પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૧૪ સુદર્શન ગદ્યાવલિ. ને નવાબ પોતે પણ ગાદી ઉપરથી ઉભે થઈ “ કાકા ” ને પિતા તુષ સન્માન આપતા. નવાબની દીવાનગીરી એણેજ પ્રાપ્ત કરી નહતી, એની ત્રણ પેઢીથી ચાલી આવતી હતી, અને નવાબ મહમદઅલીના દાદાના હરસુખરાયના દાદાએ રણસંગ્રામમાં સામીલ રહી જીવ બચાવી વિજય કરી આપેલ તેની કદર જાણીને ઇનાયત કરવામાં આવી હતી. એક ગામનો ગરાસ તથા છતરી મશાલ હરસુખરાય ભોગવતા હતા તે પશુ તે વખતથીજ મળેલાં હતા. આટલું છતાં હરસુખરાય પગે ચાલીનેજ દરબારમાં જતે આવતે. નાના બાળક સાથે પણ વાત કરવા ઉમે રહેતા, અને બજારમાં થઇને જતાં નાના મોટા શેઠ શાહુકાર એને ઉભા થઈ સલામ કરે તેવી લેશ પણુ અભિમાન ન ધરતાં સર્વને પોતપોતાની યોગ્યતા પ્રમાણે નમનતાઈથી ખબર અંતર પૂછી રાજી રાખતા. ન્યાય અને ઇનસાના કામમાં હરસુખરાયની પ્રખ્યાતિ સારી હતી; તે નિષ્પક્ષપાતી, સત્યપરાયણ, છતાં જુજ વાતમાં કોઈની આબરૂ લેવાને નાખુશી, એ પિતાતુલ્ય પ્રજા રક્ષક છે એમ સર્વ કોઇના મનમાં વિશ્વાસ હતો. રાજયકાર્ય કરવામાં તે સર્વદા નવાબને સામીલ રાખીને કામ લેતો અને રાજ્યના હક સાચવવામાં એ કેવો ચુસ્ત હતો તેનું દૃષ્ટાંન્ત હવણુંજ આપણે જોઇશુ. કપટ, જૂઠ, નીચ ખટપટ એ વિના રાજ્યના કારભાર થાયજ નહિ એવું હરસુખરાયનું સૂત્ર નહોતું; જાઠા વાયદા, ખાટી આશાઓ, કે જન્મ વાબદારી ઉડાવવાની વચન યુક્તિ તેને એને ધિક્કાર હતા. e હરસુખરાય બહારના કામકાજથી પરવારીને ઘરમાં આવતો ત્યારે દરબારમાં પહેરી ગયેલાં વસ્ત્ર બદલી નાખી નાહી અને પવિત્ર થઈ ઘરમાં પેસતો. દરબારી જામે ઉતારતાની સાથે દીવાનગીરીના ભાનને પણ ઉતારી નાખી સાદ હરસુખ થઈનજ ઘરમાં પેસતા. સાયંકાલે સંધ્યા કરી, એકાદ સંન્યાસી કે તે કોઈ સાધુ એના ઘરમાં હોયજ હોય તેની પાસે વેદાન્તનું શ્રવણ કરતા. અને વાળુ કર્યા પછી પોતાના પરિવારને લઇ પોતાની ધર્મ પત્નીની સાથે ધરકામની તથા છોકરાં છોકરીઓની શિક્ષણ વ્યવહાર આદિની નાની મહાટી વાતો કરતાં વિનોદમાં છેક અગીઆર વાગે સુવા જતો. પ્રાતઃકાલે ઉડી નાન સંધ્યા પરવારી થોડા સમય ખાનગી રીતે રાજકાજ જોવામાં તથા સંભાવિત ગ્રહસ્થાની મુલાકાત લેવામાં રોકી પુનઃ સ્નાનસંધ્યા પરવારી ભાજન કરીને મધ્યાન્હ દરબારમાં જતા. આર્યધર્મ ઉપર એને બહુ ભાવ અને શ્રદ્ધા હતાં, સંત સાધુની બહુ સેવા કરતા, છતાં ભેળા અને વહેમી ન હતા. એમ માનતા કે જે સમૃદ્ધિ આપણને મળી છે તે કાનાએ ભાગ્યે મળી છે, આપણે તે રક્ષકજ છીએ, એને પરમાર્થે ઉપયોગ થાય તેજ લાભ છે. એને બે પુત્ર અને બે પુત્રી હતાં, પણ પુત્રોની ઉત્પત્તિ તા એક માહાત્માને ચાળીશ વર્ષની વયે એને આશિ. વોદ થયો ત્યાર પછીજ થઈ હતી. એક પુત્ર જેનું નામ એ મહાત્માના નામનું સ્મરણ રહેવા રામનાથ પાડ્યું હતું તે અત્યારે નવ વર્ષના હતા અને બીજ હરિશંકર સાતવર્ષના હતા. ક. ન્યાઓમાં એક પરણેલી પણ દેવગે વિધવા થયેલી ઐળ વર્ષની હતી અને બીજી કમારિકા હાઈ અગીઆર વર્ષની થવા આવી હતી. બધાં છોકરાંને તેમના પિતા ઉપર ભક્તિપુરસર પ્રેમભાવ હતા, તેની પાસે જતાં કાઇ ડરતાં નહિ, તેની સાથે રમતાં, બેલતાં, હસતાં, માગતાં, પણ તેની દૃષ્ટિમાં જરાક વિકાર જણાય કે તેને સ્વર બદલાય તે તુરત પોતપોતાની મર્યાદા સમજી ઠેકાણે થઈ જાય એવાં સર્વ ચપલ અને ચતુર હતાં. માતા ઉપર સર્વે બાલકાની બહુ પ્રીતિ હતી. તેને તે રડીને, લટીને, પજવીને, વારંવાર રંજાડતાં હતાં છતાં પિતા ' [ આગળ તેમની ફરીઆદ લેઇજવી પડતી ન હતી. . Ganani itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850