પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૧૬ 1 સુદર્શન ગવાવલિ. બે દીકરા અને બે દીકરીઓ વડે કમલાલમીના મનને બહુ સતેાષ હતા, તેને પ્રજા થવાનો હવે સંભવ ન હતો, તેમ તેને પ્રજાની લાલસા પણુ હતી નહિ. બે પુત્રોની માતા હાઈ તે પોતાને પનોતી માનતી હતી, અને દીકરા દીકરી કુંવારાં હતાં તેની પણ એને કશી કાળજી ન હતી. હરસુખરાયના ઘરને દીકરા ડીઆમાંથીજ ઝડપાય એવી પ્રતિષ્ઠા છતાં, વારંવાર અનેક ભાગ છતાં, હરસુખરાય અને કમલાલમીએ વિચાર કરીને, જાણી જોઈ, બેમાંથી એકે પુત્રનો વિવાહ કર્યો ન હતો. કન્યામાંથી એકને પણ અગીઆર વર્ષની થવા દીધી હતી તે પણ એજ આશયથી; પણ હવે કન્યાકાલ પાસે આવતા જાય છે એમ સમજી હરસુખરાય અને કમલાલમી વારંવાર અનેક ઘર ઉપર દૃષ્ટિ કરતાં, કોઈ છોકરાનું રૂ૫ ગમે તે કુલ ન ગમે, રૂ૫ કુલ ગમે તે વય ન બંધ બેસે, બધું હાયતે વિદ્યા સંપત્તિ ન હોય, એઢલે વિચાર કરે અને અનેક ભાંગ ફાડ કરે પણ કાંઈ ગાઠે નહિ. આ બધા કામમાં વિધવા શિવગારી માતા પિતાને ઘણી મદદ કરતી. શિવગારી પ્રાતઃકાલે ઉડી સ્નાન કરી શિવાર્ચન કરતી અને ધરમાં સરસામાન રસેઇ વગેરેની તજવીજ ચલાવતી. માતાની આજ્ઞા લેઈ પ્રસંગે પ્રસંગે તેની સલાહ પૂછી, બધી નાની મહાડી વ્યવસ્થા કરી લેતી; ઘરબહાર જતી નહિ; નવરાશના વખત મળે તે નાનાં ભાઈ ભાંડુને રમાડવામાં, તુલસીકૃત રામાયણ વાચવામાં કે ભાગવતનું શ્રવણ કરવામાં ગાળતી. કમળાલક્ષ્મી એને પોતાની નાની બહેન જેવી ગણતી, એને કદાપિ પણ વૈધકનું ઓછું આવે તેવું કાંઈ કરતી કે કહેતી નહિ, અને આખાં કુટું. ખનાં માણસો આ વિધવા બલાને આખા ઘરની અધિષ્ઠાત્રી જેવું માન આપતાં હતાં. એ બાલાએ પશુ પોતાના હૃદયનો અવકાશરહિત થઈ ગયેલો આ ખજાનો માતાપિતા અને ભાઇભાંડુને અર્પણ કરી દીધા હતા; પ્રેમના પવિત્ર પ્રવાહ વિષય વાસનાથી મલિન થવાનો તેને પ્રસંગ ન હતો તેમાંજ તે પ્રેમની કૃતાર્થતા સમજી પિતાના પ્રારબ્ધને બબડયા વગર ભગવતી. એનું સમગ્ર આચરણ બહુ માનને પાત્ર હતું. કમલાલક્ષ્મી શિવગારીને પાતાના હૈયામાં એક કાંટા રૂપે માની દુ:ખી થતી નહિ, પણ કોઈ વાર પુત્રીને અમુક પ્રકારનું સુખ નથી એમ ક૯પી લઈને ઓછું આવી જતું, ત્યારે એકાન્તમાં રેતી. ભવ્ય શણગાર કે શીતાં વસ્ત્ર શિવગારીએ તજયાં ત્યાર પછી કમલાલક્ષ્મીએ અંગે પણ અરાડયાં ન હતાં. રામનાથ અને હરિશંકર અને ઘરમાં રહી થોડું થોડું ભણુતા; પણ એમની મુખ્ય કેળવણી તે માબાપને અને ભાઈભાંડુના આચારવિચારમાંથી ઘડાતી હતી. એ કેળવણી વગર ભણે એની મેળે જ મળે છે, અને સુભાગ્યે હરસુખરાયના ઘરમાં આ બંને બાલકાને શીખવા સમજવાની જે સામગ્રી હતી તે સારી ઉંચા પ્રકારની અને પુરુષાર્થવાળી હતી. હાલ જેમ અંગરેજી ભણવું એ મુત્સદ્દીવર્ગને અવશ્યક ગણાય છે તેમ તે દિવસે કારસી ભણતર બહુ અગત્યનું ગણાતું હતું. હરસુખરાયે એક મુનશીને આ બન્ને છોકરાઓ સેપ્યા હતા એટલે તે અમને ફારસીનું સારૂં” અધ્યયન કરાવતા હતા. પ્રાત:કાલે એક શાસ્ત્રી થેડુિં સંસ્કૃત કાવ્ય વગેરેનું અધ્યયન કરાવી જતા, અને મધ્યાહુ પછી પારસી ચાલતું; એ ઉપરાંત બીજી કેળવણી ! સાક્ષાત રીતે, આ બાલકોને મળતી ન હતી. કન્યાઓ પણ કાઈ કોઈ વાર સંસ્કૃત અધ્યયનમાં આ બાલકાની સાથે બેસતી. રામનાથ નવ વર્ષના હતા, પશુ બાર વર્ષના હોય તેવા દીધું અને ભરેલા શરીરવાળા anaih Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50