પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 e મારૂ જીવનચરિત, ૭૬૫

  • આખા ગૃહની દેવી કમલાલક્ષ્મી હતી. પિતા તે બાલકની બુદ્ધિનો જનક છે પણ માતા તેના હૃદયની ઉપજાવતારી અને પોષનારી છે. સારા ઘરની, ખાનદાન કુટુંબની, આ કોમલ શરીરવાળી, પ્રેમાલ હૃદયવાળી, સહનશીલ પ્રકૃતિવાળી, આખા ઘરના અને એક રીતે પતિદ્વારા આખા રાજયને ભાર તાણનારી, છતાં નમ્ર, વિવેકી, મર્યાદશીલ, ગૃહરાજ્ઞી કુટુંબની ચાર ભીતોની વચમાંના પ્રદેશની ખરેખરી માતા કે રાણીજ હતી. એના હૃદયની કામલતા એટલી બધી હતી કે ચાળીશ વર્ષની વયે પહોચેલી તેને પચાસ વર્ષને ડોસો દરબારમાં જતી વખતે મળ્યા વિના જાય તે આખો દિવસ ઉદાસીમાં કાઢે, અથવા દેવ દેવીઓની બાધા માનતા કરીને પતિના અંતરને ઉઠેગ શમાવવાની આશાઆમાં શાન્તિ શેધ. અતિશય ધર્મપરાયણ છતાં દેવ દેવલાં કરવાને ભટકવા કે નવા નવા ગુરુઓની કંઠી બાંધી બ્રહ્મસમર્પણ લેવાની, કથાવાર્તામાં સમાણી સહીઓના ભેગુ અથડાવાની, તેને ટેવ ન હતી. એમ કરવામાં તે પાપ માનતી હતી; પતિજ મારું સર્વસ્વ છે, તેની પૂજા અને આરાધનામાંજ મારું કલ્યાણ છે એમ તેને દૃઢનિશ્ચય હતા. કોઈવાર તિથિપર્વણી હોય ત્યારે તો પતિનું સાક્ષાત પૂજન પણ તે કરતી. કંકુમ પહેલાં ભસ્મ રૂદ્રાક્ષ ધારણ કરી નિત્યે પ્રાતઃકાલમાં પંચાક્ષરને સહસ્ત્ર જપ કરી પતિને વંદન કર્યા વિના તે અન્ન લેતી નહિ. હરસુખરાય દરબારમાં જાય ત્યારે છોકરાંને પુરાણ, ઇતિહાસ, આદિની કથા કહી વિનોદ કરાવતી, વચમાં વચમાં ઉપદેશ સમજાવતી, અને છોકરા જ્યારે શિક્ષકની પાસે ભણુવા બેસતા ત્યારે છોકરીઓને ધરકામમાં રોકી પોતાના જેવી કરવાનો યત્ન કરતી. નાત જાતમાં હરસુખરાયની પ્રતિષ્ઠા ઘણીજ મોટી હતી; ખાનદાનકુટુંબના, ઘણું સગાંના સગા, જાતે અતિ ઉત્તમ સ્વભાવવાળા, ન્યાયી અને નમ્ર, તથા યોગ્ય ગુણુવાળા નાગર મળે ત્યાં સુધી અન્યને નવાબની સેવામાં દાખલ કરવા નહિ એવા નિશ્ચયવાળા, તેથી અમેદપુર અને આસપાસનાં બાર ગામની નાગરી નાતના પોતે એક પ્રકારના પટેલ જેવા મનાતા હતા. નાગરી નાતની રીત પ્રમાણે કમલાલક્ષ્મી મારફતે ઘણા જનો સ્વાર્થ કઢાવી લેવા ઇચ્છતા એટલે હવસુખરાય ધેર ન હોય ત્યારે ઘણાં બૈરાં આ ગૃહરાણી પાસે આવતાં, કોઈ ગાઈને, કોઈ કામ કરીને, કોઈ એની પાસે શીખવા બેસીને, કઈ ધર્મની વાત સાંભળી સંભળાવીને, કેાઈ છોકરાંને જરા લાડ કરાવીને,-એમ સર્વે જુદી જુદી રીતે એનું મન સંપાદન કરી, ધણીને, દીકરાને, ભાઇને, કાકાને, મામાને નેકરી, ઇનસાફ, ઇત્યાદિ અપાવવાની પ્રાર્થના કરતાં. કમલાલક્ષ્મી બધું સમજતી હતી, જેને ધટે તે ધીમેથી કહેતી હતી. કોઇને ખેટુ’ લગાડતી નહતી, અભિમાન દાખવતી ન હતી. અને પોતાને રૂચતી આવે તે વાત કરસુખરાયને કહીને કરાવતી પણ હતી. બીજી વાતોની ચર્ચા તો કરે પણ યોગ્ય હોય તેને આગ્રહ લેતી હતી. આવી સ્થિતિમાં છોકરાં બહુ વિકલ થઈ જાય છે, લાડઘેલાં થઈ છેક બાયલાં બની જાય છે ને બીલાડીથી પણ બીહે છે; અથવા અતિ ઉદ્ધત થઈ સાપાલીયાંને પણ પૂછડાં ઝાલી ધરમાં લાવે છે, કોઈની મયદા પાળતાં નથી, સર્વને માથે બેસે છે, ને માઢીમઢ કે પછવાડે ગમે તેના ચાળા પાડે છે. કમલાલમી બહુ લક્ષપૂર્વક છોકરાંને આવે આ પ્રસંગે દૂર રાખતી કે તેમને નાને માટે માટી વાતો કરવાની ટેવ પડતાં બીજી કટ શીખવાનું બની આવે નહિ. કદાપિ કાંઈ અળવીતરૂં” છે તે ધીમેથી

કરડા વાપરી તુરતજ ભુલાવી દેતી. andhi Her ritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.