પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂ જીવનચરિત, સગાં સંબંધી રહી આદિને પણ આ વૃતાન્તની ખબર કરી દીધી કે કોઈને ચિંતા થાય નહી. ગાવિંદરામને ન્યૂપેપરમાં લખવાનો શોખ હતો તેથી પોતાના આ અનુભવને અપાય તેટલા રંગ આપીને એક અદ્ભુત ચમત્કાર જેવું મોટું લાંબુ લખાણ તેણે મુંબઈમાં પ્રસિદ્ધ થતા એક અંગરેજી પત્રમાં મોકલી દીધું. - બીજે દિવસે પ્રાતઃકાલે ઉઠીને ત્રણે મિત્રે દાતણ કરતા હતા તે સમયે નરસઈદાસે કહ્યું કે “ આજ તે અબુદા ભવાનીના મંદિરમાં ઉજાણી કરવાની મેં માનતા લીધેલી છે માટે ત્યાં જવાની તૈયારી કરવા માણસને હુકમ કર્યો છે. ” “ શાની માનતા રાખી છે ? ” ગોવિંદરામે પૂછયું. તું અમારા ભેગા થઈ જાય તેની ” નરસઈદાસે હસતે હસતે કહ્યું. ગોવિંદરામે તે હસવામાં ભાગ લીધે નહિ; અંગરેજી કેળવણી અને મુંબઈ નિવાસનો પવનમાત્ર એના મગજમાંથી, એક રાતના અનુભવે, કાઢી નાખ્યા હતા; એની મુખમુદ્રા બહુ શાન્ત અને ગંભીર થઈ ગઈ હતી; પ્રત્યેક વાતમાં કાંઇક ગૂઢ તત્ત્વ છે ને તે સર્વથા વિચાર ણીય છે એ દૃઢ આગ્રહુ એના સંસ્કાર પામેલા મનમાં ચેટી ગયા હતા. ધીમે રહીને લ્યાઃ આપણા લોકો કાંઈ એવી માનતાને નથી સ્વીકારતા એમ નથી. ” ! રવીકારે તે છે, પણ આપણે આટલું ભણ્યા છતાં એવા વહેમથી છુટયા નહિ. ” “ કોણ જાણે ! વહેમ છે કે સત્ય છે તે હું કહી શકતો નથી. ” દાતણ કરી અંદર જઈ આવીને અબુ દાનાં દર્શન માટે જવા તૈયાર થયા. ટાઢે પહેરે અર્ખદાના સ્થાન ઉપર ચઢયા અને અર્બુદાની જે દંતકથા ચાલે છે કે તે દેવીની મૂર્તિ અને ધર રહેલી છે તેની તપાસમાં માનીચંદ અને નરસઈદાસનું ચિત્ત લાગ્યું; માણસે રાઈની તજવીજ કરવા પાસેની ધમેશાલામાં ગોઠવણ કરવા ગયા; અને ગોવિંદરામ પર્વતની ટોચ ઉપરથી જે ભવ્ય સૃષ્ટિલીલા દેખાતી હતી તેનું વિકન કરતા મંદિર બહાર ઉભા રહ્યા. ગોવિંદરામની દૃષ્ટિ આમ તેમ ફરતી ફરતી અબુદાના પર્વતની તળેટીમાંથી ઉપર ચઢવાને ઉપક્રમ કરતાં એક ભવ્ય પુષ્પ ઉપર પડી. તેનું દર્શન થતાંજ ગોવિંદરામને તે રાત્રીના સિદ્ધનું સ્મરણ થયું, અને જેમ જેમ એ આકૃતિને વધારે વિચાર કરવા લાગે તેમ તેમ એનું હૃદય વધારે સાખ પૂરવા લાગ્યું. એટલામાં તે એ આકૃતિ ગાવિંદરામની નજરે પડતી બંધ થઈ ગઈ, નીચે જઈને જોવાની એને રુચિ થઈ, પણ મહાત્મા મળશે જ એવી પ્રતીતિ ન રહી જેથી મંદિરમાં પોતાના મિત્રોને જઈ કહેવા લાગ્યા કે “ જે મહાત્મા મેં તે દિવસ રાત્રીએ જોયા છે તેજ ઘણું કરીને આ સ્થાને આવે છે. ” “ બહુ સારી વાત થાય, આખો દિવસ આપણો વખત સારા વિનાદમાં જશે. ” મોતીચંદે કહ્યું. - “ મને તે મારા જીવનની કોઈ અતિ ચિંતા કરવા જેવી ઘડી પાસે આવતી હોય એવું સૂકય થાય છે ” ગોવિંદરામે ધીમેથી ઉમેયું. નરસઈદાસે કહ્યું “ તને તો વહેમ વળગે છે, એ મહામા આવશે તો ઠીક થશે, તારૂં ભૂત નીકળશે.” “ મનુષ્યના જીવનમાં કેવાં ગૃઢ વહેણ વહે છે તેનું તમને જુવાનીના તોરમાં કશું ભાન નથી ” ગાવિંદરામે કહ્યું “ અને જે કે હું પણ વર્ષના કારણથી તે તમારા કરતાં વધારે andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150