પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ois/28 સંગીત, આ બાર વિકૃત અથવા મ્યુત સ્વર છે, તેમાં સાત શુદ્ધ અથવા અયુત ઉમેરતાં કુલ સ્વર ઓગણીસ થાય છે. a સ્વરનાં શુદ્ધ, આંદેલ, વિકૃત, એવા પ્રકાર પણ ગણાય છે. શુદ્ધ અને વિકૃત વિષે તે કહેવાઈ ગયું', પણ આંદલ એટલે ગાવામાં જે સ્વરને હલાવીને ગાવામાં આવે તે સ્વરે આદેલ કહેવાય છે. વળી એક સતકમાં પરું અને પંચમ એ બે સ્વર તે કાયમ સ્વર છે પણ બાકીના જે પાંચ તેમના પ્રત્યેકના કોમલ સહકારી, અતિ કોમલ, કેમલ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ એવા પ્રકાર ગાવાના પ્રકારને લેઇને થાય છે. પેતાની પૂર્ણ શ્રતિ ઉપર સ્વર આવ્યું કે તે કોમલસહકારી થાય છે, પછી તેને વધારે ઉંચે કરવાથી તે અતિકામલ થાય છે, એથી વધારે ઉંચે લેવાથી કોમલ થાય છે. એથી વધારે ઉંચે લેવાથી તીવ્ર થાય છે, એમ ઉત્તરોત્તર જાણવું. આ બધા પ્રકાર હાર્મોનીઅમ જેવા વાઘમાં હોઈ શકતા નથી તેમાં તો ફક્ત તીવ્ર અને કોમલ બેજ બતાવેલા હોય છે. શ્રતિ કે એવા કેઈ બારીક ભેદ તેમાં આવી શકતા નથી. હાર્મોનીયમમાં પરું અને પંચમને શુદ્ધ કાયમ સ્વર રાખી બાકીના પાંચમા તીત્રોમલ બે પ્રકાર આયા હોય છે તેથી તેમાં પ્રત્યેક સતકે બાર બાર સ્વર હોય છે. વળી સ્વરના ચાર પ્રકાર થાય છે. વાદી, સંવાદી, વિવાદી, અનુવાદી. રાગમાં જે સ્વર વારંવાર આવે તે વાદી. એનેજ અંશ સ્વર પણ કહે છે. જે સ્વરથી કોઈ અન્ય સ્વર ઉપર પહોચતાં બાર કે આઠ શ્રત વચમાં આવે તે બે સ્વર પરરપરના સંવાદી જાવા * ષના સંવાદી મધ્યમ અને પંચમ છે, ઋષભને ધેવત છે, ગાંધારને નિખાદ છે, મધ્યમ ૫ર્ક છે, પંચમને પ છે, ધૈવતના ઋષભ છે, નિષાદનો ગાંધાર છે. નિષાદ અને ગાંધાર અન્ય સર્વના વિવાદી છે; અથવા નિષાદ અને ગાંધાર તે ઋષભ અને ધવતના વિવાદી છે; અથવા ઋષભ અને ધવત નિષાદ અને ગાંધારના વિવાદી છે. વાદી, સંવાદી, અનુવાદીના બરાબર યોગથી જે રાગ ચાલ્યો હોય તેની સાથે મળતા ન આવે એ જે સ્વર તે વિવાદી એમ સમજવું; કેટલાક બે કૃતિના આંતરવાળા સ્વરને પણ વિવાદી કહે છે. જે પરસ્પર સંવાદી કે વિવાદી નથી તે બધા સ્વર અનુવાદી છે એમ જાણવું. વાદી છે તે રાગનો રાજા છે, સંવાદી અમાય છે, વિવાદી શત્રુ છે, અનુવાદી નોકર છે. પર્જના પંચમ, ધૈવત, ઋષભ, અનુવાદી છે; ઋષભના પન્ક અને મધ્યમ છે; ગાંધાર અને નિષાદ સર્વના વિવાદી હોવાથી તેમને કોઈ અનુવાદી નથી: મધ્યમના પરું, ઋષભ, ધવત અનુવાદી છે; પંચમના મધ્યમ અને ધવત છે; અને ધૈવતના મધ્યમ અને પંચમ છે. દેશી અંગરેજી સંગીતમાં જે ફેર પડે છે, દેશી સંગીત જાણનારને અંગરેજી સંગીત છેક કંઠેાર લાગે છે, તેનું કારણ એજ છે કે અંગરેજી સંગીતના કોઈ એક રાગમાં વિવાદી સ્વર પણ આવી શકે છે ને તે ઉપર ધણી વાર આખા રાગની અસરને આધાર હોય છે; જ્યારે દેશી સંગીતમાં દેઈ સ્થાને વિવાદી સ્વર આવતાજ નથી એકંદર એકતાન જલધારા જેવા અખંડ એક સ્થાયી રાગ જમાવવા એજ આપણા સંગીતનો ઉદ્દેશ હોય છે. સ્વરની બ્રાહ્મણ ક્ષત્રિયાદિક કે દેવ અસુરાદિક જાતિ માનવામાં આવે છે. ૫, ગાંધાર, મયમ, એ દેવ છે, પંચમ પિતૃ છે, ઋષભ ને ધવત ઋષિ છે, નિષાદ અસુર છે. –મ-૫

  • સ્વરની પતતાની જે શ્રુતિ તે આ હીસાબમાં ગણુવી નહિ. Gandhi Heritage Portal

2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50