પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ’ગીત, ૬૮૫ માજની રોહિણી મળ્યા | ૨તા દૈવત રમ્યા | E રમ્યા ઉગ્ર ક્ષાભિની | F નિષાદ ક્ષાભિની | રુ. २२ e આ પ્રમાણે નાદથી તે સ્વરપર્યત વ્યવસ્થા બતાવી પ્રત્યેક સ્વરને જે શ્રતિ વળગેલી છે તેનાં નામ આપ્યાં, તથા તે તે શ્રુતિ કઈ જાતની શ્રુતિમાંથી પેદા થઈ છે એ પણ બતાવ્યું; હવે હરકોઈ સ્વર બાંધતી વખતે તેમાં કેવા પ્રકારની અને કેઇ જાતની શ્રુતિ લાગુ કરવી એ વાત લક્ષમાં આવી જશે. એ પ્રમાણે સ્વરને જમાવવાની વાત કેટલી બધી બારીક છે તે કોઈ ઉસ્તાદ પાસે કરાવી જોયા વિના સમજાય એવું નથી. ' સાત સ્વરનું એક સપ્તક કહેવાય છે. સા, રી, ગ, મ, ૫, ધ, નિ, એમ, એક પછી એક સ્વરને તેમના તેલ પ્રમાણે બાલવામાં આવે તેને આરહ કહે છે, અને નિ, ધ, ૫, મ, ગ, રી, સા, એમ ઉલટી રીતે બેલવામાં આવે તેને અવરોહ કહે છે. સ્વરમાંથી સ્વર તૂટે નહિ એમ અરેહ કે અવરેહ કરે એને મીંડ કહે છે, આરહની મીંડને રેપ કહે છે, અવરેહની ભીડને બિડાર કહે છે. સુરમાં ચઢવા ઉતારવાનું નામ જેમ આરેહ અને અવરાહ છે તેમ મીડથી જવા આવવાનું નામ રેપ અને બીડાર એવું અર્વાચીન ગાયકોએ રાખ્યું છે. એ સપ્તક અનુમંત્ર, મંત્ર, મધ્યમ, તાર એ પ્રમાણે હોઈ શકે છે અને તે હીસાબથીજ હારમેનીઅમ વગેરેમાં ત્રણ, સાડાત્રણ કે ચાર સપ્તક હોય છે. હંમેશાં મધ્યમ સપ્તકથીજ ગાવાનું': બને છે, પણ ગળાની પહોચ હોય તે સાત સપ્તક સુધી પણ કોઈ જઈ શકે છે ને કેટલાક પીઆના વગેરે સાત સાત સપ્તકના પણ હોય છે. એ સાતે સ્વરે કોઈ એક સપ્તકમાં જ્યારે પોત પોતાની પૂર્ણ શ્રતિ ઉપર સમજાય છે ત્યારે તેમને પૂર્ણ, શુદ્ધ, અથવા અચ્ચત કહે છે. પણ જયારે તે પોતાની પૂર્ણ કૃતિ ઉપર નથી હતા ત્યારે અપૂર્ણ, અશુદ્ધ, કેગ્યુત કહેવાય છે. પોતપોતાની છેવટ શ્રત ઉપર કાયમ થયા પછી પણ તે તે સ્વરની કૃતિઓ બીજા સ્વરની શ્રુતિઓમાં મળી જાય છે ત્યારે સપ્ત સ્વરેના વિકારી પ્રકાર બાર થાય છે. નાદ અને તેમાંથી શ્રુતિ તથા તે પછી સ્વરની ઉપત્તિ વિશે આપણે થોડુંક કહી આવ્યા પણ હજી સિંહાવાકન કરી શ્રુતિ અને સ્વરના સ્વરૂપ ઉપર વધારે વિવેચન કરવાની આવશ્યકતા છે. શ્રુતિ એટલે જે કાંઈ શ્રવણુગોચર થાય છે. આદિસૃષ્ટિના સમયને જે શહુ તે અનાહત નાદરૂપ હાઈ યોગાભ્યાસ વિના શ્રવણગેચર થતો નથી; એ વિનાનો તે આહત નાદ એટલે કે વ્યષ્ટિના કે સમષ્ટિના પિંડમાં આઘાત પામી અનાહતમાંથીજ ઉત્પન્ન થઈ પરિચ્છિન્ન શ્રેત્રાદિને ગ્રાહ્ય થઈ શકે છે. એ નાદ જયાંથી શ્રવણુગોચર થવા માંડે ત્યાંથી તેની કૃતિ થઈ એમ ગણુાય છે. જ્યારે એવી શ્રુતિ કોઈ આનુષંગિકની સાહાય વિનાજ ચિત્તને સંપૂર્ણ રંજન આપી શકે તેટલી પાયરીને પહોંચે ત્યારે તેનું જ નામ રવર એવું પડે Sanon Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી 35/50