પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૯૪ સુદરશન ગદ્યાવલિ, પરવારીને રાત્રીએ નિદ્રા લેવાની ગોઠવણ કરતા પરસ્પરની પ્રકૃતિના વિવિધ રંગને અવલંબી વિનાદ કરતા ત્રણે મિત્રો બેઠા છે તેવામાં એક બ્રાહ્મણ વીશીવાળાને મળવા આવ્યા. પોતાના ધંધા રોજગારની કમાણીની આડી અવળી વાત કર્યા પછી બંને જણા ખરેડીના નાના મહાટા લોકોની કુથલી કરવામાં અને દરબારી અમલદારની ખટપટાથી કેવું દુઃખ સુખ તે. મને પિતાને વેઠવું પડે છે તેની ટીકા કરવામાં રોકાયા. એવી વાતો કરતે કરતે બ્રાહ્મણની જાત એટલે ધર્મના હવે પારે રચા નથી, હડહડતો કલિયુગ ચાપાસા વ્યાપી ગયો છે ને અંગરેજી ભણીને લેક જણ થયા છે, તથા સત્યનું કશું પ્રમાણુ રહ્યું નથી એવી નિરાશા અને શાકની કથામાં તેમની વાણીવ્યાપાર પ્રવૃત થયો. ગોવિંદરામથી રહેવાયું નહિ એટલે તેણે કહ્યું મહારાજ ! બ્રાહ્મણોની અને ધર્મની એટલી બધી બડાઈ શું કરવા કરે છે, આપ પિતે કેટલેક ધર્મ પાળે છે ? આ સમયમાં ધર્મના ગપાટાને કોઈ માની શકે નહિ, પ્રત્યક્ષ રીતે કે યુક્તિથી જે વાત સિદ્ધ થાય તે માનવામાં આવે ખરી. બહારથી આવેલા બ્રાહ્મણે ગોવિંદરામનું ઝીણું ધોતીયું, મલમલનું બગલાની પાંખ જેવું શ્વેત અક્કડ વોરકુટ અને માથે બાબરી ઉપર મુકેલી વાંકી કાશ્મીરી ટોપી સામું જોઈ કહ્યું માસ્તર સાહેબ ! આ૫ કયાં પધારે છે ? “ ઉનાળાની મોસમમાં આખુઉપર હવા ખાવા જઈએ છીએ. ” - - , “ ત્યારે તે ધર્મના ગપાટાની ખાતરી અમારા જેવા વીશીમાં રાંધણું રાંધનાર બ્રાહ્મણથી થાય તેના કરતાં ત્યાંજ કોઈ મહાત્માને શોધી તેની પાસેથી કરી લેજે. ” નરસઈદાસ કહે કે “ મહારાજ ! મહાત્મા તે સતજુગમાં થઈ ગયા, આજ તો તમે મહામા ને અમે પણ મહામા, જે પોતાની નેકી સંભાળીને ચાલે તે મહામા.” મોતીચંદે ધીમે રહીને પિતાનું તાણવા માડયું કે ભાઈ આજ કાણુ એ અષ્ટાદશદૂષણરહિત મામા થવાના છે ? ” ગોવિંદરામે સમાપ્તિ કરી કે “ ભટજી મહારાજ ! તમારા કોઇ મહારમાં હાય તો તેમને કહે કે અમને મળે. ” - આ લોકો મુંબઈના રહેવાસી છે તેથી સુધરેલા છે તે કશાને માનતા નથી એવી વાત વીશીવાળા અંદર અંદર ધીમેથી કરવા લાગ્યા અને નાસ્તિકતાનું આવું પ્રત્યક્ષ પ્રમાણું મને ળવાથી પોતાની વાતને ટેકો મળ્યો એમ સમજવા લાગ્યા. પેલા ત્રણે મિત્રોના મનમાં જ આબુ ” અને “ મહામા ” ને સંસ્કાર પેશી ગયે જેથી તેનેજ વિચાર કરતા તે નિદ્રાવશ થઈ ગયા. પ્રાત:કાલે ઉડી અબુ ઉપર ચઢવાને માટે ત્રણે મિત્રો સજજ થયા. ધેડા ભાડે કરીને ઉપર અસ્વાર થઈ થોડેક દૂર સુધી ત્રણે જણ, સપાટ મેદાનમાં ચાલતાં પર્વતની ભવ્ય શ્રેણિઓ ક્ષિતિજ પર્યત દૃષ્ટિમર્યાદામાં કાળા મેઘ જેવી ભાસતી હતી અને માર્ગને પ્રત્યેક વાંક લેતાં દૃષ્ટિબિંદુ બદલાવાથી વિવિધ આકાર ચતુણુ કરતી હતી તેને વિકતા અને પરસ્પરમાં વિવિધ વિનાદ કરતા ચાલ્યા જતા હતા. બનાસ નદીને પુલ છોડયા પછી તેમણે પર્વત ઉપર ચઢવાનો આરંભ કર્યો. જેમ જેમ પૃથ્વીની સપાટી અને આસપાસના મેદાનથી તે ઉંચે ચઢતા ગયા તેમ તેમ જે ભવ્ય લીલા અત્યાર સુધી તેમનાં ચક્ષુ આકાશ ભણી ખેં'. ચવાથી તેમના આનંદમગ્ન હૃદયથાં ઉલાસ ઉપજાવતી હતી તેજ હવે તેમને પોતાના પગ નીચે જતી જણૂાઈ. બનાસ નદી છેક આબુના પર્વતની મુદ્દે વહે છે એમ કહીએ તાપણુ andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50