પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂ જીવનચરિત, co3 બીજાના સમાગમમાત્રમાંજ અતુલ ઉન્નતિ અનુભવાય છે તે તત્વને આધીન આ ત્રણેને નેહ ન હતા એમ ન કહી શકાય. આ બંને યુવકના પિતા મહાટા વ્યાપારી હતા અને એકના એક જ પુત્ર હોવાથી એ ઉભયેને લાડવા મહાલવા માટે જે મિત કરતાં અધિક વ્યય થાય તેની સારી સગવડ હતી. મૈશ્રી વાણીએ તો આજ મુંબઈ વસ્યું ત્યારથી કાઠીઆવાડથી આવીને તેના પૂર્વજ મુંબઈમાં રહેલા એટલે મુંબઈના જ હતે. શ્રાવક પોતાના પિતા પાટણથી પંદરેક વર્ષ થયાં આવેલા તેથી મુંબઈને જ રહીશ નહતા. પાટશુના સંબંધને લીધે તેણે જ આબુ ઉપર ઉતારા વગેરેની વ્યવસ્થા મિત્રમંડલને માટે કરાવી હતી, સ્વભાવ અને રીતભાતથી અનેક રીતે સમાન છતાં ત્રણેમાં પિત પેતાની પ્રકૃતિનું તારતમ્પ હતુજ નાગરના મનમાં સ્વજાતિ અભિમાનની સાથે સ્વધર્માભિમાનને કાંઈક અંશ હતા, જો કે પાશ્ચાત્ય કેળવણીના યોગે તે બહુ ઘસાઇ ગયા હતા. મેશ્રી વાણી આની દૃષ્ટિ વ્યવહારના લાભ અને પ્રસંગ સાધવા ઉપર વધારે હતી, અને શ્રાવકનામાં અમદાવાદીઓ શ્રાવક ને ‘વખ’ કહે છે તેવા પ્રકારના કાંઈક બહુ ઝાંખે રંગ છતાં તેને શ્રાવક ધર્મની સર્વોત્તમતાને બહુ આમહ હતા, એટલે દયાના પ્રસંગે આવે ત્યારે તેની પ્રકૃતિમાં જે કાંઈ અનિષ્ટ હતું તે ઢંકાઈ જઈ તેનું ચરિત બહુ શોભી ઉઠતું. આબુ જવામાં હવા ખાવી અને આરામ લે એ ઉપરાંત ત્રણેના મનમાં પોતપોતાની પ્રકૃતિ અનુસાર જુદા જુદા હેતુ હતા. ગાવિંદરામ એમ ધારતા હતા કે રજપુતાના એજન્સીના મુખ્ય સ્થાનમાં સ્વશક્તિનું પ્રદર્શન કરવાના અનેક પ્રસંગ મળશે; નરસઈદાસને નવા વેપાર રોજગારની હકીકત મળવાની આશા હતી; માતીચંદ કાંઇ નહિ તો દેલવાડા અને અચલગઢનાં જિતબિંગાનાં દર્શનથી કૃતાર્થતા માનતો હતા. ત્રણે મિત્રો સુધારાવાળા છતાં મનમાં કાંઈક પ્રાચીન ધર્મ ઉપર પણ આસ્તા રાખતા હતા એટલે તેમાં વડીલેએ જે મુર્ત વગેરે નક્કી કરાવેલું, તેજ દિવસે, કાંઈ નહિ તે વ• ડીલોને ખુશ રાખવા માટે પણ, નીકળવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. - ઈસ્વી સન ૧૮–ની સાલનો ઉનાળા આબુ ઉપર ગાળવા માટે ત્રણે જણા તત્પર થયા. ગોવિંદરામ કુટુંબથી છુટા થઈ એકલેજ મુંબઈમાં રહેતા હતા અને મોતીચંદની સ્ત્રી પણ હમણુજ પાટણ પિતાને પીઅર ગઈ હતી, પણ નરસઈદાસ મુંબઈમાં જ પરણેલા હતા અને તેની સ્ત્રીને પૂરા દિવસ થવા આવ્યા હતા એટલે વાણીઆનો જીવ બાયડીમાં ભરાઈ રહ્યા હતા. પરંતુ જેવા ત્રણે જણા ગોવિંદરામના મકાનથી ગાડીમાં બેશી રેલવે સ્ટેશને જવા નીકળે છે તેવીજ નરસઈદાસની પત્નીને પુત્રને પ્રસવ થયાની વધામણી આવી અને તેને શુભ શકુન માની ત્રણ મિત્રો ત્વરાથી ગાડી હાંકી સ્ટેશન ભણી ચાલ્યા. પણ નરસઈદાસ વચમાંથી ઉતરી જરા ઘર આગળ ગયો અને પરોક્ષ રીતે ગૃહિણીનું અનામય સમજી લેઈ, એક દાસી પુત્રને લેઇ આવી તેનું વાત્સલ્યભર હદયના આવિભૉવથી પરિપૂર્ણ નેત્ર નિરીક્ષણુ કરી તુરતજ સ્ટેશન ઉપર મિત્રાના ભેગા થઈ ગયા. - મેલ ઉપડયા પછી કેટલીક વાર વાત ચીત કરતા ત્રણે મિત્રો પોતપોતાનું બીછાનું કરી તે ઉપર નિદ્રાને વશ થઈ ગયા. પ્રાતઃકાલે જાગ્યા ત્યારે વડોદરાનું સ્ટેશન આવ્યું, એટલે ત્યાં દાતણું પાણી કરી સર્વ સજજ થયા. અમદાવાદ આવતાં દશ વાગ્યા એટલે સ્ટેશનમાંથી ફલાદિ જે કાંઈ પ્રાપ્ત થયું તે લઈ સર્વએ નાસ્તો કરી લીધું. ત્યાંથી રજપુતાના મેલમાં ખ. રેડીને સ્ટેશને ત્રણે ઉતયો અને એક વીશીવાળા સાથે ઠરાવ કરી તેના મકાનમાં ગયા. જમી Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50