પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૦૦ સુદાન ગદ્યાવલિ, નામાં ખટ દેખાય છે; પણ તે ખાટ તેનામાં સંગીતેજ આણી એમેં કહી શકાતું નથી. સં. ગીતને સારી રીતે ઉપાસનારા ઘણાએ એથી ઉલટી રીતભાતવાળા સુશિષ્ટ અને સુપ્રતિષ્ઠિત પણ દેખાય છે. એટલે માત્ર પોત પોતાની પ્રકૃતિનેજ મેળ છે. સંગીત પોતે જે દિવ્યતાવાળું છે તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. - સંગીતમાં કોઈ વિલક્ષણ મૃદુતા, ભવ્યતા, ઉદારતા, સ્વાર્પણ,-ઉન્નતિવાળું ચારિત્ર ઉપજાવવાની પ્રકૃતિ રહેલી છે. જે કોઈ ભાવ ઉપજાવવો હોય તેનું ઉત્તમોત્તમ સ્વરૂપ સંગીતથી થઈ શકે છે. આવી ઉન્નતિકારક સંગીતપ્રકૃતિને સર્વ દેશના ધર્મપ્રણેતાઓએ સારી રીતે લક્ષમાં રાખેલી છે. આપણા વેદથી આરંભીને જોઈશું તે વેદમસે તેમ મંત્રમાત્ર સંગીતનાજ ચૂકમ સૂમ પ્રકાર છે, અને તે પ્રકારને યથાર્થ સમજી તે પ્રમાણે તે તે મંત્રના ઉચ્ચારમાં ફલતી સિદ્ધિ રહેલી છે. સંગીત પોતે, ચાર વેદ તેવા જે ચાર ઉ૫. વેદ છે તેમાંના એક ઉપવેદ છે; અને જેમાં સંગીતનુંજ પ્રાધાન્ય છે એવા સામવેદને યજ્ઞમાત્રમાં ગાનનોજ મુખ્ય અધિકાર છે. આટલું જ નથી પણ રાજા અથવા તેવા મહાજનો જેમને વિવિધ કાર્યપરાયણતાની વ્યગ્રતામાં દિવસના મોટા ભાગ ગાળ પડે છે તેમને એકાગ્રતાને શાત્ આનંદ અનુભવવાને રાજદરબારે તથા મહાજનોનાં ભવનમાં ધર્મશાસ્ત્રપ્રણેતાઓએ સંગીતને ઉચ્ચ સ્થાન આપેલું છે. કિબહુના ધરે ધરમાં પુરુષના ભારને લઘુ કરનાર તેની અધગતાનું ભૂપણ પણ સંગીતનેજ માન્યું છે. આમ એક પાસા ધર્મ તેમ બીજી પાસા વ્યવહાર સર્વમાં આર્યોએ સંગીતને પ્રાધાન્ય આપી સંગીતની મનુષ્યચારિત્ર ઉપર જે ભવ્ય અસર છે તેને બહુ સૂમ દૃષ્ટિથી ઉપયેાગ કરી લીધા છે. આજે પણ શિષ્ટ દેશોમાં સંગીતના જ્ઞાન વિના શિક્ષણ પરિપકવ થયું ગણાતું નથી. પણ ધર્મ અને વ્યવહાર ઉભયથી ભિન્ન એ સાહિત્ય એટલે સાધારણ રીતે જેને પુસ્તકો લખનારને વર્ગ કહીએ તેમના અતિ ઉપયોગી અને આવશ્ય કર્મમાં પણ સંગીતને પ્રભાવ સારી રીતે સર્વોપરિ છે. લેખમાત્ર બે પ્રકારના છે; ગદ્ય અને પદ્ય. ગદ્યમાં જેમ સર્વ પ્રકારની ભાષા લખી શકાય છે તેમ પદ્યમાં લખાતી નથી. પદ્યમાં તો કેટલા ગદ્યમાં આવનારા શબ્દો જ આવી ન શકે એવી પણ મર્યાદા છે, અને ગદ્યમાં જે પદાર્થને એક નામ અપાતું હેય, તેજ પદાર્થને પદ્યમાં અન્ય નામ આપવું પડે છે અથવા કોઈ વનિમર્યાદાથી કે લક્ષણથી તેને સુચવવું પડે છે. કાવ્યનું કાવ્યતવ ન સમજનાર, અને કાવ્યને માત્ર પિંગલાના નિયમાનુસાર ગોઠવેલું ગદ્ય જ સમજનારા, પ્રાકૃત પામરને આ સૂમ ભેદ સુવિદિત ન હોય તે ભલે, પશુ જેને કવિતાના રસનો સ્વાદ છે તે તો સાક્ષી પૂરશે કે આ ગદ્ય અને પદ્યની ભાષામાં ભેદ પાડવાનું કારણુ પદ્ય સંગીત સાથે જે 'નિકટ સંબંધ છે તે વિના બીજું કોઈ નથી. જે કારણથી ગદ્યની સરણુિને રહેવા દઈ દે | આદિનાં માપથી લખવાની સરણિ યોજાઈ છે, તેજ કારણથી ગદ્ય અને પદ્યની ભાષામાં આ અંતર પડેલા છે, ને તે કારણુ ભાષાએ સંગીતને આશ્રય કરી, રાગરૂપે અથવા પદ્યરૂપે પ્રવર્તવા માંડયું’ એજ છે. કાવ્યરચનાના નિયમે કરનાર પંડિતે એટલાજ માટે વૃત્તિ, રીતિ, ગુગુ. પ્રાસ, આદિના વિવેક કરી અમુક રસને અમુક પ્રકારની શબ્દરચના અનુલ છે, અમુકને અમુક છે એવા નિયમો ઠરાવેલા છે. અમુક ભાવને અમુક છંદ શોભાવી પુષ્ટ કરશે, અમુકને અમુક કરશે, એ પણ નક્કી કરેલું છે; અને કાવ્યદેવના અંગમાં ગ્રામ્ય, અશ્લીલ, અનેય, કિલટ, આદિ દોષ Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850