પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ એકાગ્રતા પામી રાગના રસને અનુભવે, એટલાજ સારુ અમુક રાગમાં અમુકજ સ્વર આવવા જોઇએ, અમુક સ્વરા વાદી વિવાદી છે, અમુક અંશ ન્યાસાદિ છે, તે રાગને ગાવાનો અમુક કાલ છે, અમુક ઋતુ છે, એ વગેરે નિયમેં સંગીતશાસ્ત્રમાં બાંધેલા છે, એ પ્રકારે ગાયન થાય ને તેથી મનને આ એકાગ્રતાનો આનંદ આવે, બીજી બધી વાત ભુલી જઈ. રાગમાંજ લીન થવા જેવો આનંદ આવે, તેને ઉપજાવનાર જે સ્વરરચના તેને અંગરેજી સંગીતમાં ‘હાર્મની” કહે છે, આપણે મીઠાશ કહીએ છીએ. એ હાર્મની અથવા મીઠાશમાં કાંઈ પણ તૂટી પડે તો તેને અંગરેજીમાં ડીસ્કોર્ડ, કહે છે, આપણે ફીકાશ કહીએ છીએ. જયારે મનને રંજન કરવા માટે સ્વરેની રાગમાં ગોઠવણ કરતાં તથા તેને ગાઈ બતાવતાં અનેક તરહની કાળજી રાખવાની જરૂર બતાવી છે, ત્યારે જે કાલને આધીન રહી નાદ, સ્વર, વર્ણ, રાગ, અને જગત માત્રની ઉત્પત્તિ થાય છે તે કાલના નિયમ ઉપર લક્ષ ન આપવાથી મીઠાશને બદલે ફીકાશજ પેદા થવાની, ઈષ્ટ અસર તે નહિજ થવાની. ગમે તેવી સારી સુરાવટથી કોઇ રાગદારી ચાલી હોય તે જેમ સુર બગડવાથી બેસુર થાય છે, તેમ કાલ ઉપર ધ્યાન ન આપવાથી એ આખી રચના બેતાલ થઈ જાય છે, અને કશું રંજન કરી શકતી નથી, બધું, ફીકું પડે છે. તબલા, ડમરૂ, મૃદંગ, સતાર, સારંગી, આદિ જે વાદ્ય છે તે કાલનો હીસાબ કરીને ગાયકને બરાબર રીતે હીસાબ ઉપર ચલાવવાનાં સાધન છે. જેમ વાદ્યમાંથી કાલનો હીસાબ કાઢી બતાવાય છે, તેમ નૃત્ય કરનાર પિતાના પગમાંથી એ કાળનો હીસાબ કાઢી બતાવે છે. વાદ્ય ગીતને અનુસરે છે અને વાઘને નૃત્ય અનુસરે છે તે વાત આ પ્રકારે ખરી કરે છે. કાલના હીસાબને અનુસરવાથી તાલ પેદા થાય છે, શોચની વાત એટલીજ છે કે અમુક રાગથી એટલે અમુક સ્વરસંયોગથી અમુક રસ જમશે એ જાણીતું છે પણ પ્રયાગમાં કોઈ કરી શકતું નથી, તેમ અમુક તાલથી અમુક રચના થશે તે તો કોઈને ખબર નથી ત્યાં પ્રયોગ તે હોય જ શાને ? અમે બધા પ્રકારના તાલ જાણીએ છીએ એટલું બતાવવાજ ગાયકો તાલ કરી બતાવે છે. પણ તેની ખરી કીમત કે ખરે ઉપયોગ જાણતા નથી. ગાયન વખતે જ્યાં ઠેકો આવે છે તે તાલ છે. જે ખાલી જવા દેવાય છે તે કાલ છે. તાલના નૃત્યમાં મુખ્ય ઉપગ છે માટે તાલ શબ્દની વ્યુત્પત્તિ કેટલાક એવી પણે માને છે કે શંકરનું નૃત્ય જે તાંડવ તેમાંથી ‘તા ' અને પાર્વતીનું નૃત્ય જે લાય તેમાંથી ‘લ” એમ લેઈને ‘તાલ’ શબ્દ કરેલા છે. ત્યારે આપ્રકારે જે કાલનો સંગીત સાથે અતિસૂક્રમ સંબંધ છે તે કાલ વિષેનો જે સંગીતને ઉપયોગી હીસાબ અને વિચાર તેને તાલવિચાર કહીએ છીએ. એક કમલદલનાં શતપત્રમાં એક કાલે એક સંય ઘચવામાં આવે ને તે પાર પડી જાય એટલા કાલને ક્ષણ કહે છે. આ ક્ષણને એક લવ કહેવાય છે, તે આઠ લવને એક કાકા કહે છે, આઠ કાકાના એક નિમેષ થાય છે, ને આઠ નિમેષની એક કલા થાય છે. બે કલાની માત્રા થાય છે જેને અણુ પણ કહે છે. - ૧ માત્રા ને અણુદ્દત ૨ માત્રા e ને ૪ માત્રા ” લધુ. ૮ માત્રા Gandhi આ

દુત,

I Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50