પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૮૨ સુદર્શન ગદ્યાવલિ, જેનાથી મનને રંજન કરે તે વધારે નીચે નાદ હોઈ ન શકે તે મન્દ્ર જાણુ, મન્દ્રથી નીચા નાદ પણ કેટલાક માને છે ને તેને અનુમંદ્ર કહે છે. આ નાદના બાવીશ ભેદ છે, મંત્ર, મંચ, તાર એ ત્રણે સ્થાને બાવીશ બાવીશ ભેદ જથાય છે, અને મંત્રના જે બાવીશ ભેદ તે મધ્યમાં કાંઈક ઉતકર્ધ પામેલા હોય છે પણ સ્વરૂપે જુદા હોતા નથી તેમજ તારમાં તેથી વધારે ઉત્કર્ષ પામેલા હોય છે. પણ સ્વરૂપે જુદા હેતા નથી, એટલે એકંદરે આ ભેદ સર્વત્ર બાવીશ કરતાં વધારે નથી. કેવલ ન સંભળાય તેવા અતિસૂમ નાદ હોય તેમાંથી ઉચે અને વધારે ઉંચે એ નાદ થતો જાય; અને તે પ્રમાણે સાંભળવામાં આવતા જાય, એ ઉપરથી આ ભેદ પડે છે. શ્રવણુ થવાથી આ ભેદનું અનુમાન થાય છે માટે આ ભેદને શ્રુતિ કહે છે; કૃતિ બાવીશ છે. | શ્રતિમાંથી સ્વર એટલે સ્થિર રહેનાર એક નાદ ઉપજે છે. જ્યાં સુધી અસ્પષ્ટ રીતે કૃતિઓ ચાલી જાય અને કોઈ એક નાદ કાયમ ન થાય ત્યાં સુધી સ્વર ઉપજતો નથી. એ પ્રકારે બાવીશ કૃતિમાંથી સાત સ્વર ઉપજે છે, ત્રણ શ્રતિ થઈ જાય એટલે ચોથી શ્રુતિ ઉપર સ્વર થાય છે; પછી બે કૃતિ થાય એટણે ત્રીજી ઉપર ઋષભ સ્વર થાય છે; પછી એક શ્રુતિ થાય એટલે બીજી ઉપર ગાંધર કાયમ થાય છે; પછી ત્રણ પ્રતિ થાય એટલે ચેથી ઉપર મધ્યમ કાયમ થાય છે; પછી ત્રણ કૃતિ થાય એટલે ચેથી ઉપર પંચમ કાયમ થાય છે; પછી બે કૃતિ થાય એટલે ત્રીજી ઉપર ધૈવત થાય છે, અને પછી એક કૃતિ થાય એટલે બીજી ઉપર નિષાદ કાયમ થાય છે. આની આગળ શ્રુતિને ચલાવીએ તો સ્વર મન્દ્ર હોય તે મધ્ય થાય કે મધ્ય હોય તે તીવ્ર થાય, પણ પાછી પાની પહેલી શ્રતિજ આવી જાય છે, એટલે સ્વર સાત કરતાં વધારે થઈ શકતા નથી વળી આ કરતાં આગળ તાણુવામાં આવે તો નાદ કાંઈ પણ રંજન પણ કરી શકતો નથી એટલે તે સ્વર કહી શકાતો નથી; કેમકે (સ્થત જ્ઞાતિ શ્રેવિત્ત સંઘર કથતે) સ્વર તેનેજ કહેવાય છે કે જે સ્વતઃજ શ્રેતાના ચિત્તનું રંજન કરે. ત્યારે આ હીસાબથી જોતાં સાધારણ રીતે એમ કહેવાય છે કે ની ચાર ધૃતિ, ઋષભની ત્રણ શ્રત, ગાંધારની બે કૃતિ, મધ્યમની ચાર તિ, પંચમની ચાર તિ, ધવતની ત્રણ કૃતિ, અને નિષાદની બે શ્રુતિ, - સ્વતઃ શાતાના ચિત્તનું રંજન કરનાર અને શ્રુતિની પછવાડે તુરતજ ઉપન્ન થનાર જે સ્નિગ્ધ નાદ તે સ્વર કહેવાય. સ્વર છે તે શ્રુતિનાજ પરિણામ છે જેમ દહી દુધને પરિણામ ધારણ રીતે ઉપયોગ થાય છે, તાર નાદના સપ્તકને ટીપના સુર કહે છે. હાર્મોનીયમ વગેરે માં ત્રણ સપ્તક રાખે છે તે પણ આવા હીસાબથી રાખે છે, અનુમંદ્ર માનવાથી ચાર મક થાય છેઃ અનુમંદ્ર મંદ્ર, મધ્ય, તારક ગાનારની પહોચ હોય તો તારની પણ પાર સપ્તક થઈ શકે છે. કેટલાંક કુલ સાત સમય સુધી ગાઈ શકે છે.

  • કેટલાક મતવાળા એકજ ભેદ માને છે, કેટલાક બે માને છે, કેટલાક, ત્રણ સ્થાનને લેઈ ત્રણ માને છે, કેટલાક પ્રત્યેક સ્થાને બાવીશ બાવીશ એમ માની છાસઠ ભેદ માને છે. બાવીશ ભેદજ વાસ્તવિક છે. જોકે નાદ જુદા જુદા દરજજાના થાય છે, તો પણ સ્વરૂપે જીદા થતા નથી એટલે બાવીશ ભેદ વારતવિક છે. માણુસ માણ્સની શક્તિ પ્રમાણે એ ભેદ અનંતપણુ કહી શકાય છે.

ahi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50