પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ધર્મગુર કરી શકે તે કરતાં પણ વધારે કામ કરી શકે છે. પરંતુ જે રાજયોગનો અભ્યાસી છે તે એ અજ્ઞાની છેજ નહિ કે તેને “ક—રૂપી કૃત્રિમ સાધનના બંધન વિના સુમાર્ગ અને સચ્ચારિત્ર સમજાયજ નહિ; તેને તો ઉલટું એમ સાવધાન રહેવાનું છે કે “લેક” તેને તેના ખરા માર્ગથી દૂર તાણી ન જાય. “લોક” જેમ દુષ્ટ પ્રકૃતિને નિયમમાં રાખવાને ઉપયોગી છે તેમ મનુષ્યની શુદ્ધ વૃત્તિને કુમાર્ગે દોરવામાં પણ ઘણા ઉપયોગી થઈ પડયા છે, મુખ્ય ઉદાહરણ તે આપણે નિય દેખીએ છીએ તેજ છે. સ્ત્રી પુરપના સંબંધની જે વાસના મનુષ્યના મનમાં અજાયબ જેવી રીતે પેશી ગઈ છે તે “ લેક ”-વ્યવહારના સંસર્ગનું જ પરિણામ છે. જંગલી મનુષ્યોને જુઓ, પશુને જુઓ, પક્ષીને જુઓ, ક્ષાદિકને જુએ, પણ તે સર્વને ઋતુકાલ છે, તે વિના તેઓ કદાપિ જોડાતાં નથી; તેમાં પણ પ્રજોત્પત્તિ કરતાં બીજા કોઈ હેતુને માટે એ ઇદ્રિયોનો ઉપયોગ થતો નથી. એ વ્યાપારમાં સુખ છે કે આનંદ છે એમ સૃષ્ટિમાં કઈ માનતું નથી—સુધરેલા કહેવાતા અને સર્વની ટોચે હોવાનો દાવો કરનાર માણસજ એવા દુષ્ટ વ્યવહારમાં આનંદ માને છે કે શરીર, બુદ્ધિ, તથા આત્મબલને ગુમાવે છે એટલું જ નહિ પણ અધમ અને નિર્બલ તથા અ૯૫ આયુષ વાળી પ્રજા ઉત્પન્ન કરી દુ:ખમાં ઉમેરો કરે છે. ઘરની ધેડીને થાન નંખાવતાં અનેક વિચાર કરે, પણ માણસ પોતાની જાતને સાચવતું નથી. એવી જે ધાનવૃત્તિ—પણ ધાને આ સંબંધમાં તો માણસની પેઠે કરતાં નથી અથૉત લલુતા મમુખ્યનામાં પેઠી છે તે મુખ્ય કરીને “લેક”-સંસર્ગનુંજ ફલ છે. છોકરાં માબાપને આચાર દેખે છે, લોકની વાત સાંભળે છે, તેવાં પુસ્તકો વાંચે છે, પરણ્યા પછી એવા આચારમાંજ પુરુષાર્થ છે એવી લોકલાજને વશ થાય છે, અને શરીર, મન, આત્મા, સર્વની હાનિ કરી અલ્પઆયુષે અનેક રોગાદિ વેઠી કુતરાને મોતે મરી જાય છે.' e બીજું દષ્ટાન્ત માણસને પેતા વિના અન્યની વાતમાં માથું મારવાની અને બે જણે ભેગા થાય કે ત્રીજાની વાત કરવાની જે અત્યંત દુષ્ટ અને કલેશકારક ટેવ છે તે આપી શકાય. અભ્યાસીએ કદાપિ પણ પારકી વાતમાં લક્ષ આપવું નહિ. પરોપકાર, દયા, મંત્રી, પ્રેમ, મદદ, એ આદિ વૃત્તિઓને જ્યાં ઉપયોગ થઇ શકતો હોય તેમાં પારકાં કામમાં લક્ષ દેવાને બાધ નથી, પણ કેવલ વાત કરવાની ખાતરજ પારકી વાત ડાળવી કે પારકા વ્યવહાર માથે ઉઠાવવા એ “લેક”—રીતિમાંથી પડેલી નહારી ટેવ સર્વથા હાનિકારક જાણવી. મન અને વાણીનો વ્યાપાર જેમ બને તેમ કામ પુરતાજ થાય અને બાકીનો સમય પાતાના આભ ચિંતનમાં જાય એજ શ્રેયસકર જાણવું. ધર ખુણાના ઉંડામાં ઉંડા વ્યવહારમાં પણ “લેક” રાજ્ય ભોગવે છે. ગમે તેવા માર્ગમાં આપણે વિચરતા હોઈએ, ગમે તેવા નિશ્ચયમાં મસ્ત હાઇએ, પણ “લાક” આગળ આપણી શક્તિ અને આપણ" સાહસ, આપણી મસ્તિ અને આપણું તેજ બધુ ઉડી જાય છે. અભ્યાસીએ જેમ સાંસારિક વિષયમાત્રમાંથી વાસના કાઢી નાખવી, તેમ લોક ઉપરથી પણ વાસના ઉઠાવી લેવી. સ્વાશ્રય, સ્વતંત્રતા, સ્વનિશ્ચય, એ ઉપર જ તેણે ચાલવું. આવી જે જે વાસતેને જ શાસ્ત્રમાં આપણા કહે છે. પુત્રાણા, દાણા, વિનૅપણા, શાપણા, લેકેંધણા એવી અપણાએ વિરાગમાં ભંગ પાડે છે, અને યદ્યપિ બધી એપણાઓના ત્યાગ સંભવે છે તથાપિ લેકૅપણા ઘણી બલતવી છે માટે તે વિષે આ સ્થાને આટલું કહેવું ઉચિત ધાર્યું છે. - આ પ્રકારે આહાર અને વિહાય ઉભયનું સ્વરૂપ તથા તેના આનુષંગિક વિષયો નીતિ, વ્ય Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50