરે, વગેરે ઉસ્તાદો થઈ ગયા છે. ભાષામાં જામનગરવાળા પ્રખ્યાત સંગીતશાસ્ત્રી મહામા શ્રી આદિતરામજીએ “ સંગીતઆદિત્ય ' નામે ગ્રંથ સારે રચેલો છે. - ગાવામાં પણ ચાર જુદા જુદા મત પ્રમાણે ચાર પ્રકાર મનાય છે. શંકરમત, કૃષ્ણ" મત, હનુમન્મત, અને ભરતમત. એ ચાર પ્રમાણે ગાવાની બાની જુદી જુદી થાય છે. એને અનુક્રમે નોહાર, ગુવરહારી, ખડારી અને ડાગાર એવી બાની કહે છે. ગીત, વાઘ, અને નૃત્ય એ ત્રણનું નામ સંગીત કહેવાય છે; ને તેના માર્ગ અને દેશી એવા બે પ્રકાર છે. બ્રહ્માદિએ જે શોધી કાઢયા અને જેનો પ્રયોગ દેવતાઓ આગળ ભરતાદિએ કર્યો તે માર્ગ કહેવાય છે; અને દેશ દેશમાં જુદા જુદા માણસને પોતાના હૃદયને રંજન કરનાર જે પ્રકાર લાગે છે તેને દેશી કહે છે. આમાં પણ નૃત્ય સર્વદા વાઘને અનુસરે છે, વાઘ ગીતને અનુસરે છે, માટે ગીત પ્રધાન ગણાય છે, ને તેનેજ વિસ્તાર સર્વથી પ્રથમ કરવામાં આવે છે. ગીત તે નાદ એટલે જેને ઉઘાતમાં વનિ અથવા અવાજ કહ્યા તે રૂપી છે, નાદની સ્પષ્ટતા થાય ત્યારે વાદ્ય ચાલે છે, અને નૃત્ય તે ગીત અને વાઘ ઉભયને અનુસરે છે, માટે ગીતના જીવરૂપ જે નાદ તેજ મુખ્ય છે. નાદથી જ તેને સ્થાનના યોગે સ્પષ્ટ થાય છે, વર્ણના વેગથી શબ્દો થાય છે, ને શબ્દોથી વાણી વ્યવહાર ચાલે છે, માટે આખું જગત નાદને આધીન છે. * નાદ બે પ્રકારનો થાય છેઃ આહત અને અનાહત. યદ્યપિ પ્રાણિમાત્રના શરીરમાં નાદ હોય છે તથાપિ આ બે પ્રકારના નાદનો સંભવ મનુષ્યના શરીરમાંજ છે માટે ગીતને સંભવ માણસનામાંજ બને છે. આ બેમાંથી જે આહત એટલે કોઈ રીતે પણ કાયદામાં આણેલે જે નાદ તે ગીતમાં ઉપયોગી છે; જે અનાહત નાદ તે યોગસાધનથી સમાધિ કરી પરમાત્માના સ્વરૂપને ઓળખવા યત્ન કરે છે તેમને ઉપગનો છે, ને તેનાથી જનમન હરવા રૂપી રંજન થઈ શકતું નથી માટે તે ગીતમાં ઉપયોગી નથી. આહત નાદથી કૃતિ આદિ દ્વારે કરીને જે ! ગીત ઉપજે છે તે લોકરંજન કરી શકે છે. નાદસ્થાન-શ્રુતિ-સ્વર, | મનુષ્ય શરીરમાં રહેલા આત્માને જ્યારે કાંઈ કહેવાની ઈચ્છા થાય છે, ત્યારે તે અંતઃકરણને પ્રેરણા કરે છે, અંતઃકરણ દેહમાં રહેલા અગ્નિને પ્રેરે છે, અને અગ્નિ વાયુને પ્રેરે છે. વાયુ નાભિની નીચેના બ્રહ્મગ્રન્થમાંથી ઉપડી નાભિ, હૃદય, કઠ, મરતક, મુખ, એ સ્થાનમાં જાય છે અને તેને સ્થાને ધ્વનિ ઉપજાવે છે. આ પાંચે સ્થાનને વિષે રહેલે નાદ ક્રમે કરીને, અતિ સૂક્ષ્મ, સૂમ, પુષ્ટ, અપુષ્ટ, કૃત્રિમ, એવાં નામથી કહેવાય છે, “ ન’ કાર એવું પ્રાણુ ( વાયુ ) નું નામ છે, અને “ દુ' કાર એવું અગ્નિનું નામ છે, માટે પ્રાણુ તથા અગ્નિના સંગથી ઉત્પન્ન થયેલા આ ધ્વનિને ‘નાદ ' કહે છે. એ નાદ ગાનવ્યવહારમાં મદ્ર, મધ્ય અને તાર એ પ્રકાર ત્રણ જાતના હોય છે. હૃદયસ્થ નાદ તે મન્દ્ર, કઠસ્થ તે મધ્ય અને મસ્તકસ્થ તે તાર; મન્દ્ર કરતાં મધ્ય બમણો હોય છે, મધ્ય કરતાં તાર બમણા હોય છે. * ૪ મન્દ્ર મધ્ય, અને તાર એ ત્રણ ભેદને અનુસરીનેજ ગાવામાં ત્રણ સપ્તકનો સાGandhi Heritage Porta કરણ ર નાચતા આ સ્વનિ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50