પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, જે તાલ પડે તે સમ, અને એ ઉચ્ચાર થઈ ગયા પછી જે તાલ આવે તેની નજરે જે ઉચ્ચાર આગળ ગયા તે અતીત, ગીત શરૂ થયા પછી જ્યાં તાલ આવનાર હોય તે અનાગત, અને જે બાજુ પર રહે છે એ અનિયમિત તાલ તે વિષમ. જ્ય રે એક માત્રામાં ત્રણ અક્ષર આવે અને સમ ઉપર પહેલો અક્ષર આવી જાય ને બીજા બે બાજુ પર રહે ત્યારે તે આડ કહેવાય છે; જે વિષમ અક્ષર હોય તેને તાલ લાગે ત્યારે તે કુઆડ કહેવાય છે; ને અતીત ઉપર તાલ આવે ત્યારે તે ભુતાલ કહેવાય છે. એમજ જે અદ્રુત, કુત, વગેરે પ્રકાર કહ્યા તેમાં જે માત્રાનું માપ બતાવ્યું તેટલા માપથી ચીજના અક્ષરોને ગવાય તો તે બરાબર ગાવું કહેવાય છે, એક માત્રામાં બે અક્ષર લેઇ લે તો તે ( દ્વિગુણુ ) કહેવાય, ત્રણ લે તો ત્રિગુણ તીગન કહેવાય, એમ સમજવું. કોઈ પણ તાલ લેવા પણ જેટલા તાલ આવે તેમાં તાલ અને તાલની વચ્ચેનો જે અંતર તેમાં જરા પણ ફેર ન પડતાં તે સરખો ચાર્લ એને લય કહે છે+.લય ત્રણ પ્રકારની થાય છે વિલંબપદ, મધ્ય, ત. જ્યારે ચાર ચાર માત્રા જેટલા લય રાખી સ્વર ચાલે ત્યારે તે વિલંબપદ અથવા ઠા કહેવાય છે. જ્યારે હોય તેટલી માત્રા ઉપરજ લય ચાલે ત્યારે તે મધ્ય કહેવાય છે, જ્યારે તાન સાથે દુગનું તીગન થાય ત્યારે તે લય દુત કહેવાય છે. આ પ્રકારે તાલના હીસાબ સમજીને યોગ્ય તાલથી યોગ્ય રાગને ગાવામાં આવે તો સંપૂર્ણ રાગ જામે છે, અને મીઠાશ પેદા થઈ, સંગીતનો રસ જામે છે. સંગીતથી જે જે લાભ કહ્યા છે તે ત્યારે જ જણાય છે. સંગીત એટલે ગીત, વાદ્ય, નૃત્ય એ પ્રમાણે કહી આવ્યા છીએ. ગીત અને તાલ વિષે આપણે કિંચિત વિચાર કરી ચૂક્યા. નૃત્ય વિષે આ સ્થાને વિચાર કરવાની આવશ્યકતા નથી. નૃય પણ, જેમ ગીત ધ્વનિમાત્રથી ભાવ ભંજિત કરે છે તેમ, અભિનયથી ભાવને વ્યંજિત કરવાની કલા છે. એના મૂલ નિયમે કાવ્ય અને નાટકના વિષયમાં સમાય છે એટલે એના વિષેની ચર્ચા અત્ર અપ્રસ્તુત થઈ પડે તેવી છે. તાલ જે ગીત અને નૃત્યની વચમાં છે તે, ઉભયને સાધારણ છે; જેમ ગીતને તાલ વિના ચાલતું નથી તેમ નૃત્યને પણ તાલ વિના ચાલતું નથી. ઉભયેના જીવ તાલ છે. તાલ વિનાનું સંગીત અર્થાત ગીત તેમજ નાટય ઉભયે બેતાલ, નીરસ છે. સંગીતની જે વિવિધ અસરે જીવિતના અનેકાનેક પ્રકારે અને વ્યવહારો ઉપર થાય છે તેની લેશમાત્ર સૂચના આપણે આગળ કરતા આવ્યા છીએ. નાદની અસર કેટલી ભવ્ય છે, કેટલી આકર્ષક છે, કેટલી ઉન્નતિકારક છે એ વાત સર્વ કાલના સર્વ વિચારશીલ મનુષ્યોને અનુભવમાં આવી ગયેલી છે. સંસારના રાગદેશમય કલહપ્રાય જીવનમાંથી નાદ અને તે નાદને યોગ્ય પ્રકારે સાધીને ઉપજાવેલી સુરાવટ માણસને એ કલહની પોર ઉપાડી

  • गीतादि समकालोत्थो घातोयोऽसौ समग्रहः । गीतादौविहितः पश्चादतीतस्तालघाततः ।। अनागतेतु प्राक्तालघातो गीतादिकस्ततः । विषमे नियमो नैव प्रांते चार्धे बुधैर्मतः ।। + लयप्रवृत्ति नियमो यतिरित्युच्यते बुधैः ॥

Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50