પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૯૪ સુદર્શન ગથાવલિ. ગાયકના દોષ છે. ગાયકે ગુણદોષ વિચારી બરાબર ગાવું. ગુણદોષને વિસ્તાર અનેક ગ્રંથમાં અનેક રીતે કરે છે, પણ “શુદ્ધમુદ્રા, શુદ્ધવાણી” એટલામાં બધાને સમાસ છે. જે એમ કહેવામાં આવે છે કે ગાયકની કૃતિથી સાંભળનારા ખુશી ન થાય તેમાં સાંભળનારનેજ દોષ છે તે વાત બરાબર નથી, કેમકે નાદ છે એ સર્વ કાઈન ખુશી કરવાવાળા છે, પશુ પક્ષી આદિ પણ તેનાથી ખુશી થઈ તણાય છે, તે અક્કલવાળાં માણસ સાંભળીને ખુશી ન થાય એ બને નહિ, પણ ગાયકનામાં પૂરી ઉસ્તાદી ન હોય એથીજ એમ થાય છે. સર્વથા ઉસ્તાદ પાસેથી હરેક વાત સમજી, ચીજના સ્વરૂપને બરાબર જાણીને ગાવું જોઈએ, નહિ તો કાંઈક પણ ખામી આવી જાય છે. દરેક માણસનું ગળું જુદે જુદુ હોય છે, શાસ્ત્રનો કાયદે એકજ છે, પણ તે કયદે કીયા ગળામાંથી કેવી રીતે નીકળશે, કીયા ગળાને કેવી તાન ઠીક લાગશે, એ વગેરે વિચાર કરીને બરાબર યુક્તિ વિચારીને શીખવવું એ ઉસ્તાદનું કામ છે. તેના વિના બને તેમ નથી. એથીજ સાધારણ ઉક્તિ છે કે: ઉત્તમ ગાતા, મધ્યમ બજાના, કનિટ નાચના, બિકટ બતાના. હદયગત રસ અને ભાવનાને પ્રતીત કરાવવાના જેમ રંગ ( ચિત્ર ) પાષાણ ( શિલ્પ ) શબ્દ (કાવ્ય ), એ માર્ગ છે તેમ સ્વર અથવા નાદ એ પણ એક મહામાર્ગ છે. એમાં અર્થ ની ભાવના ઉપર દૃષ્ટિ નથી, માત્ર નાદની રચના અને તે રચનાથી જ અનેક પદાર્થ, ભાવે, ક૯પના, અને સૃષ્ટિઓનાં સૂચન કરવાનો આયાસ છે. વર્તમાન સમયમાં સંગીતના નાદની વિવિધ વિકૃતિઓને બલે કોઈ વાઘના ઉપર ઝીણી રેતી પાથરી જે આકૃતિ ઉપજાવવાના પ્રયોગ વીલાયતમાં કરી જોવાયા છે, તેને અમેરિકામાં હમણાં જ એક શેાધકે વધારે પુષ્ટિ આપનાર એવા પ્રયોગ કરી બતાવ્યા છે કે હવામાં ઉડતી રજને નાદની વિવિધ વિકૃતિઓ (રાગ) ની અસર લગાડી હોય તે તે રજના અનેક આકાર થાય છે; સપાટી ઉપર જે રેખાચિત્ર થાય છે તે આવી ઘન આકૃતિઓનાં પ્રતિબિંબ છે. ભૂમિતિનાં ચિત્રોની ધન આકૃતિઓ કલ્પી હોય તે આ પ્રવેગનું કાંઇ રહસ્ય સહજે સમજાય. આવું સિદ્ધ થતું જાય છે તે સમયમાં નાદ અને સંગીતની પરમ ઉપયોગિતા અને મહત્તાવિષે આપણે જેટલું સમજી શકીએ તેટલું ઓછું છે. નાદના વિવિધ વિન્યાસ, તેને અંગે સ્વર, ગ્રામ, મુછના રાગ આદિ વિવેક, અને તે તે પ્રકારે અનંત શબ્દ સૃષ્ટિઓ ઉભી કરી લેવાનું સામર્થ, તે સર્વને વિચાર, યથાશક્તિ કરાયો. આપણાં શાસ્ત્રોમાં આખા બ્રહ્માંડની ઉત્પત્તિ નાદથી કહી છે, યોગાભ્યાસીઓને નાદાનુસંધાન, માંત્રિકોને મંત્રશક્તિ, ભકતોને જસિદ્ધિ એ સર્વથી તે શાસ્ત્રવચનની પ્રતીતિ પણ છે. એ નાદનાજ સંગીતદ્વારા વિવેક કર્યો છે, યથાર્થ પ્રકારે સમજાય તે સંગીત એજ મહારહસ્યની વિદ્યા છે. સંગીત ભૂલવાથીજ આર્યાવર્ત પોતાનાં શાસ્ત્રને પ્રત્યક્ષ રીતે સિદ્ધ કરી આપી શ્રદ્ધાપૂર્વક તે શાસ્ત્રાને સ્વીકારાવવાનું સાધન ખેાઈ નાખ્યું છે. સભારંજન કરના૨ સંગીત જેટલું પણ ગાન આપણા કાનમાં એ ન રહેવાથી આપણે આપણા જીવનનું અને આખા સંસારનું ગાન ગુમાવી, કલહ અને કંકાસના વિવાદમાંજ કૃતાર્થતા માની છે. મને પતાને સંગીતનું પ્રાગજ્ઞાન નથી, તથાપિ સંગીતની જે ભાવના મને સમજાઈ છે તે મારા વાચકોના હૃદયમાં રોપવાને અર્થેજ, મને અજ્ઞાત એવા પણ આ વિષયમાં મેં માથું મારવાની ધષ્ટતા કરી છે, તે સારા સંગીતવેત્તાઓ સંતવ્ય ગણશે એવી આશા છે. સંગીત એટલે ગીત. વાદ્ય, નય. સ્વરનો જે વિચાર આપણે કરી ગયા તેમાં ગીતમાત્રનો જ વિચાર થયેલ છે. anah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50