પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ચંદ્યાવલિ. જમાવ થશે કે અલંકાર થશે તે પણ વિચારી શકાય છે, પરંતુ એ બધા વિષય બહુ સૂક્રમ હોવાથી આપ્યો નથી. સ્વરની આવી રચના કરવામાંથી જુદા જુદા રાગ પેદા થાય છે. એ કોઈ પણ અવાજ નથી કે જેમાં કોઈને કોઈ સ્વર આવતા ન હોય, પણ ગીતના ઉપયોગમાં લેઈ શકાય અને મતને રંજન કરી શકે તેવી જે સ્વજનાઓ તેમને જ રાગ કહેવાય છે. કેઈ રાગ પાંચ સ્વરના, કેાઈ છ સ્વરના ને કાઈ સાતે સ્વરના બને છે, ને તેમને એડવ, પાડવ, કે સંપૂર્ણ એવાં નામ આપે છે. એ સિવાય અસંપૂર્ણ અને સંકીર્ણ એવા પણ બે ભેદ થાય છે. જેને આરેહ અવરોહમાં સાતે સ્વર લાગે એવા રાગને સંપૂર્ણ કહે છે; છ લાગે તેને પાડવ કડું છેઃ પાંચ લાગે તેને એડવ કહે છે; આર કે અવરોહ એકમાં જે ખંડિત થાય તેને સંપૂર્ણ કહે છે, અને કોઈ બે રાગણી મળીને એક રાગ થાય તેને સંકીર્ણ કહે છે; એ ઉપરાંત હરેક રાગ અને રાગણીનીમાંજ એટલે તે રાગની છાયાવાળા, પણ પણ કાંઇક જુદા રાગ, એ પણ પ્રકાર થાય છે. | દરેક રાગના બંધારણમાં જે સ્વર આવે છે તેમાંના કેટલાકને ગ્રહ સ્વર કહે છે, કેટલા કને અંશ* કહે છે, કેટલાકને ન્યાસ કહે છે. ગીતને આરંભે જે સ્વરને પ્રયોગ થાય તેને ગ્રહ કહે છે, જેને અંશ કહેવાય તેજ ગ્રહ છે, પણ એટલે ભેદ છે કે અંશ છે તે વાદીજ હોવા જોઈએ, ગ્રહ વાદીજ જોઈએ એ નિયમ નથી. જે ગીતમાં રંજન કરવાની શક્તિ લાવતા હોય અને વારંવાર આવતા હોય તે સ્વર અંશસ્વર કહેવાય છે. ગ્રહને અંશ વિષે ઉસ્તાદની એવી સમજ છે કે જે અંશસ્વર છે તેની જે સ્વરની સાથે મધુરતા ઉપજાવે તેવી ગાંઠ પડી ગઈ હોય છે, અને તે ગાંઠ બરાબર આવે તેજ રાગ ઉપજે છે, તેને ગ્રહ કહે છે. આ સમવું પણ યથાર્થ છે. જેનાથી ગીતની સમાપ્તિ થાય તે સ્વરને ન્યાયવર કહે છે. આ ત્રણના પણ ઘણુક પ્રકાર છે, અને એ ત્રણ કરતાં સન્યાસ, અપન્યાસ, વિન્યાસ, એવા બીજા પણ ભેદ છે જે અત્ર ગણાવ્યા નથી. સંગીતના ગ્રંથમાં રાગસ્વરૂપ બતાવ્યાં છે. તે સારા ઉસ્તાદ પાસે સમજવાં જોઈએ. | મુખ્ય રાગ છ છે, ને તે પ્રત્યેકની રાગણીઓ બીજી પાંચ પાંચ છે. એમ છત્રીશ મુખ્ય રાગ છે. રાગ. રાગણી. રાગ રાગણી. ગેડી મલારી. માલવી સોરઠ. મળે. ત્રીવેણી સાર ગ. પૂર્વ બડહંસ. ટંકિકા મધુમાલ. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50